Navpancham Yog: 2024માં કેતુ અને ગુરુ ગ્રહ બનાવશે નવપંચમ યોગ, આ 3 રાશિનું ભાગ્ય ચમકશે, ધન-સંપત્તિમાં વધારો થશે

Ketu Gochar 2024 : વૈદિક જ્યોતિષ અનુસાર, કેતુ અને ગુરુ 2024માં નવપંચમ યોગ બનવી જઈ રહ્યા છે. જેના કારણે અમુક રાશિઓ માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે.

Written by Ajay Saroya
December 05, 2023 19:24 IST
Navpancham Yog: 2024માં કેતુ અને ગુરુ ગ્રહ બનાવશે નવપંચમ યોગ, આ 3 રાશિનું ભાગ્ય ચમકશે, ધન-સંપત્તિમાં વધારો થશે
Navpancham yog 2024: વર્ષ 2024માં માયાવી ગ્રહ કેતુ ગુરુ ગ્રહ સાથે મળીને નવપંચમ યોગ બનાવશે. (Photo - Freepik)

Navpancham Rajyog In 2024 : વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2024માં ઘણા ગ્રહો અન્ય ગ્રહો સાથે યુતિ કરીને શુભ અને રાજયોગ બનાવશે. જેની અસર માનવ જીવન અને દેશ અને દુનિયા પર જોવા મળશે. તમને જણાવી દઈએ કે માયાવી ગ્રહ કેતુ વર્ષ 2024માં કન્યા રાશિમાં ભ્રમણ કરશે. તેમજ તે વર્ષના મધ્યમાં ગુરુ સાથે નવપંચમ યોગ બનાવશે. જેના કારણે વર્ષ 2024માં કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. તેમજ આ લોકો માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે. આવો જાણીએ આ કઈ રાશિ છે…

સિંહ રાશિ (Leo Zodiac)

નવપંચમ રાજયોગ તમારા માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે વર્ષ 2024માં કેતુ ગ્રહ તમારી રાશિથી બીજા ભાવમાં જશે. તેથી, આ સમયે તમને અણધાર્યા પૈસા મળી શકે છે. ઉપરાંત, આ વર્ષે તમને ક્યાંકથી અટકેલા પૈસા મળવાની સાથે તમારી કારકિર્દીમાં સફળતા પણ મળી શકે છે. અટકેલા કામ પૂર્ણ થશે અને તમને નાણાકીય બાબતોમાં સફળતા મળશે. તેમજ જે લોકોની કારકિર્દી લેખન, કળા, માર્કેટિંગ, મીડિયા અને બેંકિંગ સાથે સંબંધિત છે તેઓને નવપાંચમ રાજયોગની રચનાથી વિશેષ લાભ મળી શકે છે.

Rashifal 2024, Horoscope 2024 | Varshfal 2024 | Yearly horoscope 2024
વાર્ષિક રાશિફળ 2024

કન્યા રાશિ (Virgo Zodiac)

નવપંચમ રાજયોગ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે કેતુ ગ્રહ તમારી ગોચર કુંડળીના લગ્ન ભાવ પર જ ગોચર કરી રહ્યો છે. તેથી, આ વર્ષે કેતુના શુભ પ્રભાવથી તમને વ્યવસાયમાં નવી સિદ્ધિઓ મળશે. તમે જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરશો. તેમજ તમે કોઈપણ ધાર્મિક અથવા શુભ કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. આ વર્ષે તમે ધાર્મિક કાર્યોમાં પૈસા ખર્ચી શકો છો. બીજી બાજુ, જો તમે ભાગીદારીનું કામ કરો છો, તો તમને સારો નફો મળી શકે છે.

તુલા રાશિ (Libra Zodiac)

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કન્યા રાશિના જાતકો માટે નવપંચમ રાજયોગ બહુ શુભ સાબિત થઈ શકે છે. કારણ કે કેતુ ગ્રહ તમારી રાશિથી 12મા ભાવમાં ભ્રમણ કરી રહ્યો છે. તેથી, આ સંક્રમણ આ વર્ષે સમાજમાં તમારું સન્માન વધારશે અને તમને કારકિર્દી સંબંધિત કાર્યમાં સફળતા મળશે. તમારી સુખ-સુવિધાઓમાં વધારો થશે. આ સમયે તમે પૈસા બચાવવામાં પણ સફળ રહેશો. ઉપરાંત, આ વર્ષે તમે વાહન અથવા મિલકત પણ ખરીદી શકો છો. જો તમે બિઝનેસમેન છો, તો તમે બિઝનેસ ડીલ પણ કરી શકો છો. જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ