scorecardresearch

ઉજ્જૈનમાં મહાકાલ મંદિરઃ હિન્દુધર્મમાં આ મંદિરનું વિશેષ મહત્વ કેમ છે?

Mahakal Lok corridor: મહાકાલ ઉપરાંત આ જ્યોતિર્લિંગમાં ગુજરાતમાં સોમનાથ અને નાગેશ્વર, આંધ્ર પ્રદેશમાં મલ્લિકાર્જુન, મધ્ય પ્રદેશમાં ઓમકારેશ્વર, ઉત્તરાખંડમાં કેદારનાથ, મહારાષ્ટ્રમાં ભીમાશંકર, ત્ર્યંબકેશ્વર અને ગ્રિશનેશ્વર, વારાણસીમાં વિશ્વનાથ, ઝારખંડમાં બૈધ્યનાથ અને તમિલનાડુમાં રામેશ્વરનો સમાવેશ થાય છે.

ઉજ્જૈનમાં મહાકાલ મંદિરઃ હિન્દુધર્મમાં આ મંદિરનું વિશેષ મહત્વ કેમ છે?
મહાકાલ લોક કોરિડોર

વારાણસીમાં વિશ્વનાથ મંદિર અને ઉત્તરાખંડમાં કેદારનાથ મંદિર બાદ મહાકાલ મંદિર પ્રમુખ ઉત્કર્ષ અભ્યાસ માટે ત્રીજું જ્યોતિર્લિંગ સ્થળ છે. 800 કરોડ રૂપિયાના ખર્ચે બનેલું મહાકાલ કોરિર્ડોર કાશી વિશ્વનાથ કોરિડોરથી આકારમાં ચાર ગણું મોટું છે. જેનું ઉદ્ઘાટન પીએમ મોદીએ ગત વર્ષના અંતમાં કર્યું હતું.

પુરાણોમાં કહેવાય છે કે ભગવાન શિવે પ્રકાશના એક અનંત સ્તંભ તરીકે દુનિયાને વિંધી હતી. જેને જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે. ભારતમાં 12 જ્યોતિર્લિંગ છે. જેને શિવનું એક રૂપ માનવામાં આવે છે. મહાકાલ ઉપરાંત આ જ્યોતિર્લિંગમાં ગુજરાતમાં સોમનાથ અને નાગેશ્વર, આંધ્ર પ્રદેશમાં મલ્લિકાર્જુન, મધ્ય પ્રદેશમાં ઓમકારેશ્વર, ઉત્તરાખંડમાં કેદારનાથ, મહારાષ્ટ્રમાં ભીમાશંકર, ત્ર્યંબકેશ્વર અને ગ્રિશનેશ્વર, વારાણસીમાં વિશ્વનાથ, ઝારખંડમાં બૈધ્યનાથ અને તમિલનાડુમાં રામેશ્વરનો સમાવેશ થાય છે.

મહાકાલ દક્ષિણ દિશા તરફ મુખ ધરાવતું એકમાત્ર જ્યોતિર્લિંગ છે. જ્યારે અન્ય જ્યોતિર્લિંગોના મુખ પૂર્વ દિશા તરફ છે. આવું એટલા માટે છે કે મૃત્યુની દિશા દક્ષિણ માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે અકાલ મૃત્યુથી બચવા માટે લોકો મહાકાલેશ્વરની પૂજા કરે છે.

એક સ્થાનિક દંતકથામાં કહેવા છે કે એકવાર ચંદ્રસેન નામનો એક રાજા હતો. જેણે ઉજ્જૈન ઉપર શાસન કર્યું હતું. જે શિવ ભક્ત હતો. ભગવાન પોતાના મહાકાલ સ્વરૂપમાં પ્રગટ થયા અને તેના શત્રુઓનો નાશ કર્યો હતો. પોતાના ભક્તોના અનુરોધ પર ભગવાન શિવે શહેરમાં જ નિવાસ કર્યો હતો. શિવને પ્રમુખ દેવતા બનાવવા માટે બધા સહમત થયા હતા.

મહાકાલ મંદિરનો ઉલ્લેખ અનેક પ્રાચીન ભારતીય કાવ્ય ગ્રંથોમાં પણ મળે છે. ચોથી શતાબ્દીમાં રચિત મેઘદૂતમ (પૂર્વ મેઘ)ના પ્રારંભિક ભાગમાં કાલિદાસ મહાકાલ મંદિરનું વિવર આપે છે. ઉજ્જૈન શહેર પણ હિન્દુ શાસ્ત્રો ને સીખવા માટે પ્રાથમિક કેન્દ્ર પૈકી એક હતું. જે છઠ્ઠી અથવા સાતમી શદી ઈસા પૂર્વમાં અવંતિકા કહેવાતું હતું. બાદમાં બ્રહ્મગુપ્ત અને ભાશ્કરાચાર્ય જેવા ખગોળિય વિદો અને ગણિતજ્ઞોએ ઉજ્જૈનને પોતાનું ઘર બનાવ્યું હતું.

આ ઉપરાંત સૂર્યના સિદ્ધાંત અનુસાર ભારતીય ખગોળ વિજ્ઞાન ઉપર સૈથી પહેલા ઉપલબ્ધ ગ્રંથોમાં એક ચોથી શદીમાં ઉજ્જૈન ભૌગોલિક રૂપથી એક એવા સ્થાન ઉપર સ્થિત છે. જ્યાં દેશાંતરનું શૂન્ય મેરિડિયન અને કર્ક રેખા પ્રતિચ્છેદ કરે છે. આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને ઉજ્જૈનું આ મંદિર કોઈના કોઈ પ્રકારે સમય અને સ્થાન સાથે જોડાયેલું છે. મુખ્ય શિવ મંદિર સમયના સ્વામી મહાકાલને સમર્પિત છે. 18મી સદીમાં મહારાજા જય સિંહ દ્વિતિય દ્વારા અહીં એક વેધશાળાનું પણ નિર્માણ કરાવવામાં આવ્યું હતું. જેને વેદશાળા અથવા જંતર મંતરના રૂપમાં માનવામાં આવે છે. જેને ખગોળીય ઘટનાઓને માપવા માટે 13 વાસ્તુશિલ્પ ઉપકરણનો સમાવેસ થાય છે.

કહેવામાં આવે છે કે મધ્યકાલમાં ઇસ્લામીક શાસકોએ અહીં નમાઝ અદા કરવા માટે પુજારીઓને ચંદો આપ્યો હતો. 13મી શતાબ્દીમાં ઉજ્જૈન ઉપર પોતાની છાપ દરમિયાન તુર્ક શાસક શ્મસ-ઉદ-દ્દીન ઇલ્તુતમિશ દ્વારા મંદિર પરિસરને નષ્ટ કરવામાં આવ્યું હતું. અત્યારના પાંચ માળના ઢાંચાનું નિર્માણ મરાઠા સેનાપતિ રાનોજી શિંદેએ 1734માં ભૂમિજા, ચાલુક્ય અને મરાઠા વાસ્તુકલાની શૈલીમાં કર્યું હતું. એક સદી બાદ સિંધિયાઓ દ્વારા આ સમયે સંગમરમરના રસ્તાઓને સુધરાવ્યા હતા

Web Title: Mahakal lok corridor mahakaleshwar ujjain history madhya pradesh

Best of Express