મહા કુંભ મેળો 2025 શા માટે ખાસ છે? જાણો ભારતના સૌથી મોટા ધાર્મિક તહેવારની વિશેષતાઓ

મહા કુંભ મેળો 2025 વિશ્વભરમાંથી અંદાજિત 45 કરોડ ભક્તોને આકર્ષવા માટે તૈયાર છે, જે તેને વિશ્વનો સૌથી મોટો માનવ મેળાવડો બનાવે છે. આવો જાણીએ મહત્વ

Written by Haresh Suthar
January 20, 2025 13:11 IST
મહા કુંભ મેળો 2025 શા માટે ખાસ છે? જાણો ભારતના સૌથી મોટા ધાર્મિક તહેવારની વિશેષતાઓ
Mahakumbh 2025 : 13 જાન્યુઆરીથી શરૂ થયેલો મહાકુંભ મેળો 26 ફેબ્રુઆરી સુધી ચાલશે (ફોટો ક્રેડિટ સોશિયલ મીડિયા)

Maha Kumbh 2025: પ્રયાગરાજ ખાતે ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતીના પવિત્ર સંગમ કિનારે મહા કુંભ મેળા 2025નું આયોજન કરવામાં આવ્યું છે, કરોડો ભક્તો અને આધ્યાત્મિક સાધકો નદીમાં પવિત્ર ડૂબકી મારવા અથવા ‘શાહી સ્નાન’ કરવા માટે આતુર છે. આસ્થા અને શ્રધ્ધાના પ્રતિક સમો મહાકુંભ મેળો 2025 ખાસ છે, આવો જાણીએ મહત્વ અને વિશેષતાઓ.

મહાકુંભ મેળોએ માત્ર ધાર્મિક મેળાવડો નથી પરંતુ આસ્થા, સંસ્કૃતિ અને ઈતિહાસનો અનોખો સંગમ છે. મહા કુંભ 2025 ઘણી રીતે ખાસ છે. આસ્થાની સાથોસાથ આ વર્ષે દુર્લભ યોગ રચાયો છે. જે 144 વર્ષમાં એકવાર થાય છે. આનો અર્થ એ છે કે આ મહા કુંભ મેળો આવે તે પહેલા 12 જુદા જુદા કુંભ મેળાઓના 12 ચક્ર પૂર્ણ થયા હતા.

કે.જે.સોમૈયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ધર્મ સ્ટડીઝના એસોસિયેટ પ્રોફેસર અને ઇન-ચાર્જ ડિરેક્ટર ડૉ. પલ્લવી જાંભલે સમજાવે છે કે, 2025નો મહા કુંભ ખાસ છે કારણ કે તે 144 વર્ષમાં એક વખત થતી અવકાશી રૂપરેખાઓ સાથે સંરેખિત છે, જે તેને ભક્તો અને આધ્યાત્મિક સાધકો માટે એક અસાધારણ ઘટના બનાવે છે.

મહા કુંભ મેળો 2025 શા માટે ખાસ છે? જાણો ભારતના સૌથી મોટા ધાર્મિક તહેવારની વિશેષતા | Maha Kumbh Mela 2025: Significance and Special Features of the Biggest Religious Gathering
Mahakumbh 2025: મહાકુંભ 2025 આહલાદક દ્રશ્ય (ફોટો ક્રેડિટ સોશિયલ)

કુંભ મેળો ચાર પવિત્ર સ્થળો – પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિક વચ્ચે પરિભ્રમણમાં દર ત્રણ વર્ષે ઉજવવામાં આવે છે. તે આકાશી રૂપરેખાઓ, ખાસ કરીને સૂર્ય, ચંદ્ર અને ગુરુની હિલચાલ સાથે ઊંડો સંબંધ ધરાવે છે. જો કે, દર 12 વર્ષે પ્રયાગરાજ ખાતે વિશિષ્ટ રીતે યોજાતા મહા કુંભને વધુ નોંધપાત્ર આધ્યાત્મિક પ્રસંગ માનવામાં આવે છે.

2025 માં, મહા કુંભનું મહત્વ દુર્લભ ગ્રહોની ગોઠવણીના સંગમથી વધું છે. પ્રોફેસર જામભાલેના જણાવ્યા મુજબ, અમૃતની પૌરાણિક કથા (અમરત્વનું અમૃત) અને દેવતાઓ અને દાનવો વચ્ચેના વૈશ્વિક યુદ્ધ સાથે કુંભ મેળાના મહત્વને જોડે છે.

માર્ક ટુલી કુંભ મેળાને “એક સાંસ્કૃતિક ઘટના” તરીકે વર્ણવે છે, જે વિવિધ પરંપરાઓ અને પૃષ્ઠભૂમિના લોકોને એક કરવાની તેની શક્તિ પર ભાર મૂકે છે. તે માત્ર એક ધાર્મિક પ્રસંગ નથી પણ એક જીવંત વારસો પણ છે જે ભારતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિવિધતાને દર્શાવે છે.

મહા કુંભ પવિત્ર પાણીમાં સ્નાન કરવાના મહત્વને દર્શાવે છે. જે પાપોને શુદ્ધ કરે છે અને મુક્તિનો માર્ગ મોકળો કરે છે. ભક્તો માને છે કે આ વૈશ્વિક સંરેખણ દરમિયાન મહા કુંભમાં ભાગ લેવાથી તેઓ મોક્ષ, અંતિમ મુક્તિની નજીક લાવે છે.

આ પણ વાંચો । મહાકુંભમાં સ્નાન વખતે કયા મંત્રનું ઉચ્ચારણ કરવાથી શું લાભ થાય છે

2025 માં મહા કુંભ મેળો વિશ્વભરમાંથી અંદાજિત 45 કરોડ ભક્તોને આકર્ષવા માટે તૈયાર છે, જે તેને માનવ ઇતિહાસના સૌથી મોટા મેળાવડો બનાવે છે. આ પ્રસંગ યાત્રાળુઓ માટે સદીઓ જૂની ધાર્મિક વિધિઓમાં ડૂબી જવા, આદરણીય સંતોના પ્રવચનો સાંભળવા અને ભારતના જીવંત આધ્યાત્મિક સિદ્ધાંતોનો અનુભવ કરવાની અનન્ય તક પુરી પાડે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ