/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/Kevada-Teej-2024-Date.jpg)
Kevada Teej (Hartalika Teej) 2024 Muhurat : હિંદુ ધર્મમાં હરતાલિકા ત્રીજ (કેવડા ત્રીજ)નું વિશેષ મહત્વ છે
Kevada Teej (Hartalika Teej)2024 Date, Puja Muhurat Time: હિંદુ ધર્મમાં હરતાલિકા ત્રીજ (કેવડા ત્રીજ)નું વિશેષ મહત્વ છે. તે ભાદરવા સુદ ત્રીજના દિવસે રાખવામાં આવે છે. આ વર્ષે 6 સપ્ટેમ્બર, શુક્રવારે હરતાલિકા ત્રીજ મનાવવામાં આવશે. હરતાલિકા ત્રીજની જેમ હરિતાલિકા વ્રત પણ નિર્જળા રાખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માતા પાર્વતીએ ભોલેનાથને વરના રૂપમાં મેળવવા માટે વનમાં તપસ્યા કરી હતી. આનાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે દર્શન આપ્યા હતા. તમને જણાવી દઈએ કે આ વખતે હરતાલિકા ત્રીજ પર ઘણા શુભ યોગ બની રહ્યા છે. જેના કારણે આ દિવસનું મહત્વ વધુ વધી ગયું છે. આવો જાણીએ શુભ સમય, યોગ અને મહત્વ...
કેવડા ત્રીજ (હરતાલિકા ત્રીજ) તારીખ
વૈદિક પંચાગ અનુસાર 5 સપ્ટેમ્બર, ગુરુવારના રોજ ત્રીજ સવારે 12.21 વાગ્યે શરૂ થાય છે અને આ તિથિનો અંત 6 સપ્ટેમ્બરે બપોરે 3.02 વાગ્યે થશે. આવી સ્થિતિમાં ઉદય તિથિને ધ્યાનમાં રાખીને 6 સપ્ટેમ્બરે કેવડા ત્રીજની ઉજવણી કરવામાં આવશે.
કેવડા તીજ (હરતાલિકા ત્રીજ) શુભ મુહૂર્ત
પંચાગ અનુસાર કેવડા ત્રીજ પર પૂજાનું શુભ મુહૂર્ત સવારે 6.01 થી આરંભ થશે અને 8.31 વાગ્યા સુધી રહેશે. આ પછી સાંજની પૂજા માટે સાંજે 5.25 થી 6.37 સુધીનું શ્રેષ્ઠ મુહૂર્ત છે. આ બંને મુહૂર્તમાં તમે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરી શકો છો.
આ પણ વાંચો - ભગવાન ગણેશની મૂર્તિ ખરીદતી વખતે આ વાત ખાસ ધ્યાન રાખો
કેવડા ત્રીજ (હરતાલિકા ત્રીજ) પર બની રહ્યા છે આ શુભ યોગ
રવિ યોગ અને બુધાદિત્ય યોગનું નિર્માણ કેવડા ત્રીજ પર થઈ રહ્યું છે. આ ઉપરાંત કન્યા રાશિમાં ચંદ્ર અને શુક્રની યુતિ થશે, જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ બધાની સાથે ગુરૂ ચંદ્રનો નવપંચમ યોગ બનશે. સવારે હસ્ત નક્ષત્ર અને સાંજે ચિત્રા નક્ષત્ર રહેશે. જ્યોતિષ શાસ્ત્રમાં આ તમામ યોગોને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ યોગોમાં પૂજા કરવાથી બમણું ફળ મળે છે.
કેવડા ત્રીજ (હરતાલિકા ત્રીજ)નું મહત્વ
શાસ્ત્રો અનુસાર કેવડા ત્રીજનું વ્રત કરવાથી ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદ મળે છે. આ સાથે સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. હરતાલિકા ત્રીજ પર મહિલાઓ મંડપ સજાવીને રેતીથી ભગવાન શિવ અને માતા પાર્વતીની પ્રતિમા બનાવીને ભેગા કરે છે. સારા પતિની પ્રાપ્તિ માટે કુવારીઓ છોકરીઓ દ્વારા કેવડા ત્રીજ વ્રત રાખવામાં આવે છે. જ્યારે વિવાહિત મહિલાઓ તેમના પતિના દીર્ધાયુષ્ય અને સૌભાગ્ય માટે વ્રત રાખે છે.
ડિસ્ક્લેમર- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us