Janmashtami 2024 Bhog Panjiri Recipe: જન્માષ્ટમી એટલે શ્રી કૃષ્ણનો જન્મોત્સવ. દર વર્ષે શ્રાવણ સુદ આઠમ તિથિ પર જન્માષ્ટમી ઉજવાય છે. જન્માષ્ટમી પર ભગવાન શ્રીકૃષ્ણની ખાસ પૂજા – અર્ચના કરવામાં આવે છે. જન્માષ્ટમી પર રાત્રે 12 વાગે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોસ્તવ ધામૂધમ પૂર્વક ઉજવાય છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણને પ્રિય વાનગીનો ભોગ ધરવામાં આવે છે. શ્રીકૃષ્ણ બાળ ગોપાલને માખણ મિસરી સૌથી વધુ પ્રિય છે. ઉપરાંત પ્રસાદમાં પંજરી નું પણ વિશેષ મહત્વ છે.
ભગવાન શ્રીકૃષ્ણનો પ્રિય પ્રસાદ પંજરી
જન્માષ્ટમી પર ભગવાન શ્રીકૃષ્ણને પંજરીનો પ્રસાદ ધરવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણને અર્પણ કર્યા બાદ પંજરી પ્રસાદ તરીકે કરવામાં આવે છે. જન્માષ્ટમીની પૂજા આ પ્રસાદ વિના અધૂરી ગણાય છે. જો તમે પણ જન્માષ્ટમીમાં ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરી રહ્યા છો અને તેનો આનંદ માણવા માંગો છો, તો ભગવાન શ્રીકૃષ્ણનો મનપસંદ ભોગ પંજીરી ઘરે જ તૈયાર કરી શકો છો. ચાલો જાણીયે ઘરે પંજરી બનાવવાની રીત

ભગવાન શ્રીકૃષ્ણ માટે પંજરી નો પ્રસાદ બનાવવાની રીતે (How To Make Panjiri At Home For Janmashtami 2024)
પંજરી બનવવાની સામગ્રી
- 2 કપ ધાણા પાઉડર
- 1 નારિયેળની છીણ
- 1/4 ગાયનું ઘી
- 1 કપ ખાંડ બુરુ
- તમારા મનપસંદ ડ્રાયફ્રૂટ્સ
ઘરે પંજીરી બનાવવાની રીત
જન્માષ્ટમી પર પંજરી પ્રસાદ બનાવવા માટે સૌ પ્રથમ એક પેન લો અને તેમાં થોડું ઘી ઉમેરો. હવે પેનમાં બધા ડ્રાયફ્રૂટ્સ નાખીને શેકી લો. જ્યારે સૂકા મેવા હલકા બ્રાઉન રંગના થાય ત્યારે તેને પેનમાંથી કાઢી લો. હવે પેનમાં થોડું ઘી ઉમેરી તેમાં ધાણા પાવડર હળવા તાપ પર સોનેરી થાય ત્યાં સુધી શેકી લો. જ્યારે તે સારી રીતે શેકાઇ જશે ત્યારે તેમાંથી ખૂબ જ સારી સુગંધ આવશે.

હવે આ ધાણા પાવડર પેનમાંથી કાઢી લો. તેને ઠંડુ થવા દો. ઠંડુ થયા બાદ તેમા શેકેલા ડ્રાયફૂટ્સ, ખાંડ બુરુ, નારિયેળની છીણ નાંખી બરાબર મિક્સ કરી લો. જ્યારે ભગવાન શ્રીકૃષ્ણને પંજરીનો પ્રસાદ ધરાવો ત્યારે તેમા તુલસીના પાન અચૂક મૂકવા. કારણ કે ભગવાન તુલસીના પાન વગર ભોજન ગ્રહણ કરતા નથી. આમ તમે જન્માષ્ટમી પર બજાર માંથી ખરીદવાના બદલે તમે ઘરે જ પોતાના હાથે પંજરીનો પ્રસાદ બનાવી ભગવાન શ્રીકૃષ્ણને ભોગ લગાવી શકો છો. આ પ્રસાદ સ્વાદમાં ખૂબ જ સારો અને સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક છે.
આ પણ વાંચો | જન્માષ્ટમી પર રાશિ મજુબ કરો શ્રીકૃષ્ણ લડ્ડુ ગોપાલનો શ્રૃંગાર, બધી મનોકામના પુરી થશે
પંજરી પ્રસાદ બનાવતી વખતે આ બાબત ધ્યાનમાં રાખો
- જન્માષ્ટમી પર ઘરે પંજરી પ્રસાદ બનાવવતી વખતે પવિત્રતા અને સ્વચ્છતાનું ધ્યાન રાખો
- પંજીરી હોય કે કોઇ પ્રસાદ બનાવતા પહેલા સ્નાન કરો અને પવિત્ર થઇ જાવ
- પંજીરી બનાવવા માટે સૌ પ્રથમ ગેસ સાફ અને સ્વચ્છ કરી લો
- પંજીરી તૈયાર થઈ જાય પછી સૌ પ્રથમ શ્રીકૃષ્ણને અર્પણ કરો
- પ્રસાદ અર્પણ કર્યા પછી જ પરિવાર અને ભક્તોને પ્રસાદનું વિતરણ કરો





