/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/lakshmi-kamal-plant-care-tips-in-gujarati.jpg)
Lakshmi Kamal plant: લક્ષ્મી કમળ છોડ ઘર માટે શુભ માનવામાં આવે છે. (Photo: Social Media)
Lakshmi Kamal Plant Care Tips: દિવાળી એટલે લક્ષ્મી પૂજાનો ખાસ દિવસ છે. દિવાળીના તહેવારમાં લોકો મહાલક્ષ્મી સાથે જોડાયેલી એ બધી જ વસ્તુઓ કરે છે જેમ કે લક્ષ્મી કમલ. દિવાળીની આ સિઝનમાં બજારમાં લક્ષ્મી કમળ ખૂબ જ ઝડપથી આવે છે અને લોકો તેને ખરીદીને ઘરે અથવા મંદિરોમાં રાખે છે. આ એક ખૂબ જ સુંદર છોડ છે જેને જોઈને તમને સારું લાગશે. પરંતુ તેને રોપતા પહેલા તમારે કેટલીક મહત્વની વાતો વિશે જાણી લેવું જોઈએ જેથી આ છોડના વિકાસ પર આડ અસર ન પડે અને આ છોડ લીલો રહે. પરંતુ તે પહેલા જાણીએ કે લક્ષ્મી કમળનો છોડ કેવો હોય છે.
લક્ષ્મી કમલ છોડ કેવો દેખાય છે?
લક્ષ્મી કમલ એક પ્રકારનો સક્યુલેંટ છોડ છે જે ઘરની અંદર સારી રીતે ઉગે છે. તે તેના અનોખા દેખાવ અને સુંદર પાંદડા માટે જાણીતું છે. લક્ષ્મી કમળ માટે વધારે પાણી અને સૂર્યપ્રકાશ જરૂરી નથી. તે તેની પોતાની મેળે ધીરે ધીરે વધે છે.
લક્ષ્મી કમળ છોડ કેવી રીતે ઉગાડવો?
- લક્ષ્મી કમળ છોડ વાવવા માટે સૌ પ્રથમ માટીને યોગ્ય રીતે તૈયાર કરો. જેમ કે, થોડા ભેજ વાળી જમીન ખૂબ જ નરમ હોવી જોઈએ.
- સેક્યુલેંટ પ્લાન્ટ વધારે પાણીમાં સડી શકે છે, તેથી ઓછામાં ઓછું તેને પાણી આપો અથવા તેને એવી જમીનમાં રોપો જેમાં પાણી લાંબા સમય સુધી રહેતું નથી.
- સેક્યુલેંટ પ્લાન્ટ માટે સૂર્યપ્રકાશ જરૂરી છે પરંતુ વધારે તકડાની જરૂર પડતી નથી, તેથી તેને ઓછા સૂર્યપ્રકાશ વાળી જગ્યા પર લગાવી શકાય છે.
- જો જમીનમાં આ છોડ વાવી રહ્યા હોય તો પાણી આપવાનું ટાળો કારણ કે તે છોડ બગાડી શકે છે.
Lakshmi Kamal Plant Benefits : લક્ષ્મી કમળ છોડ લગાવવાના ફાયદા
લક્ષ્મી કમળ ખૂબ જ સુંદર લાગે છે અને તમે તેને ઘરની સામે લાઇન કરી શકો છો. લક્ષ્મી કમળ છોડને તેની સુંદરતા ઉપરાંત શુભ માનવામાં આવે છે અને તે સકારાત્મકતા વધારે છે. ઘણા લોકો તેને સમૃદ્ધિના પ્રતીક તરીકે તેમના ઘર અને ઓફિસમાં રાખે છે. તો દિવાળી પર ઘરની સુંદરતા વધારવા માટે તમારે આ છોડ અવશ્ય લગાવવો જોઇએ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us