Prayagraj Maha Kumbh 2025 History And Snan Dates: મહા કુંભ મેળો 2025 પ્રયાગરાજમાં શરૂ થઇ ગયો છે. મહા કુંભ મેળો પોષ પુનમ તિથિ 13 જાન્યુઆરી, સોમવારે સવારે 5:01 વાગ્યાથી શરૂ થઇ ગયો છે. 40 દિવસ સુધી ચાલનાર કુંભ મેળામાં દેશ દુનિયામાં કરોડો લોકો પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં આસ્થાની ડુબકી લગાવશે. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા મહા કુંભ મેળા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. સમગ્ર દેશમાંથી વિવિધ અખાડાના ગુરુઓ, સંતો અને મહંતો મહા કુંભ પહોંચી ગયા છે. અહીં મહા કુંભ મેળાનો ઇતિહાસ, મહત્વપૂર્ણ, સ્નાનની તારીખ સહિત રસપ્રદ વાતો જાણવા મળશે.
Maha Kumbh Mela History : મહા કુંભ ની પૌરાણિક કથા
મહા કુંભ મેળો સનાતન હિન્દુ ધર્મનો સૌથી મોટી મેળો છે. મહા કુંભ મેળો સમુદ્ર મંથનની કથા સાથે જોડાયેલો છે. પૌરાણિક માન્યતા એવી છે કે જ્યારે દેવતા અને રાક્ષણો વચ્ચે સમુદ્ર મંથન થયું ત્યારે તેમાંથી અમૃતનું પાત્ર નીકળ્યું હતું. 12 દિવસ સુધી દેવો અને રાક્ષસો વચ્ચે યુદ્ધ ચાલ્યું હતું. આ દરમિયાન ધરતી પર 4 સ્થળ – પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિકમાં અમૃતના અમુક ટીપા પડ્યા હતા. આ 4 સ્થળો પર દર 12 વર્ષે કુંભ મેળો ભરાય છે.
મહા કુંભ માત્ર એક મેળો નથી પરંતુ આસ્થા, વિશ્વાસ અને એકતાનું પ્રતીક છે. અહીં લોકો ત્રિવેણી સંગમમાં સ્નાન કરે છે, દાન કરે છે અને સંતો-મહંતોના આશીર્વાદ મેળવે છે. માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ ત્રણ દિવસ નિયમાનુસાર સ્નાન કરે તો તેને એક હજાર અશ્વમેધ યજ્ઞ બરાબર પુણ્ય મળે છે.
Maha Kumbh 2025 Snan Date : મહા કુંભ 2025 શાહી સ્નાન તારીખ
મહા કુંભ મેળામાં શાહી સ્નાનનું વિશેષ મહત્વ છે. શાહી સ્નાનના દિવસે વિવિધ સંપ્રદાયના અખાડાના ગુરુ, સંતો અને મહંત ત્રિવેણી સંગમમાં સ્નાન કરે છે. 13 જાન્યુઆરીથી શરૂ થયેલા આ મહા કુંભ 2025માં 6 શાહી સ્નાન થવાના છે. જેમા 13 જાન્યુઆરી, પોષ પુનમના રોજ શાહી સ્નાન સાથે મહા કુંભ મેળો 2025 શરૂ થઇ ગયો છે. અહીં મહા કુંભ મેળા 2025 શાહી સ્નાનની તારીખ આપી છે.
મહા કુંભ મેળામાં 40 કરોડો લોકો આસ્થાની ડુબકી લગાવશે
મહા કુંભ મેળો 2025 બહુ ખાસ રહેવાનો છે. પાછલા કુંભ મેળા કરતા વધુ બજેટ અને ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. મહા કુંભ મેળા 2025માં દેશ અને દુનિયામાં 40 કરોડ લોકો પ્રયાગરાજ ત્રિવેણી સંગમમાં આસ્થાની ડુબકી લગાવશે તેવી ધારણા છે.
- 13 જાન્યુઆરી, સોમવાર – પોષ પુનમ
- 14 જાન્યુઆરી, મંગળવાર – મકર સંક્રાતિ, ઉત્તરાયણ
- 29 જાન્યુઆરી, બધુવાર – મૌની અમાવસ્યા, મૌની અમાસ
- 3 ફેબુઆરી, સોમવાર – વસંત પંચમી
- 12 ફેબ્રુઆરી, બુધવાર – માઘ પૂનમ
- 26 ફેબ્રુઆરી, બુધવાર – મહા શિવરાત્રી
Maha Kumbh 2025 : મહા કુંભ 2025 માટે તૈયારીઓ
- સંસ્થાઓની કુલ સંખ્યા : 10,000
- મેળાનો કૂલ ક્ષેત્રફળ : 4,000 હેક્ટર
- સેક્ટરોની કુલ સંખ્યા : 25
- ઘાટની કુલ લંબાઈ : 12 કિ.મી.
- પાર્કિંગ માટે જગ્યા ફાળવવામાં આવી : 1,850 હેક્ટર
- મેળા ક્ષેત્રફળમાં પાથરવામાં આવેલી ચોકર્ડ પ્લેટોની કુલ લંબાઈ : 488 કિ.મી.
- સ્ટ્રીટ લાઈટની સંખ્યા : 67,000
- શૌચાલયોની કુલ સંખ્યા : 1,50,000
- તંબુઓની કુલ સંખ્યા : 1,60,000
- મફત પથારીઓ : 25,000 લોકો
- પોન્ટૂન બ્રિજની કુલ સંખ્યા : 30
મહા કુંભ મેળો 2025 પ્રયાગરાજમાં શરૂ થઇ ગયો છે. મહા કુંભ મેળો 13 જાન્યુઆરી થી 26 ફેબ્રુઆરી 2025 સુધી ચાલુ રહે છે. જો તમે મહા કુંભ મેળામાં જઇ રહ્યા છે, અહીં ત્રિવેણી સંગમમાં સ્નાન ઉપરાંત પ્રયાગરાજના જોવાલાયક 10 સ્થળોની જાણકારી આપી છે. આ સ્થળોની મુલાકાત વગર પ્રયાગરાજનો પ્રવાસ અધુરો રહેશે. પ્રયાગરાજના જોવાલાયક 10 સ્થલોની જાણકારી માટે અહીં ક્લિક કરો.