scorecardresearch

‘મહાકાલ’ની નગરી છે ઉજ્જૈન – હરિસિદ્ધિ માતા, કાળભૈરવ અને ભૂખીમાતા મંદિરોના રહસ્યો વાંચો

mahakal temple ujjain history : સપ્ત મોક્ષ (shipra river) નગરીઓમાં સ્થાન મેળવનાર ઉજ્જૈન (ujjain)ને મંદિરોની નગરી કહેવાય છે. અહીયાં આવેલા દરેક મંદિરનું વિશેષ મહાત્મય અને રહસ્ય છે.

‘મહાકાલ’ની નગરી છે ઉજ્જૈન – હરિસિદ્ધિ માતા, કાળભૈરવ અને ભૂખીમાતા મંદિરોના રહસ્યો વાંચો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉજ્જૈન (ujjain)ના મહાકાલેશ્વર જ્યોર્તિલિંગ મંદિર (mahakaleshwar jyotirlinga temple) પરિસરમાં ‘મહાકાલ લોક કોરિડોર’ (mahakal lok corrido) નું લોકાર્પણ કર્યુ છે. આ ‘મહાકાલ લોક’ 856 કરોડ રૂપિયાના ખર્ચ વિકસાવવામાં આવ્યુ છે. ‘મહાકાલ લોક’ના લોકાર્પણથી ઉજ્જૈન આવતા દર્શનાર્થીઓની સંખ્યામાં અનેકગણો વધારો થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

હિન્દુ ધર્મની સપ્ત મોક્ષ નગરીઓમાં ઉજ્જૈનની ગણતરી થાય છે તેને કાશીની જેમ મંદિરોની નગરી કહેવામાં આવે છે. ઉજ્જૈનમાં હજારો વર્ષો ઘણા જૂના મંદિરો આવેલા છે જેના ચમત્કારો અને રહસ્યો આજ સુધી જાણી શકાય નથી. આવા ચમત્કારો અને રહસ્યો જ લોકોને ઉજ્જૈનમાં આકર્ષી લાવે છે. ઉજ્જૈનમાં દર 12 વર્ષે યોજાતા કુંભમેળાનું પણ અનેરું મહાત્મય છે. ચાલો જાણીયે ઉજ્જૈનના પ્રસિદ્ધ મંદિરો અને ઓછા પ્રખ્યાત મંદિરોની કહાણી….

મહાકાલેશ્વર મંદિર - કાળના દેવતા એટલે ‘મહાકાલ’

ઉજ્જૈનમાં સ્વયંભૂ 12 જ્યોર્તિલિંગ પૈકીનું એક મહાકાલેશ્વર મંદિર (mahakaleshwar 0temple) આવેલુ છે. મહાકાલ એટલે ‘કાળના દેવતા’ એવો અર્થ થાય છે. મહાકાલ ભગવાનને ઉજ્જૈનના રાજ માનવામાં આવે છે. આ મંદિરમાં દરરોજ વહેલી સવારે યોજાતી ભસ્મ આરતીનું બહું જ મહત્વ છે. આ મંદિરમાં બારેય મહિને મહિને ભક્તોની ભીડ હોય છે તેમાંય મહાશિવરાત્રી અને શ્રાવણ મહિનમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે. શ્રાવણ મહિનાના ચાર સોમવાર અને ભાદરવા મહિનાના પ્રથમ બે સોમવારે નીકળતી ભગવાન મહાકાલની શાહી સવારી જોવા દૂર દૂરથી ભક્તો આવે છે.

માતા હરસિદ્ધિ મંદિર - મનોકામના સિદ્ધિ કરાવે તે ‘હરસિદ્ધિ’

મહાકાલ મંદિરથી થોડેક દૂર હરસિદ્ધિ માતાનું મંદિર (harsiddhi mata temple) આવેલુ છે. આ મંદિરની ગણતરી 51 શક્તિપીઠમાં થાય છે, અહીયા માતા સતિની હાથની કોણી પડી હોવાની માન્યતા છે. મહાકાલની સાથે મહાકાળી એટલે હરસિદ્ધ માતા બિરાજમાન હોવાથી ઉજ્જૈનનું ઘણું મહત્વ છે. હરસિદ્ધિ માતા ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યની કુળદેવી છે. હરસિદ્ધિ માતાના મંદિર પરિસરમાં બે ઉંચા દીપસ્તંભ આવેલા છે, ભક્તો પોતાની મનોકામના પૂર થતા આ દીપસ્તંભ પર દીવા પ્રગટવા છે. ઉપરાંત આ મંદિરમાં હજારો વર્ષોથી અખંડ જ્યોતિ પ્રગટી રહી છે.

કાળ ભૈરવ મંદિર - કાળ પણ જેનાથી ડરે તે ‘કાળ ભૈરવ’

ઉજ્જૈનનું કાળ ભૈરવ મંદિર (kal bhairav temple) ઘણા ચમત્કારો અને રહસ્યો ધરાવે છે કારણ કે આ મંદિરમાં રહેલી કાળ ભૈરવની વિશાળ પ્રતિમાને દારુનો પ્રસાદ ચઢાવવામાં આવે છે. અહીંયા કાળ ભૈરવની મૂર્તિ દારૂ પીતી હોવાથી મોટી ભક્તો સંખ્યામાં દર્શન કરવા આવે છે. ભારતમાં કાળભૈરવના બે મંદિરો સૌથી વધુ પ્રસિદ્ધ છે જેમાં કાશીનું કાળ ભૈરવ મંદિર અને બીજું ઉજ્જૈનનું કાળ ભૈરવ છે.

ચિંતામણ ગણેશ - ભક્તોની ચિંતા દૂર કરનાર ગણેશ

ઉજ્જૈનનું ચિંતામણ ગણેશ મંદિર (chintamani ganesh temple) પણ ઘણું મહત્વ ધરાવે છે. આ મંદિરે બુધવારે અને દરેક મહિનાની ચોથની તિથિએ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. અહીંયા દર્શન કરવાથી ભક્તોની ચિંતા દૂર થતી હોવાથી આ મંદિરને ચિંતામરણ ગણેશ કહેવાય છે.

ગઢ કાલિકા મંદિર - કાલીદાસના આરાધ્યા દેવી

ઉજ્જૈનમાં ગઢ કાલિકા માતાનું મંદિર (garh kalika mata temlpe) આવેલુ છે. આ મંદિરનો સંસ્કૃત ભાષાના મહાન કવિ કાલિદાસ સાથે સંબંધ છે. કવિ કાલિદાસ માતા ગઢ કાલિકાના પરમ ઉપાસક હતા અને તેમની કૃપાથી જ તેમને વિદ્યા પ્રાપ્તિ થઇ હોવાનું મનાય છે. અહીંયા નવરાત્રીમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શને કરવા આવે છે.

મંગલનાથ મંદિર - મંગળ ગ્રહનું જન્મ સ્થળ

મંગલનાથ મંદિર નવ ગ્રહો પૈકીના એક નવગ્રહને સમર્પિત છે. આ સ્થળને મંગળ ગ્રહનું જન્મ સ્થાન માનવામાં આવે છે અને અહીં મંગળ ગ્રહની પૂજા-અર્જના કરવાથી મંગળ ગ્રહ દોષ દૂર થતા હોવાની માન્યતા છે. અહીંયા મંગળનાથની રાંધેલા ભાતથી થતી વિશેષ પૂજાનું વિશેષ મહત્વ છે. આ મંદિરમાં મંગલનાથને શિવલિંગના સ્વરૂપમાં જ પૂજવામાં આવે છે.

સાંદિપની ઋષિનો આશ્રમ -જ્યાં ભગવાન કૃષ્ણ અને બલરામે વિદ્યાભ્યાસ કર્યો

ઉજ્જૈન શૈવ સંપ્રદાયની સાથે સાથે વૈષ્ણવ સંપ્રદાય માટે પણ આસ્થાનું કેન્દ્ર છે, અહીંયા સાંદિપની ઋષિનું આશ્રમ આવેલુ છે, આ એ જ સ્થળ છે જ્યાં કૃષ્ણ તેમના ભાઇ બલરામ સાથે વિદ્યાભ્યાસ કર્યો હતો. ઉપરાંત મહાપ્રભૂજીની 84 બેઠકો પૈકીની એક બેઠક આ આશ્રમમાં હોવાથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે.

ભર્તુહરિ ની ગુફા - રાજા ભર્તુહરિનું સાધના સ્થળ

રાજા ભર્તુહરિ એ ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યના મોટા ભાઇ હતા. તેમણે રાજાપાઠ ત્યાગીને સન્યાંસ લીધા બાદ ઉજ્જૈનમાં જ સાધના કરી હતી. આ ગુફાઓ એ જ સ્થળ છે જ્યાં રાજા ભર્તુહરિએ તપસ્યા-સાધાન કરી હતી. અહીંયા એક ઉંચા પહાડ ઘણી ગુફાઓ આવેલી છે જ્યાં વર્ષોથી અખંડ ધુણો પ્રગટાવેલો છે અને આ ગુફાઓમાં બહુ જ અંધારું છે. ભક્તો માટે ભર્તુહરિની ગુફાના દર્શન એક રોમાંચક અનુભવ બની રહે છે.

ભૂખી માતા મંદિર - અહીંયા માતાજી ‘નરબલિ’ લેતી હોવાની માન્યતા

ભૂખી માતાનું મંદિર આમ તો નાનું અને સામાન્ય છે જો કે તેના વિશેનો ઇતિહાસ બહું જ રોમાંચક છે. ઉજ્જૈનમાં ભૂખી માતાનું મંદિર ક્ષિપા નદીના સામેના કિનારે આવેલુ છે. આ મંદિર ક્ષિપા નદીને એકદમ અડીને આવેલુ છે અને અહીંયા નદીમાં નાહ્વાની કડક મનાઇ છે. કારણ કે એવું માનવામાં આવે છે આ મંદિરના કિનારે નદીમાં નાહનાર વ્યકિતનો ભોગ લેવાય છે. આ મંદિરમાં સિંદૂરનો શણગાર કરેલી માતાજીની બે મુર્તિ છે. અહીંયા માતાજી ‘નરબલિ’ લેતી હોવાની માન્યતા છે.

ગોપાલ મંદિર - ચાંદીના દરવાજા સૌથી મોટું આકર્ષણ છે

ગોપાલ મંદિર એ ભગવાન કૃષ્ણને સમર્પિત મંદિર છે. આ મંદિર ઉજ્જૈનના ગીચ વિસ્તારમાં આવેલુ છે. આ મંદિરનું નિર્માણ 1833ની આસપાસ મહારાજા દૌલતરાવ સિંધિયાની મહારાણી બાયજા બાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. મંદિરમાં કૃષ્ણ (ગોપાલ)ની પ્રતિમા છે. મંદિરના ચાંદીના દરવાજા અહીંનું સૌથી મોટું આકર્ષણ છે.

Web Title: Mahakal temple ujjain history pm modi inaugurates mahakal lok corrido

Best of Express