Lalbaugcha Raja Ganesh Chaturthi 2024: ગણેશ ચતુર્થીની સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લાલબાગચા રાજા ગણેશજીનો ફર્સ્ટ લુક સામે આવી ગયો છે. મહારાષ્ટ્ર સહિત સમગ્ર ભારત આ તહેવારની ઉજવણી માટે તૈયાર છે. પરંતુ, ભારતમાં ખાસ કરીને મહારાષ્ટ્રમાં જ્યારે પણ બાપ્પાની વાત કરવામાં આવે છે ત્યારે સૌથી પહેલું નામ લાલબાગના રાજાનું આવે છે, જેને લોકો પ્રેમથી લાલબાગચા રાજા કહે છે. પરંતુ, સવાલ એ છે કે કોણ છે લાલબાગચા રાજા, આ નામ પાછળની કહાની શું છે અને પછી જાણો લાલબાગચા રાજા 2024 ની થીમ અને કેવી રીતે લાલબાગચા રાજાના દર્શન કરવા.
લાલબાગચા રાજા નો ઇતિહાસ (Lalbaugcha Raja History)
લાલબાગચા રાજા મુંબઈના લાલબાગ વિસ્તારના સૌથી મોટા ગણપતિ છે, જેમની મૂર્તિની સ્થાપના દર વર્ષે (Lalbaugcha Raja History) 1934થી કરવામાં આવી રહી છે. હકીકતમાં 1934માં મુંબઈના લાલબાગ માર્કેટ વિસ્તારના કામદારોના એક સમૂહે તેમની ગણેશ મૂર્તિની સ્થાપના કરીને આ પરંપરાની શરૂઆત કરી હતી. આની પાછળની વાત એ છે કે મુંબઈના દાદર અને પરેલને અડીને આવેલા લાલ બાગનો વિસ્તાર મીલો દ્વારા ઘેરાયેલો હતો. તેમની આવકનો એકમાત્ર સ્રોત પેરુ ચાલમાં રહેતા ગ્રાહક હતા. પરંતુ વર્ષ 1932માં પેરુ ચાલ બંધ થઈ ગઈ અને તેમની આજીવિકાને મોટું નુકસાન થયું.
લાલબાગચા રાજા કોણ છે (Who is Lalbaugcha Raja?)
આ દરમિયાન માછીમારોને મુશ્કેલ સમયમાંથી પસાર થવું પડ્યું હતું અને રસ્તા પર પોતાનો માલ વેચવાની ફરજ પડી હતી. પછી લોકોએ પૈસા એક્ઠા કરી ગણેશ જીની એક નાનકડી મૂર્તિ લાવ્યા અને તેમની સમક્ષ પ્રાર્થના કરી. 2 વર્ષ બાદ આ લોકોની ઇચ્છાઓ પૂર્ણ થઇ અને પછી 12 સપ્ટેમ્બર 1934થી દર વર્ષે ગણેશ જીની સ્થાપનાની પરંપરા ચાલી રહી છે. સૌથી પહેલી ગણેશ જીની મૂર્તિ સાદી અને 2 ફૂટ ઊંચી માટીની મૂર્તિ હતી, પરંતુ ત્યારબાદ સૌથી મોટી મૂર્તિ લાવવાની પરંપરા ચાલી રહી છે. જેમ જેમ પંડાલ મોટું થતું ગયું તેમ તેમ મૂર્તિનું કદ અને લોકપ્રિયતા પણ વધતી ગઈ. 1950ના દાયકા સુધીમાં, લાલબાગચા રાજા મુંબઈમાં એક પ્રખ્યાત ગણેશ પંડાલ બની ગયું હતું.
લાલબાગચા રાજા લોકપ્રિય કેમ છે? (Why Lalbaugcha Raja Is Famous?)
લાલબાગચા રાજાની પૂજા નવસાચા ગણપતિ એટલે કે ભક્તોની મનોકામના પૂર્ણ કરનારા ગણેશ તરીકે કરવામાં આવે છે. તેથી જ તેઓ પ્રખ્યાત છે. આજે લાલબાગચા રાજા મુંબઇની સૌથી પ્રખ્યાત ગણેશ મૂર્તિઓમાંની એક છે, જે ગણેશ ચતુર્થી દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ અને પર્યટકોને આકર્ષિત કરે છે. મોટા મોટા રાજકારણીઓ, અભિનેતાઓ અને ઉદ્યોગપતિઓ પણ તેમના દ્વાર પર શીશ નમાવે છે.
લાલબાગચા રાજા 2024 થીમ (Lalbaugcha Raja 2024 Theme)
ગણેશ ચતુર્થી 2024 પ લાલબાગચા રાજાની થીમ ખૂબ જ ખાસ છે. 2024ના ડેકોરેશનની થીમ અયોધ્યા રામ મંદિરથી પ્રેરિત છે. પ્રવેશદ્વાર પર ભગવાન રામની મૂર્તિ સાથે રામ મંદિરની ભવ્ય પ્રતિકૃતિ છે. આ ડેકોરેશનની ડિઝાઈન જાણીતા આર્ટ ડાયરેક્ટર નીતિન ચંદ્રકાંત દેસાઈએ તૈયાર કરી છે.
આ પણ વાંચો | ગણેશ ચતુર્થી પર રાશિ મુજબ કરો ગણપતિ મંત્ર જાપ, બાપ્પા કરશે મનોકામના પૂર્ણ
લાલબાગચા રાજા દર્શન કેવી રીતે કરવા (How To Visit Lalbaugcha Raja)
લાલબાગથી સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન ચિંચપોકલી છે. અહીંથી 17 મિનિટ ચાલવાનું છે. જો તમે પશ્ચિમ રેલ્વેથી આવી રહ્યા છો, તો લોઅર પરેલ સ્ટેશન પર નીચે ઉતરો અને પંડાલ તરફ ચાલવા લાગો. મધ્ય રેલ્વેથી આવતા દર્શનાર્થી કુરી રોડ સ્ટેશનથી આવી શકે છે. ગણેશ ચતુર્થી દરમિયાન, ભક્તો વહેલી સવારથી મોડી રાત સુધી લાલબાગચા રાજાના દર્શન કરી શકે છે. તમે સવારે 5 વાગે થી રાતના 11 વાગ્યા સુધી લાલબાગચા રાજાના દર્શન કરી શકો છો.





