Maha Kumbh Mela 2025 Viral Video: મહા કુંભ મેળામાં સ્નાન કરવા કરોડો લોકો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. મહા કુંભ મેળામાં વિવિધ સાધુ, સંતો અને ગુરુઓના ફોટા અને વીડિયો વાયરલ થઇ રહ્યા છે. મહા કુંભમાં આવેલા બાબા પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. મહા કુંભ મેળામાં શાહી સ્નાન માટે બાબાઓના ઠાઠ અને ધમાકેદાર એન્ટ્રી જોઇ જોનાર દંગ રહી જાય છે. આવા જ એક ટ્રેક્ટર બાબા તેમના 1 કરોડ રૂપિયાના ટ્રેક્ટરને લઇ વાયરલ થાય છે. આ ટ્રેક્ટરમાં વિમાનના ટાયર લાગે છે, જેને તેમણે અર્જુન રથ નામ આપ્યું છે.
1 કરોડનું ટ્રેક્ટર, નામ અર્જુન રથ
મહા કુંભ મેળામાં એક અનોખા ટ્રેક્ટરે સૌનું ધ્યાન આકર્ષિત કર્યું છે. આ ટ્રેક્ટરની ડિઝાઇન તો ખાસ જ છે પણ તેની પાછળની કહાણી પણ લોકોને આકર્ષિત કરી રહી છે. આપણે અત્યાર સુધી જોયાલે સામાન્ય ટ્રેક્ટર કરતા આ ટ્રેક્ટર બહું જ ખાસ છે. કારણ કે આ ટ્રેક્ટરની કિંમત 1 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. રોડ પર જ્યારે આ ટ્રેક્ટર દોડે છે ત્યારે લોકો જોતા રહી જાય છે. આ ટ્રેક્ટરની સૌથી મોટી ખાસયિત તેના ટાયર છે.
ટ્રેક્ટરમાં વિમાનના ટાયર
મહા કુંભમાં જોવા મળતા 1 કરોડ રૂપિયાના ટ્રેક્ટરની ખાસયિત તેના ટાયર છે. હકીકતમાં ટ્રેક્ટરમાં વિમાનના ટાયર લાગેલા છે. ટાયરની ઉંચાઇ અને કિંમત જ ટ્રેક્ટરને ખાસ બનાવે છે.
મહા કુંભમાં ટ્રેક્ટર બાબાની ચર્ચા
પ્રયાગરાજ મહા કુંભ મેળામાં આવેલા બાબા, સાધુઓન ચારે બાજુ ચર્ચાઓ થઇ રહી છે. અહીં જે 1 કરોડ રૂપિયાના ટ્રેક્ટર બાબાની વાત થાય છે તેમનું નામ બાબા રમતા જોગી છે. બાબા રમતા જોગી મહા કુંભની પહેલા પણ પોતાના આ ટ્રેક્ટરમાં બેસી ભારતના અલગ અલગ સ્થળો પર ભ્રમણ કરે છે. આ દરમિયાન તેઓ હિંદુ ધર્મનો પ્રચાર પ્રસાર કરે છે. મહા કુંભમાં આવ્યા બાદ તેમના ટ્રેક્ટરના ખાસ અંદાજના લીધે તેમને ટ્રેક્ટર બાબાનું નામ મળ્યું છે.
બાબા એ ટ્રેક્ટરનું નામ અર્જુન રથ રાખ્યું
બાબા રમતા જોગીએ જણાવ્યું કે, આ ખાસ ટ્રેક્ટર તેમને ભેટમાં મળ્યું છે. તેમના એક ભક્તની મનોકામના પુરી થતા તેણે તેમને આ ટ્રેક્ટર ભેટમાં આપ્યું હતું. આ ટ્રેક્ટરની ખાસિયત તેના ટાયર છે,જે વિમાનના ટાયર છે. બાબા એ ટ્રેક્ટરનું નામ અર્જુન રથ રાખ્યું ચે. જ્યારે બાબા આ ટ્રેક્ટર લઇ નીકળે છે લોકો જોતા જ રહી જાય છે. મહા કુંભમાં આવેલા લોકો પણ આ 1 કરોડ રૂપિયાના ટ્રેક્ટરને જોવા પહોંચી રહ્યા છે.