Chandra Grahan 2024: ચંદ્રગ્રહણ વખતે ભૂલથી પણ ન કરો આ કામ, જાણો શું કરવું અને શું ન કરવુ?

Chandra Grahan 2024 : બુધવારે વર્ષનું અંતિમ ચંદ્ર ગ્રહણ છે. ગ્રહણ સમયે કેટલાક કામો કરવા અશુભ માનવામાં આવે છે. જાણો શું કરવું અને શું ન કરવું? સૂતક કાળ દરમિયાન શુભ અને માંગલિક કાર્યો કરવા શુભ માનવામાં નથી આવતું. મંત્ર જાપ અને દાન પૂણ્ય કરવાનું વિશેષ મહત્વ છે.

Written by Haresh Suthar
Updated : September 18, 2024 02:35 IST
Chandra Grahan 2024: ચંદ્રગ્રહણ વખતે ભૂલથી પણ ન કરો આ કામ, જાણો શું કરવું અને શું ન કરવુ?
Chandra Grahan 2024: ચંદ્ર ગ્રહણ દરમિયાન શુભ અને માંગલિક કામ કરવા વર્જિત માનવામાં આવે છે.

Chandra Grahan 2024: હિન્દુ ધર્મમાં ચંદ્રગ્રહણ નું વિશેષ મહત્વ છે. વર્ષનું બીજુ અને આખરી ચંદ્રગ્રહણ 18 સપ્ટેમ્બર, બુધવારે છે. ગ્રહણ એ એક ખગોળીય ઘટના છે. પરંતુ ધાર્મિક માન્યતાઓ અનુસાર ગ્રહણ ઘણી રીતે ખાસ છે. એવું માનવામાં આવે છે કે, ગ્રહણ દરમિયાન નકારાત્મક ઊર્જા વધે છે. ગ્રહણ સમયે કેટલાક કામ કરવા શુભ છે તો કેટલાક કામ કરવા અશુભ માનવામાં આવે છે.

વર્ષનું બીજું અને અંતિમ ચંદ્રગ્રહણ બુધવારે સવારે 06 કલાક 12 મિનિટ થી સવારે 10 કલાક 17 મિનિટ સુધી રહેવાનું છે. ચંદ્રગ્રહણ શરુ થવાના 9 કલાક પહેલાથી સૂતક કાળ આરંભ થાય છે. જે ગ્રહણ પૂર્ણ થવાની સાથે ખતમ થાય છે. ગ્રહણ કાળ દરમિયાન શું કરવું અને શું ન કરવું એ અંગે પણ ઘણી માન્યતાઓ છે.

ચંદ્રગ્રહણ દરમિયાન શું કરવું

  • ચંદ્રગ્રહણ દરમિયાન જપ તપ અને ધ્યાન કરવું સારું માનવામાં આવે છે. જેનાથી તમારુ મન શાંત થાય છે.
  • ગ્રહણ દરમિયાન ભગવાન વિષ્ણુ સાથે અન્ય દેવી દેવતાઓને રીઝવવા જોઇએ. એમના મંત્રોનો જાપ કરવા જોઇએ જેનાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે.
  • ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રમાના બીજ મંત્ર ઓમ શ્રાં શ્રીં શ્રૌં સ: ચંદ્રાય નમ: જાપ કરવા જોઇએ.
  • ચંદ્રગ્રહણ દરમિયાન મનોમન યથાશક્તિ દાન આપવા અંગે સંકલ્પ લેવો જોઇએ અને ગ્રહણ પૂર્ણ થયા બાદ દાન કરવું જોઇએ.
  • જો તમે કોઇ ગંભીર સમસ્યા હોય તો આ સમયે હનુમાનજીના મંત્રોના જાપ કરવા જોઇએ.
  • ગ્રહણ મોક્ષ બાદ સ્નાન કરવું શુભ માનવામાં આવે છે. ભગવાનની મૂર્તિઓ પર અને ઘરમાં ગંગા જળ છંટકાવ કરવો જોઇએ.

આ પણ વાંચો – ચંદ્ર ગ્રહણ પર અદભૂત યોગ

ચંદ્રગ્રહણ દરમિયાન શું ન કરવું

  • ચંદ્રગ્રહણ દરમિયાન નકારાત્મક ઊર્જા પેદા થતી હોવાથી કેટલાક કામ કરવા અશુભ માનવામાં આવે છે.
  • ચંદ્રગ્રહણ વખતે સૂતક કાળથી મોક્ષ કાળ સુધી ભોજન કરવાથી બચવું જોઇએ.
  • ચંદ્રગ્રહણ દરમિયાન શારીરિક સંબંધ બાંધવાથી બચવું જોઇએ.
  • સૂતક કાળ દરમિયાન શુભ અને માંગલિક કામો કરવા અશુભ માનવામાં આવે છે.
  • ગ્રહણ દરમિયાન સુવુ અશુભ માનવામાં આવે છે.

(ડિસક્લેમર: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક માન્યતાઓ આધારિત છે. જેની સત્યતા અંગે અમારા તરફથી કોઇ ખાતરી આપવામાં આવતી નથી.જેનો ઉપયોગ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞથી સલાહ જરુરી છે)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ