/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/dwarka1.jpg)
દ્વારકા, ડાકોર સહિત કૃષ્ણ મંદિરો જન્માષ્ટમીની ઉજવણી (તસવીર - સોશિયલ મીડિયા)
Janmashtami 2023 : દ્વારકા, ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી. મંદિર પરિસર નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી, મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે, જય દ્વારકાધીશનાં નાદથી ગુંજી ઉઠ્યા છે. જન્માષ્ટમીને લઈ દ્વારકાધીશ મંદિર પરિસરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાત્રે 12 વાગ્યે ભગવાનને વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ભક્તો કૃષ્ણની ભક્તિમાં તલ્લીન બની ગયા હતા..
કૃષ્ણ જન્મોત્સવને લઈ દ્વારકા, ડાકોર અને શામળાજી મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી છે. સવારથી ભક્તો કાળિયા ઠાકોરની ભક્તિમાં લીન થયા છે. સવારથી જ સુપ્રસિધ્ધ કૃષ્ણ મંદિરોમાં ભગવાનનાં દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી હતી. વહીવટી તંત્ર દ્વારા પણ મંદિરોમાં તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. તેમજ ભક્તોને કોઈ પણ હાલાકી ન થાય તે માટે તંત્ર ખડેપગે છે. તો બીજી તરફ પોલીસકર્મીઓ દ્વારા પણ ચુસ્ત સુરક્ષાના બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ભાવિકો દૂર દૂરથી દર્શન કરવા આવી રહ્યા છે. જન્માષ્ટમીના દિવસે અમી છાંટણાથી ભક્તો ભીંજાયા છે. રાજ્યમાં ઘણા સ્થળોએ હળવા વરસાદી ઝાપટા પડ્યા છે. દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજીને નિત્ય 11 ભોગ અર્પણ કરવામાં આવે છે. દર વર્ષે જન્માષ્ટમી પર્વના 11 ભોગ ઉપરાંત ઠાકોરજીને વિશેષ બે ભોગ અર્પણ કરવાની પરંપરા છે. આજે ઠાકોરજીને 11 ભોગ ઉપરાંત ઉત્સવ ભોગ તથા મહા ભોગ અર્પણ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો - જન્માષ્ટમીનું વ્રત પારણા વગર અધુરું, જાણો શુભ મુહૂર્ત, કેવી રીતે ખોલશો ઉપવાસ
દ્વારકામાં અનેક જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેથી તમામ હિલચાલ પર નજર રાખી શકાય. દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસપીના સીધા માર્ગદર્શન હેઠળ 7 ડીવાયએસપી, 16 પીઆઇ, 65 પીએસઆઇ, 800 પોલીસ, હોમગાર્ડ સુરક્ષામાં છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us