Krishna Janmashtami 2024: ભગવાન શ્રીકૃષ્ણમાં જ્ઞાન અને શિક્ષાનો સાગર સમાયેલો છે, એક વિદ્યાર્થી માટે છે પ્રેરણાદાયી

Krishna Janmashtami 2024: હિન્દુ સમાજમાં જેમ ભગવાન શ્રી રામચંદ્ર મર્યાદાનું પ્રતિક છે, તેવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણને પ્રેમ અને આદર્શનું પ્રતિક માનવામાં આવે છે. પ્રેમ ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણને એક વિદ્યાર્થીના જીવનમાં પણ આદર્શ તરીકે જોવામાં આવે છે

Written by Ashish Goyal
Updated : August 25, 2024 23:45 IST
Krishna Janmashtami 2024: ભગવાન શ્રીકૃષ્ણમાં જ્ઞાન અને શિક્ષાનો સાગર સમાયેલો છે, એક વિદ્યાર્થી માટે છે પ્રેરણાદાયી
Krishna Janmashtami 2024: ભગવાન શ્રીકૃષ્ણની જન્મ જયંતિ એટલે કે જન્માષ્ટમીનો તહેવાર 26 ઓગસ્ટના રોજ મનાવવામાં આવશે

Krishna Janmashtami 2024: ભગવાન શ્રીકૃષ્ણની જન્મ જયંતિ એટલે કે જન્માષ્ટમીનો તહેવાર 26 ઓગસ્ટના રોજ મનાવવામાં આવશે. શ્રાવણ મહિનાના આઠમના દિવસે રોહિણી નક્ષત્રમાં અડધી રાત્રે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો અને તે સમયે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે. હિન્દુ સમાજમાં જેમ ભગવાન શ્રી રામચંદ્ર મર્યાદાનું પ્રતિક છે, તેવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણને પ્રેમ અને આદર્શનું પ્રતિક માનવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણમાં આસ્થા રાખનારા જાણે છે કે તેમણે સંસારને પ્રેમની વ્યાખ્યાથી પરિચિત કરાવ્યા. પ્રેમ ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણને એક વિદ્યાર્થીના જીવનમાં પણ આદર્શ તરીકે જોવામાં આવે છે.

શ્રીકૃષ્ણનું જીવન પ્રેરણાદાયી છે

શ્રીકૃષ્ણનું જીવન એક વિદ્યાર્થી માટે પ્રેરણાદાયક છે. વિદ્યાર્થીઓએ ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાંથી પ્રેરણા લઈને પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવાનું શીખવું જોઈએ. ચાલો અમે તમને જણાવીએ કે તેના જીવનની કઈ મહત્વપૂર્ણ બાબતો હતી જેના પરથી વિદ્યાર્થી પ્રેરણા તરીકે લઈ શકે છે.

જ્ઞાનનું મહત્વઃ ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં જ્ઞાનના મહત્વ વિશે જણાવ્યું છે. વિદ્યાર્થીઓએ જ્ઞાન મેળવવા માટે હંમેશાં પ્રયત્નશીલ રહેવું જોઈએ.

સંઘર્ષ અને દ્રઢતાઃ ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના જીવનમાં અનેક સંઘર્ષોનો સામનો કર્યો હતો, પરંતુ તેમણે ક્યારેય હાર માની ન હતી. વિદ્યાર્થીઓએ પણ તેમના જેવા સંઘર્ષોનો સામનો કરવા માટે દ્રઢતાથી કામ કરવું જોઈએ.

સત્ય અને ન્યાય: ભગવાન શ્રી કૃષ્ણએ હંમેશા સત્ય અને ન્યાયની રક્ષા કરી હતી, એટલા માટે જ એક વિદ્યાર્થીએ પણ પોતાના જીવનમાં આ બે મૂલ્યોનો અમલ કરવો જોઈએ અને હંમેશા સત્ય અને ન્યાયના માર્ગ પર ચાલવું જોઈએ.

આ પણ વાંચો – કૃષ્ણ જન્માષ્ટમી 2024: શુભ મુહૂર્ત, શહેર મુજબનો સમય, પૂજા સામગ્રી અને ધાર્મિક વિધિ

પ્રેમ અને કરુણાઃ ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના જીવનમાં પ્રેમ અને કરુણાનું પ્રદર્શન કર્યું છે. વિદ્યાર્થીઓમાં પણ તેમના શિક્ષકો અને સાથીદારો પ્રત્યે પ્રેમ અને કરુણાની ભાવના હોવી જોઈએ.

સેવા અને સમર્પણઃ ભગવાન શ્રીકૃષ્ણે પોતાના જીવનમાં સેવા અને સમર્પણનું પ્રદર્શન કર્યું છે. વિદ્યાર્થીઓએ પણ તેમના શિક્ષકો અને સમાજ પ્રત્યે સેવા અને સમર્પણની ભાવના હોવી જોઈએ.

શ્રી કૃષ્ણના જીવનમાંથી આ પ્રેરણાઓને અપનાવીને વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે અને ભગવાન શ્રીકૃષ્ણના જીવનનું મહત્વ સમજી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ