loban dhoop remedies for vastu dosh : લોબન કે ઉપાયઃ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાંથી વાસ્તુ દોષ અને નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે વિવિધ પ્રકારની ચીજવસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાંથી એક છે લોબાન. તેનો ઉપયોગ તંત્ર મંત્રથી લઈને પૂજામાં થાય છે. ખાસ કરીને મા દુર્ગાની પૂજામાં તેનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે. લોબાનના ઉપયોગથી વ્યક્તિ ઘરની નકારાત્મક ઉર્જાની સાથે સાથે જીવનની દરેક સમસ્યાથી પણ છુટકારો મેળવી શકે છે. ઉપરાંત ધન-ધાન્યમાં વૃદ્ધિ થાય છે. ચાલો જાણીએ લોબાનથી ક્યા ઉપાયો કરવાથી ફાયદો થાય છે.
લોબાનના ઉપાયો અને તેનાથી થતા ફાયદાઓ
ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે
તંત્ર શાસ્ત્ર અનુસાર ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે દરરોજ સાંજે એક પાત્રમાં છાણા સળગાવી તેમાં લોબાન નાંખીને તેનો ધુમાડો આખા ઘરમાં ફેરવો. આમ કરવાથી તમને શુભ ફળ મળશે.
તંત્ર મંત્રથી બચવાશે
એક પાત્રમાં લોબાન સાથે પીળી સરસવ, સૂકું ગુગ્ગુલ અને ગાયનું ઘી મિક્સ કરીને રાખો. ત્યારબાદ સાંજે એક પાત્રમાં ગાયના છાણાને સળગાવો અને તેમાં ધીમે ધીમે લોબાનવાળું મિશ્રણ નાંખો. તેનો ધુમાડો આખા ઘરમાં ફેરવો. આવું 21 દિવસ સુધી સતત કરો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી તંત્ર મંત્રની સાથે ઘરની નકારાત્મક ઉર્જાથી પણ છુટકારો મળી શકે છે.
નોકરી-ધંધામાં પ્રગતિ થશે
જો તમે નોકરી કે બિઝનેસમાં અપાર સફળતાની સાથે સાથે ધન લાભ મેળવવા ઇચ્છો છો, તો ગુરુવાર અને રવિવારના દિવસે એક પાત્રમાં લોબાન, ગોળ અને ઘી નાંખીને મિક્સ કરો. ત્યારબાદ છાણા સળગાવીને લોબાનવાળા આ મિશ્રણની સાથે રાંધેલા ભાત નાંખો. આવું કરવાથી વેપારમાં દરરોજ લાભ મળશે.
આ પણ વાંચોઃ વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં આ 4 વસ્તુઓ ખાલી રાખવાથી થઇ જશો કંગાળ, નસીબ પણ સાથ નહીં આપે
આર્થિક સ્થિતિમાં સુધારો થશે
જો તમે હંમેશા પૈસાની તંગીનો સામનો કરી રહ્યા છો, તેના કારણે ઘણું દેવું પણ થઈ ગયું છે. તો તમે પૈસા સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે લોબાનનો ઉપયોગ કરી શકો છો. આ માટે લોબાન, કેસર અને જાવિત્રી મિક્સ કરીને દળી લો. ત્યારબાદ 21 દિવસ સુધી સવાર-સાંજ છાણા સળગાવીને લોબાનનું મિશ્રણ નાંખીને આખા ઘરમાં ધુમાડો ફેરવો. આમ કરવાથી તમને શુભ ફળ મળશે.