Lal Kitab Upay And Totka : વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ બાળકનો જન્મ થાય છે ત્યારે તેની કુંડળીમાં કોઈક ગ્રહ સકારાત્મક સ્થિતિમાં હોય છે તો કોઈક ગ્રહ નકારાત્મક સ્થિતિમાં હોય છે. તેમજ તે વ્યક્તિ પર તે ગ્રહોની શુભ અને અશુભ અસર જીવનભર રહે છે અને જો આ ગ્રહોની અસર શુભ હોય તો વ્યક્તિને હંમેશા ભાગ્યનો સાથ મળે છે. તેમજ વ્યક્તિને ભૌતિક સુખો પણ મળે છે. બીજી તરફ, જો તે ગ્રહ વ્યક્તિ પર નકારાત્મક અસર કરે છે, તો તે જીવનભર સંઘર્ષ કરે છે અને તેને સફળતા મળતી નથી.
આવી સ્થિતિમાં લાલ કિતાબમાં આ ગ્રહોના અશુભ પ્રભાવોને ઘટાડવાના ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ઉપાયો કરવાથી ગ્રહની નકારાત્મક અસરોને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. અહીં અમે ગ્રહોના રાજા સૂર્ય માટેના ઉપાયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.જો તમારી કુંડળીમાં સૂર્ય ગ્રહ નબળો અથવા નકારાત્મક સ્થિતમાં છે તો આ ઉપાયો કરીને તમે સૂર્ય ગ્રહના અશુભ પ્રભાવોને ઘટાડી શકો છો. ચાલો જાણીએ સૂર્ય ગ્રહની શાંતિ માટે લાલ કિતાબના ઉપાયો…
લાલ કિતાબ અનુસાર સૂર્ય ભગવાન માટે કરો આ ઉપાયો
1 – જો જ્યોતિષ શાસ્ત્ર તમારી કુંડળીમાં સૂર્ય ભગવાન નકારાત્મક સ્થિતમાં છે તો તમારે ઘઉં, ગોળ અને તાંબાનું દાન કરવું જોઈએ પરંતુ ગોળનું સેવન ન કરવું જોઈએ.
2 – જો તમારી કુંડળીમાં સૂર્ય દોષ અથવા સૂર્ય ગ્રહ અશુભ હોય તો તમારે સવારે ઉઠીને આદિત્યહૃદય સ્તોત્રનો નિયમિત પાઠ કરવો જોઈએ. આમ કરવાથી તમારા કામ થવા લાગશે.
3 – જો તમારી કુંડળીમાં સૂર્ય દોષ હોય તો તે વ્યક્તિને દરરોજ ઉગતા સૂર્યને તાંબાના વાસણથી જળ અર્પણ કરવું. આમ કરવાથી તમને સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થશે.
આ પણ વાંચો | 2024માં શનિ દેવ 3 વખત ચાલ બદલશે, આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે, નોકરીમાં પ્રમોશન અને ધન લાભ થશે
4 – જો તમારી કુંડળીમાં સૂર્ય નીચ સ્થિતિમાં હોય તો તમારે રવિવારે માછલીઓને લોટની ગોળી ખવડાવવી જોઈએ. આમ કરવાથી તમને સૂર્યદેવના અશુભ પ્રભાવથી રાહત મળશે. સંપત્તિમાં વધારો થવાની પણ સંભાવનાઓ રહેશે.
5 લાલ કિતાબ અનુસાર સૂર્યદેવના અશુભ પ્રભાવથી બચવા માટે વ્યક્તિએ ઘઉં, ગોળ અને તાંબાનું દાન કરવું જોઈએ પરંતુ ગોળનું સેવન ન કરવું જોઈએ.