Krishna Janmashtami 2024 Date, Puja Muhurat: જન્માષ્ટમી ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ છે. વૈદિક પંચાગ અનુસાર, દરેક શ્રી કૃષ્ણ જન્માષ્ટમી શ્રાવણ સુદ આઠમ તિથિ પર ઉજવવામાં આવે છે. સાથે જ હિંદુ ધર્મમાં આ તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. કારણ કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થાય છે.
તમને જણાવી દઈએ કે ભગવાન શ્રીકૃષ્ણના જન્મ સમયે અષ્ટમી તિથિ, રોહિણી નક્ષત્ર, વૃષભ લગ્ન અને બુધવારનો દિવસ હતો. ભગવાન કૃષ્ણનો જન્મ મધ્યરાત્રી 12 વાગે થયો હતો. આ દિવસે શ્રી કૃષ્ણની મૂર્તિની પૂજા લડ્ડુ ગોપાલના રૂપમાં કરવી શુભ હોય છે. આમ જોવા જઈએ તો લડ્ડુ ગોપાલની સોના, ચાંદી, પિત્તળ વગેરેની મૂર્તિ હોય છે. પરંતુ અષ્ટધાતુની મૂર્તિની પૂજા કરવાથી લાભ થાય છે. આ વર્ષે 26 ઓગસ્ટે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. આવો જાણીએ તારીખ અને શુભ સમય …

કૃષ્ણ જન્માષ્ટમી તારીખ 2024 (Krishna Janmashtami 2024)
જન્માષ્ટમી આઠમ તિથિ શરૂઆત: 26 ઓગસ્ટ, સવારે 3.41 વાગ્યાથી શરૂ થશે
આઠમ તિથિ સમાપ્ત: 27 ઓગસ્ટ, સવારે 2.21 વાગ્યા સુધી
દહી હાંડી મટકી ફોડ : 27 ઓગસ્ટ, મંગળવાર
જન્માષ્ટમી પર રોહિણી નક્ષત્ર
રોહિણી નક્ષત્ર શરૂ: 26 ઓગસ્ટ સાંજે 3 વાગે 54 મિનિટથી શરૂ થશે
રોહિણી નક્ષત્ર સમાપ્ત: 27 ઓગસ્ટ, સાંજે 3 વાગે 39 મિનિટ સમાપ્ત થશે
જન્માષ્ટમી પૂજા મુહૂર્ત 2024 (Krishna Janmashtami 2024 Date Puja Muhurat)
કૃષ્ણ જન્માષ્ટમી પૂજા મુહૂર્ત રાત્રે 12 થી 12.44 સુધી રહેશે, તેથી પૂજા માટે તમને 44 મિનિટનો સમય મળશે. આ દરમિયાન તમે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરી શકો છો.
જન્માષ્ટમી વ્રત પારણા
જન્માષ્ટમીના ઉપવાસ વ્રતના પારણા 27 ઓગસ્ટે સવારે 11 વાગ્યા સુધી કરી શકાશે.
30 વર્ષ પછી અદ્ભુત સંયોગ (જન્માષ્ટમી 2024 સંયોગ)
આ વર્ષે શ્રી કૃષ્ણ જન્મોત્સવ પર પણ ખાસ યોગગ બની રહ્યા છે. 30 વર્ષ બાદ શનિ 30 વર્ષ પછી કુંભ રાશિમાં રહેશે. આ સાથે જન્માષ્ટમીના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે.

આ પણ વાંચો | જન્માષ્ટમી પર લડ્ડુ ગોપાલ ઘરે લાવવા સૌથી શુભ, જાણો સ્થાપના વિધિ અને પૂજા નિયમ
જન્માષ્ટમી તહેવાર નું મહત્વ (Krishna Janmashtami 2024 Date, Puja Muhurat Significant)
ભાગવત પુરાણ અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણએ જન્માષ્ટમી પર મથુરામાં માતા દેવકી અને પતિ વાસુદેવના આઠમા પુત્ર તરીકે અવતાર લીધો હતો. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ ઉપવાસ કરીને કૃષ્ણ જન્માષ્ટમીની પૂજા કરે છે તેની બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે. તેમજ કૃષ્ણ જન્માષ્ઠમી પર ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે. તેમજ જન્માષ્ટમીના વ્રત કરવાથી વ્યક્તિને અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે.





