દિવાળીના તહેવારો શરુ થઈ ગયા છે અને આજે ધનતેરસનો દિવસ છે. આજના દિવસે લોકો લક્ષ્મીમાતાની પૂજા કરતા હોય છે. આજે લક્ષ્મીમાતાની પૂજા કરવાનું આગવું મહત્વ હોય છે. આજે લક્ષ્મી માતાની પૂજા કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે. આમ આજના દિવસે લોકો લક્ષ્મીમાતાના મંદિરે દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
સામાન્ય રીતે ધનની દેવી લક્ષ્મીની કૃપાને જાળવી રાખવા માટે શુક્રવારે નિયમિત રીતે પૂજા કરવી જોઈએ. તેમજ કેટલાક ઉપાય કરવાથી મા લક્ષ્મીની કૃપા બની રહે છે. મા લક્ષ્મીને ધન અને સમૃદ્ધિની દેવી તરીકે વર્ણવવામાં આવી છે. આ જ કારણ છે કે ભક્તો પૂરા ભાવથી મા ભગવતીની પૂજા કરે છે. દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘણા મંત્રોનો જાપ કરવામાં આવે છે. આજના દિવસે ભક્તો લક્ષ્મી માતાના મંદિરે દર્શન કરવા જાય છે. અને માતા લક્ષ્મીના આશિર્વાદ પ્રાપ્ત કરે છે.
ભક્તો દેવી લક્ષ્મીને અલગ-અલગ રીતે પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે. આ દિવસે દેવી લક્ષ્મીની યોગ્ય પૂજા કરવાથી લોકોના જીવનમાં ધનની કમી દૂર થાય છે. તેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. કારણ કે જે ઘરમાં માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે, તેમની બધી મુશ્કેલીઓથી દૂર થઈ જાય છે. મુંબઈમાં વસેલા માતા લક્ષ્મીનો અનેરો મહિમા છે. ત્યારે હજારો ભક્તો લક્ષ્મી માતાના મંદિરે દર્શન કરવા પહોંચે છે ત્યારે અમે અહીં તમને ઘરે બેઠા લક્ષ્મી માતાના દર્શન કરાવીશું.