મહાશિવરાત્રી પહેલા સપનામાં આ વસ્તુઓ દેખાવી શુભ માનવામાં આવે છે, જાણો સ્વપ્ન શાસ્ત્રના મતે તેનું મહત્વ

Mahashivratri 2026 : જ્યોતિષશાસ્ત્ર અને ધાર્મિક માન્યતાઓ અનુસાર આવા સપના જીવનમાં સારા ફેરફારો તરફ ઇશારો કરે છે. આવો જાણીએ આવા જ કેટલાક શુભ ચિહ્નો વિશે

Mahashivratri 2026 : જ્યોતિષશાસ્ત્ર અને ધાર્મિક માન્યતાઓ અનુસાર આવા સપના જીવનમાં સારા ફેરફારો તરફ ઇશારો કરે છે. આવો જાણીએ આવા જ કેટલાક શુભ ચિહ્નો વિશે

author-image
Ashish Goyal
New Update
Maha Shivratri Dream Signs

ભગવાન શિવના ભક્તો માટે મહાશિવરાત્રીનો દિવસ ખૂબ જ ખાસ અને પવિત્ર માનવામાં આવે છે

Mahashivratri 2026 : વૈદિક કેલેન્ડર અનુસાર મહાશિવરાત્રીનો તહેવાર દર વર્ષે મહા મહિનાના ચૌદસની તિથિએ ઉજવવામાં આવે છે. ભગવાન શિવના ભક્તો માટે આ દિવસ ખૂબ જ ખાસ અને પવિત્ર માનવામાં આવે છે. શિવ પુરાણ અનુસાર ભગવાન શિવે આ દિવસે પ્રથમ વખત લિંગનું સ્વરૂપ ધારણ કર્યું હતું. તેથી આ તિથિનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ વધુ જાય છે. 

Advertisment

આ દિવસે ભક્તો દેશભરમાં ઉપવાસ રાખે છે શિવલિંગ પર જળાભિષેક કરે છે, બિલીપત્ર અર્પણ કરે છે અને 'ઓમ નમઃ શિવાય'નો જાપ કરે છે. એવું માનવામાં આવે છે કે મહાદેવ સાચા દિલથી કરવામાં આવતી પૂજાથી પ્રસન્ન થાય છે અને ભક્તોની દરેકની મનોકામના પૂરી કરે છે.

પરંતુ શું તમે જાણો છો કે મહાશિવરાત્રીની આસપાસ જો તમે તમારા સ્વપ્નમાં ભગવાન શિવને લગતી કેટલીક વસ્તુઓ જુઓ છો, તો તે પણ શુભ સંકેત માનવામાં આવે છે? જ્યોતિષશાસ્ત્ર અને ધાર્મિક માન્યતાઓ અનુસાર આવા સપના જીવનમાં સારા ફેરફારો તરફ ઇશારો કરે છે. આવો જાણીએ આવા જ કેટલાક શુભ ચિહ્નો વિશે.

સ્વપ્નમાં શિવલિંગનો અભિષેક કરવો

સ્વપ્ન વિજ્ઞાન અનુસારજો તમે સ્વપ્નમાં શિવલિંગ પર જળ અથવા દૂધ ચડાવતા જુઓ છો તો તે ખૂબ જ શુભ સપનું માનવામાં આવે છે. તેનો અર્થ એ થયો કે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર રહેવાની છે. તે સૂચવે છે કે તમારા જીવનની મુશ્કેલીઓ ધીમે ધીમે સમાપ્ત થશે અને અટકી ગયેલા કાર્યો પૂર્ણ થશે. આવું સ્વપ્ન એ પણ દર્શાવે છે કે તમારી ભક્તિ અને શ્રદ્ધા સાચી છે. આવનારા સમયમાં તમને માનસિક શાંતિ, સફળતા અને સન્માન મળી શકે છે.

Advertisment

નંદી મહારાજને સપનામાં જોવા

ભગવાન શિવના વાહન નંદી મહારાજને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. જો તમે તમારા સ્વપ્નમાં નંદીને જુઓ છો તો તે પણ ખૂબ જ શુભ સંકેત છે. એવી ધાર્મિક માન્યતા છે કે નંદી ભગવાન શિવના પ્રખર ભક્ત છે અને ભક્તોની પ્રાર્થના સીધા મહાદેવ સુધી પહોંચાડે છે. સપનામાં નંદીના દર્શન એ સૂચવે છે કે મહાદેવ તમારી ભક્તિથી પ્રસન્ન છે. તમારી કોઈપણ અધૂરી ઇચ્છા અથવા મનોકામના જલ્દી પુરી થઈ શકે છે.

સપનામાં શિવલિંગના દર્શન

જો સ્વપ્નમાં માત્ર શિવલિંગ જ દેખાય છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સપનું ભાગ્યોદયનું સંકેત આપે છે. આનો અર્થ એ થયો કે તમારા જીવનમાં એક મોટું સકારાત્મક પરિવર્તન આવવાનું છે. અટવાયેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે અને લાંબા સમયથી ચાલતી મુશ્કેલીઓનો અંત આવી શકે છે.

આ પણ વાંચો - આ 4 છોડ ઓફિસ ડેસ્ક પર ના રાખો, આવી શકે છે આવી અડચણો

સપનામાં બિલીપત્ર દેખાવવા

બિલીપત્ર ભગવાન શિવને ખૂબ પ્રિય છે. મહાશિવરાત્રીની આસપાસ જો બિલીપત્ર સપનામાં દેખાય છે તો તેને સંપત્તિ અને સમૃદ્ધિની નિશાની માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે. જો તમે લાંબા સમયથી આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો અથવા દેવામાં ફસાયેલા છો, તો આ સ્વપ્ન રાહતનો સંકેત આપે છે.

ડિસ્ક્લેમર- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ધર્મ ભક્તિ મહાશિવરાત્રી