Kendra Trikon Rajyog Benefits : વૈદિક જ્યોતિષ અનુસાર જ્યારે પણ કોઈ બાળક જન્મ લે છે તો તેની કુંડળીમાં ગ્રહ અશુભ અને શુભ બંને પ્રકારના યોગનું નિર્માણ કરે છે. જેનો પ્રભાવ તેના જીવન ઉપર જોવા મળે છે. આવી સ્થિતિમાં અમે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા યોગ અંગે જેનું નામ કેન્દ્ર ત્રિકોણ રાજયોગ છે. જે વ્યક્તિની કુંડળીમાં આ યોગ હોયછે તે વ્યક્ત જીવનમાં ખૂબ જ ધન કમાય છે. સાથે જ તેની આર્થિક સ્થિતિ મજબૂત રહે છે. આવા લોકોના કરિયરના ક્ષેત્રમાં ઉન્નતિ મળી રહે છે. કરિયર સાથે જોડાયેલી મુશ્કેલીઓ દૂર થવા લાગે છે. સાથે જ તેને ભાગ્યનો સાથ મળે છે. તો ચાલો જાણીએ કે આ યોગ કુંડળીમાં કેવી રીતે બને છે અને શું છે લાભ…
આવી રીતે બને છે કેન્દ્રીય ત્રિકોણ રાજયોગ
વૈદિક જ્યોતિષ અનુસાર જો ત્રિકોણનો સ્વામી ગ્રહ કેન્દ્રમાં ઉચ્ચ થઈને સ્થિતિ હોય અથવા કેન્દ્રનો સ્વામી ગ્રહ ત્રિકોણમાં ઉચ્ચ થઇને વિરાજમાન હોય તો કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બને છે. આ ઉપરાંત કેન્દ્ર અને ત્રિકોણના સ્વામીઓ વચ્ચે જો યુતિ સંબંધ બની જાય તો આ બંને ભાવોનો સ્વામી એકસાથે સ્થિત હોય ત્યારે પણ કેન્દ્ર ત્રિકોણ રાજયોગનું નિર્માણ થાય છે.
કેન્દ્ર ત્રિકોણ રાજયોગનો લાભ
જે વ્યક્તિની જન્મ કુંડળીમાં કેન્દ્ર ત્રિકોણ રાજયોગ હોય છે. એ વ્યક્તિ રાજાઓ જેવી જિંદગી જીવે છે. સાથે જ આવા વ્યક્તિને સમાજમાં માન-સમ્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે. આ લોકો પોતાની શરતો ઉપર કામ કરવાનું પસંદ કરે છે. સાથે જ આ લોકો પૈસા ખર્ચ કરવામાં આગળ રહે છે. આ લોકો લૈવિશ લાઇફ જીવે છે. તેના શોખમાં મોજ પણ ખુબ જ મોંઘા હોય છે. આ રાજયોગના પગલે વ્યક્તિ કરિયરમાં ઉંચી છલાંગ પણ લગાવી શકે છે.
આ પણ વાંચોઃ- Shravan Maas 2023: શ્રાવણમાં આ 4 વૃક્ષ વાવવાથી શિવશંકરના મળશે આશીર્વાદ, ઘરમાં સુખ-સંપત્તિ અને સમૃદ્ધિનો થશે વરસાદ
સરકારી ક્ષેત્રોમાં કામ કરનાર લોકો માટે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ શુભ માનવામાં આવે છે. આ રાજયોગના પ્રભાવથી નિર્ણય લેવાની વ્યક્તિની ક્ષમતામાં પણ વિદ્ધિ થાય છે. આ લોકો સમય-સમય પર પોતાની શક્તિનું પણ પ્રદર્શન કરે છે. સાથે જ આ લોકોને જલવો ખુબ જ પસંદ હોય છે. સાથે જ આ લોકોને સ્વતંત્રતા પસંદ હોય છે.





