કરવા ચોથ પર બની રહ્યા છે આ 5 રાજયોગ, આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, આકસ્મિક ધનલાભની શક્યતા

karwa chauth 2024 : હિંદુ ધર્મમાં કરવા ચોથનું વિશેષ મહત્વ છે. આ વખતે કરવા ચોથ 20 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. કરવા ચોથના દિવસે ગ્રહોનો અદભુત સંયોગ જોવા મળે છે. આવી સ્થિતિમાં કેટલીક રાશિઓના ભાગ્ય ચમકી શકે છે

karwa chauth 2024 : હિંદુ ધર્મમાં કરવા ચોથનું વિશેષ મહત્વ છે. આ વખતે કરવા ચોથ 20 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. કરવા ચોથના દિવસે ગ્રહોનો અદભુત સંયોગ જોવા મળે છે. આવી સ્થિતિમાં કેટલીક રાશિઓના ભાગ્ય ચમકી શકે છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
karwa chauth 2024 rajyog, karwa chauth 2024

karwa chauth 2024 : આ વર્ષે કરવા ચોથના દિવસે ગ્રહોનો અદભુત સંયોગ જોવા મળશે

karwa chauth 2024 : હિંદુ ધર્મમાં કરવા ચોથનું વિશેષ મહત્વ છે. આસો સુદ ચોથના દિવસે આ વ્રત કરવામાં આવે છે. આ વખતે કરવા ચોથ 20 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ વર્ષે કરવા ચોથના દિવસે ગ્રહોનો અદભુત સંયોગ જોવા મળે છે. આવી સ્થિતિમાં કેટલીક રાશિઓના ભાગ્ય ચમકી શકે છે. આ દિવસે સૂર્ય, મંગળ, બુધ, ચંદ્ર, શનિ અને ગુરુ મળીને અનેક શક્તિશાળી રાજયોગનું નિર્માણ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે. ખાસ કરીને મહિલાઓ માટે કરવા ચોથનો દિવસ ખૂબ જ ખાસ હોઈ શકે છે. આવો જાણીએ કે કરવા ચોથના દિવસે બનેલા શુભ રાજયોગને કોનું નસીબ ચમકાવી શકે છે.

Advertisment

જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વખતે કરવા ચોથના દિવસે ચંદ્ર, ગુરુ મળીને ગજકેસરી, શનિ શશ રાજયોગ, ગુરૂ-શુક્ર સમસપ્તક, બુધ અને સૂર્ય બુધાદિત્ય રાજયોગની રચના કરી રહ્યા છે.

મેષ રાશિ

આ રાશિના જાતકો માટે કરવા ચોથનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે. વૈવાહિક જીવનમાં લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાનો હવે અંત આવી શકે છે. લવ લાઈફ પણ સારી બનવાની છે. તમારો પાર્ટનર તમને સારી ગિફ્ટ આપી શકે છે. તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો. આ સાથે જ સમાજમાં માન-સન્માન વધશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. લાંબા સમયથી અટકેલા કોઈપણ કામ પૂરા થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં તમારા કામની પ્રશંસા થઈ શકે છે. ઉચ્ચ અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરી શકે છે. આ સાથે પદ-પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થઈ શકે છે.

વૃષભ રાશિ

કરવા ચોથ વૃષભ રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ બની રહેવાની છે. આ દિવસે રચાયેલા ગજકેસરી યોગ વૃષભ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ લાવી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. મા લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે, જેના કારણે તમે ખૂબ પૈસા કમાવવામાં સફળ થઈ શકો છો. તમે તમારા પાર્ટનર સાથે સારો સમય પસાર કરી શકો છો. જીવનમાં લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાનો હવે અંત આવી શકે છે. જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમે આ સમયગાળામાં કરી શકો છો. આનાથી તમને ઘણો ફાયદો મળી શકે છે. કેરિયરમાં પણ તમને લાભ મળી શકે છે. વેપાર-ધંધાના ક્ષેત્રમાં પણ તમને ઘણો લાભ મળી શકે છે. જીવનમાં સુખ આવી શકે છે.

Advertisment

આ પણ વાંચો - કરવા ચોથ ક્યારે છે, જાણો તારીખ, શુભ મુહૂર્ત અને ચંદ્રોદય સમય

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકો માટે પણ આ સમયગાળો ઘણો ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકો પર શનિદેવની વિશેષ કૃપા બની શકે છે. જીવનમાં ખુશીઓની દસ્તક આવશે. આ સાથે જ જીવનમાં લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓનો હવે અંત આવી શકે છે. આ સાથે પરિવાર વચ્ચે લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓનો અંત આવી શકે છે. દાંપત્ય જીવનમાં પણ ખુશીઓ આવશે. લવ લાઈફ સારી બનશે. તમે તમારા જીવનસાથી સાથે સારો ક્વોલિટી સમય પસાર કરશો. આર્થિક સ્થિતિ સારી રહેવાની છે. આ સાથે આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે.

ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેના સાચા અને સાબિત થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

તહેવાર ધર્મ ભક્તિ