lunar eclipse : ચંદ્ર ગ્રહણ દરમિયાન બિલકુલ ન કરો આ કામ, જાણો શું કરવું રહેશે શુભ, ધ્યાન રાખો જરૂરી બાબતો

Lunar Eclipse October 2023 : ચંદ્ર ગ્રહણ 29 ઓક્ટોબરની રાત્રે 1.5 વાગ્યે શરુ થઈને 2.24 વાગ્યે પુરુ થશે. આ હિસાબથી સૂતક કાળ 9 કલાકે શરુ થશે. એટલા માટે 28 ઓક્ટોબર બપોરે 2.52 વાગ્યાથી સૂતક કાળ આરંભ થઈ જશે.

Written by Ankit Patel
October 27, 2023 15:02 IST
lunar eclipse : ચંદ્ર ગ્રહણ દરમિયાન બિલકુલ ન કરો આ કામ, જાણો શું કરવું રહેશે શુભ, ધ્યાન રાખો જરૂરી બાબતો
ચંદ્રગ્રહણ photo - NASA

Chandra Grahan 2023 rules : વર્ષનું અંતિમ અને બીજું ચંદ્રગ્રહણ 28 અને 29 ઓક્ટોબરે મધ્ય રાત્રીએ થશે. આ સાથે જ આ દિવસે શરદ પૂનમ પણ છે. જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્ર ગ્રહણ ખુબ જ મહત્વનું માનવામાં આવે છે. આ દિવસે ચંદ્ર ગ્રહણ આંશિક હશે. જે ભારતમાં પણ દેખાશે. ચંદ્ર ગ્રહણ 29 ઓક્ટોબરની રાત્રે 1.5 વાગ્યે શરુ થઈને 2.24 વાગ્યે પુરુ થશે. આ હિસાબથી સૂતક કાળ 9 કલાકે શરુ થશે. એટલા માટે 28 ઓક્ટોબર બપોરે 2.52 વાગ્યાથી સૂતક કાળ આરંભ થઈ જશે.

શાસ્ત્રો અનુસાર માનવામાં આવે છે કે ચંદ્ર ગ્રહણ આ સમય શુભ અને માંગલિક કામો કરવાની મનાઇ હોય છે. તેના દ્વારા કેટલાક નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી હોય છે. જાણીએ ચંદ્ર ગ્રહણ દરમિયાન શું કરવું જોઇએ અને શું ન કરવું જોઇએ.

ચંદ્ર ગહણ સમયે ન કરો આ કામ

  • ચંદ્રગ્રહણના સ્પર્શ કાળથી શુ થવાથી લઇને ચંદ્રગ્રહણના મોક્ષકાળ સુધી સૂતક કાળ કહેવાય છે. આ દરમિયાન શુભ કામ કરવાની મનાઇ છે.
  • ચંદ્રગ્રહણ દરમિયાન ભોજન ખાવું કે બનાવવાની મનાઇ હોય છે
  • ગ્રહણ કાળ સમયે કોઈપણ દેવી દેવતાની મૂર્તિનો સ્પર્શ ન કરવો જોઇએ
  • ગ્રહણના સમયે કોઇ મંદિરમાં ન જવું જોઇએ
  • ગ્રહણ સમયે તુલસીના છોડને બિલકુલ સ્પર્શ નકરવું જોઇએ
  • ગ્રહણ સમયે કોઈપણ પ્રકારની ધારદાર વસ્તુઓ જેવી કે ચપ્પુ, સોઇ, તલવારનો ઉપોયગ અથવા પાસે ન રાખવું જોઇએ. આનાથી નકારાત્મક ઉર્જા પેદા થાય છે.
  • ગર્ભવતી મહિલાઓને ચંદ્ર ગ્રહણ સમયે બહાર બિલકુલ ન નીકળવું જોઈએ.

ચંદ્રગ્રહણ દરમિયાન આ કામ ચોક્કસ કરવા

  • માનવામાં આવે છે કે સૂતક આરંભ થવાથી લઈને ચંદ્રગ્રહણ સમાપ્ત થવા સુધી ચંદ્ર ખૂબ જ પીડામાં રહે છે. એટલા માટે આ સમય દરમિયાન દેવી દેવતાના ભજન, ધ્યાન વગેરે કરવું શુભ રહે છે.
  • ચંદ્રના મંત્રો ઉપરાંત રાહુ કેતુના મંત્રોનો જાપ કરવો લાભકારી હોય છે
  • જો તમે નાણાંકિય સમસ્યાનો સામનો કરી રહ્યા છો અથવા શત્રુ તમારા પર હાવી છે તો ચંદ્રગ્રહણ દરમિયાન બજરંગબાણ અને હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ.
  • ચંદ્રગ્રહણ દરમિયાન દુર્ગા ચાલીસા, વિષ્ણુ સહસ્રનામ, શ્રીમદભાગવત ગીતા, ગજેન્દ્ર મોક્ષ સ્તોત્ર, શ્રીરામ રક્ષા સ્તોત્ર વગેરેનો પાઠ કરવો શુભકારી થઇ શકે છે.
  • ચંદ્ર ગ્રહણના સમાપન દરમિયાન સ્નાન જરૂરી કરવું જોઈએ. ત્યારબાદ કાળા તલ, કાળા વસ્ત્ર, આખી અડદ, લોટ, દાળ, ચોખા, ખાંડ, સફેદ વસ્ત્ર, સાત પ્રકારના અનાજ વગેરે જરૂરિયાતમંદ લોકોને દાન કરવું.
  • ગ્રહણના સૂતક કાળ લાગ્યા પહેલા પાકેલું ભોજન, દૂધ, દહીં વગેરેમાં ડાભરો અથવા તુલસીનું પાન નાંખો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ