Kundali Graha Lajward Ratna Gemology Stone Tips : વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોની ખરાબ અસરોને ઘટાડવા માટે રત્ન ધારણ કરવામાં છે. કારણ દરેક રત્ન કોઇને કોઇ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. અહીં અમે તમને એવા જ રત્ન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને ધારણ કરવાથી રાહુ-કેતુ અને શનિદેવના પ્રકોપથી મુક્તિ મેળવી શકાય છે. આ રત્નનું નામ લાજવર્ત છે. તેને ધારણ કરવાથી આ કુંડળીમાં રહેલા રાહુ-કેતુ અને શનિ ગ્રહોની અશુભ અસર ઓછી થઇ શકે છે. આવો જાણીએ લાજવર્ત રત્ન ધારણા કરવાની રીત અને ફાયદા
લાજવર્ત રત્નનો રંગ કેવો હોય છે?
લાજવર્ત રત્નના કલરની વાત કરીએ તો તેનો રંગ વાદળી છે. તેમાં ગોલ્ડન કલરના પટ્ટા પણ છે. સાથે જ તે બજારમાં સરળતાથી મળી રહે છે. તે અફઘાનિસ્તાન, યુએસએ અને સોવિયત રશિયામાં મળી આવે છે.
કોણ આ રત્ન ધારણ કરી શકે છે?
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોની કુંડળીમાં ઉચ્ચ રાશિમાં શનિ હોય છે, તેવા લોકો લાજવર્ત ધારણ કરી શકે છે. તેમજ મકર અને કુંભ રાશિન જાતકો જન્મ કુંડળી બતાવીને લાજવર્ત ધારણ કરી શકે છે.
ઉપરાંત જો કુંડળીમાં રાહુ-કેતુ શુભ હોય તો લાજવર્ત પણ ધારણ કરી શકો છો. કુંડળીમાં શનિ અને રાહુ અશુભ હોય તો લાજવર્ત ન પહેરવું જોઇએ. તેમજ કુંડળીમાં મંગળ નકારાત્મક સ્થિત હોય તો પણ લાજવર્ત ન પહેરવું જોઈએ.
લાજવર્ત રત્ન પહેરવાના ફાયદા
લાજવર્ત રત્ન પહેરવાથી પર્સનાલિટી વધે છે. વળી, માનસિક ક્ષમતા પણ વિકસે છે. ઉપરાંત જે બાળકને બહુ જલ્દીથી નજર લાગતી હોય તેને લાજવર્ત પહેરાવી શકાય છે. લાજવર્ત રત્ન ધારણ કરવાથી નોકરી અને ધંધા વેપારમાં સફળતા મળે છે. આ રત્ન અકસ્માતો સામે રક્ષણ આપે છે. જો તમારી કુંડળીમાં પિતૃ દોષ હોય તો લાજવર્ત ધારણ કરી શકાય છે.
આ પણ વાંચો | શનિ દેવ આ 3 રાશિ પર હંમેશા રહે છે મહેરબાન, સાડા સાતી અને ઢૈય્યામાં ઓછો કષ્ટ, ભાગ્ય આપે છે સાથ
રત્ન ધારણ કરવાની રીત
લાજવર્ત રત્ન ઓછામાં ઓછા 8.25 થી 9.25 રત્તીનો ખરીદવો જોઈએ. તેમજ આ રત્નને તમે શનિવારે સાંજે પહેરી શકો છો. જો ધાતુની વાત કરીએ તો તેને ચાંદીની વીંટી કે લોકેટ બનાવી તેને પહેરવું જોઈએ. સાથે જ જો તમે ઇચ્છો તો તેને ચેઇન કે બ્રેસલેટમાં પણ પહેરી શકો છો.





