Vastu Tips For Kitchen : રસોડું તમારા ઘરનો એક મહત્વનો ભાગ છે. કારણ કે તે એક એવી જગ્યા છે જ્યાં ભોજન બનાવવામાં આવે છે અને પરિવારના દરેક સભ્યો તે જગ્યામાં સાથે બેસીને ભોજનનો આનંદ માણે છે. માટે વાસ્તુશાસ્ત્રમાં રસોડું સુખ-સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર રસોડામાં રાખેલી દરેક વસ્તુ માનવ જીવન પર અસર કરે છે. આમાંની કેટલીક વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. રસોડામાં કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ તે બરાબર જાણી લો.
વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબ રસોડામાં આ 5 વસ્તુઓ રાખવાથી બચો
વાસી ખોરાક
વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર રસોડામાં લાંબા સમય સુધી વાસી કે વધેલી ખાદ્ય ચીજો ન રાખવી જોઈએ. માન્યતા છે કે આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે.
કચરો
વાસ્તુ શાસ્ત્ર મુજબ રસોડામાં કચરો રાખવો પણ અશુભ હોય છે. કારણ કે રસોડામાં રાખેલા કચરાને નકારાત્મક ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે. તેનાથી આર્થિક નુકસાન થાય છે. પરિવારના સભ્યોને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી રસોડાને હંમેશાં સાફ રાખો અને નિયમિતપણે કચરો બહાર કાઢો.
તૂટેલા વાસણો
વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં તૂટેલા વાસણ રાખવા અશુભ હોય છે. તૂટેલા ઘડાને નકારાત્મક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે. ત્યારે આ નકારાત્મક ઉર્જા ઘરમાં ફેલાય છે અને દરિદ્રતાને આકર્ષિત કરે છે.
આ પણ વાંચો – ગુરુ પૂર્ણિમા ક્યારે છે 10 કે 11 જુલાઇ? જાણો તારીખ, પૂજાનું શુભ મુહૂર્ત અને મહત્વ
ખાલી બોક્સ
રસોડામાં ક્યારેય ખાલી બોક્સ ન છોડો. તેમને નકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. તેનાથી આર્થિક સમસ્યા થઈ શકે છે.
તિક્ષણ, અણીદાર પદાર્થો
તિક્ષણ વસ્તુઓ જેવી કે છરી, કાતર વગેરેને હંમેશા રસોડામાં ઢાંકીને રાખવી જોઈએ. આ વસ્તુઓને ખુલ્લામાં રાખવાથી નકારાત્મક ઉર્જા આકર્ષિત થાય છે અને આર્થિક નુકસાન થાય છે.
ડિસ્ક્લેમર- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.