Maha Kumbh 2025 Female Naga Sadhus Facts: મહા કુંભમાં મોટી સંખ્યામાં સાધુ, સંતો, નાગા સાધુ આકર્ષણનું કેન્દ્ર હોય છે. નાગા સાધુઓને જોવા અને તેમના જીવન વિશે જાણવા ઉત્સુક હોય છે. પુરુષ નાગા સાધુઓ જેમ મહિલા નાગા સાધુઓ પણ મહા કુંભમાં આવે છે. મહિલા નાગા સાધુનું જીવન ધ્યાન, તપસ્યા અને ભક્તિથી ભરેલું હોય છે. મહા કુંભ જેવા ધાર્મિક મેળાવડામાં તેમની હાજરી એક મુખ્ય આકર્ષણ બની જાય છે.
મહિલા નાગા સાધુનું જીવન
મહિલા નાગા સાધુઓ પણ કઠિન સાધના અને તપસ્યા કરે છે. તેમના જીવનના આ નિયમો સુનિશ્ચિત કરે છે કે તેમની સાધના અને તપસ્યામાં કોઈ અવરોધ ન આવે. ચાલો જાણીયે મહિલા નાગા સાધુ કેવી રીતે પીરિયડ્સ દરમિયાન મહા કુંભમાં સ્નાન અને અન્ય ધાર્મિક ક્રિયાઓ કરે છે.
મહિલા નાગા સાધુના નિયમ
તમને જણાવી દઈએ કે, પુરૂષ નાગા સાધુઓ દિગંબર (કપડા વિના) તરીકે રહે છે, જ્યારે સ્ત્રી નાગા સાધુઓ માટે ખાસ નિયમો છે, જેમાં કપડાં પહેરવા, પૂજા અને અન્ય જીવનશૈલી સાથે જોડાયેલી ઘણી બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે.
મહિલા નાગા સાધુ નગ્ન હોય છે?
મહિલા નાગા સાધુઓ દિગંબરા (નગ્ન) રહી શકતી નથી. તેઓએ જાહેર સ્થળોએ કપડાં પહેરવા જરૂરી છે. તેમના કપડાં તેમની ધાર્મિક માન્યતાઓ અને નિયમોનું પાલન કરવાનું પ્રતીક છે. સ્ત્રી નાગા સાધુઓએ ભગવા રંગના સિવ્યા વગરના કપડા પહેરવાના હોય છે. આ કાપડ તેમના ધાર્મિક સમર્પણ અને તપસ્યાનું પ્રતીક છે. આને ‘ગંતી’ કહે છે, જે શરીરની આસપાસ વીંટળાયેલું હોય છે. આ વસ્ત્રો ઉપરાંત મહિલા નાગા સાધુઓ માટે કપાળ પર તિલક લગાવવું પણ જરૂરી છે.
મહિલા નાગા સાધુ કેવી રીતે બને છે?
મહિલા નાગા સાધુ બનવા માટે એક કઠિન દીક્ષા પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. આ પ્રક્રિયામાં સ્ત્રીએ 6 થી 12 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું પડે છે. આ પ્રક્રિયા સુનિશ્ચિત કરે છે કે સ્ત્રીએ દુન્યવી જોડાણો છોડી દીધા છે અને તે સંપૂર્ણપણે ભગવાનને સમર્પિત છે.
મહિલા નાગા સાધુ કોની પૂજા કરે છે?
આ પછી મહિલાએ પોતાનું પિંડા દાન કરવાનું હોય છે અને માથું મુંડાવવાનું હોય છે. મહિલા નાગા સાધુનું જીવન આધ્યાત્મિક અભ્યાસ, પૂજા, જાપ અને ધ્યાનથી ભરેલું છે. તેઓ ખાસ કરીને શિવ, પાર્વતી અને માતા કાલીની પૂજા કરે છે.
મહિલા નાગા સાધુ પીરિયડ્સ વખતે મહા કુંભમાં સ્નાન કરે છે?
મહિલા નાગા સાધુઓ માટે તેમના પીરિયડ્સ દરમિયાન કેટલાક ખાસ નિયમો છે. જ્યારે મહિલા નાગા સાધુ માસિક સ્રાવ એટલે કે પીરિયડ્સમાં હોય છે, ત્યારે તે ભગવાનની પૂજા અને સ્પર્શ કરવાનું ટાળે છે. પીરિયડ્સ દરમિયાન મહિલા નાગા સાધુ તેમના શરીર પર રાખ લગાવે છે અને ગંગા અથવા સંગમમાં સ્નાન કરતા નથી. તેના બદલે તેઓ પોતાના કેમ્પ રહી પાણીથી સ્નાન કરે છે.
મહિલા નાગા સાધુ ક્યા રહે છે?
મહિલા નાગા સાધુઓ પીરિયડ્સ દરમિયાન ગંગાજળનો છંટકાવ કરે છે, પરંતુ ગંગા નદીમાં સ્નાન કરતી નથી. વધુમાં, તેઓ ધાર્મિક અને ભૌતિક શુદ્ધતા જાળવવા માટે અંડર આર્મ્સ પર એક નાનું કાપડ મૂકે છે. કુંભ દરમિયાન, મહિલા નાગા સાધુઓ માટે ખાસ માઈ બડા બનાવવામાં આવે છે, જેમાં તમામ મહિલા નાગા સાધુઓ રહે છે.
આ પણ વાંચો | મહા કુંભ 2025 પ્રયાગરાજમાં શરૂ, ઇતિહાસ ધાર્મિક મહત્વ અને શાહી સ્નાનની તારીખ જાણો
મહિલા નાગા સાધુ શું ખાય છે?
મહિલા નાગા સાધુઓનો આહાર ખૂબ જ સરળ અને કુદરતી હોય છે. તેઓ મુખ્યત્વે કંદમૂળ, ફળ, જડીબુટ્ટીઓ અને પાંદડા ખાય છે. તેમનો રાંધ્યા વગરનો હોય છે અને તેઓ શાકાહારી હોય છે. વધુમાં, મહિલા નાગા સાધુનો દિવસ પૂજા અને ધ્યાનથી શરૂ થાય છે. તે બ્રહ્મ મુહૂર્તમાં સવારે ઉઠે છે અને ભગવાન શિવનો જાપ કરે છે અને સાંજે ભગવાન દત્તાત્રેયની પૂજા કરે છે.