પુષ્ટિ માર્ગના સ્થાપક શ્રી વલ્લભાચાર્યજીનો આજે 547મો પ્રાગટ્ય ઉત્સવ છે. વિશ્વને વૈષ્ણવતાનો દિવ્ય સંદેશ આપનાર શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યનો પ્રાક્ટય ઉત્સવ આજે દેશભરમાં ઉજવાશે. તેમનું પાક્ટય વિક્રમ સંવત 1535 ચૈત્ર વદી એકાદશીએ ગુરુવારે હાલના છત્તીસગઢ ચંપારણ્યમાં થયું હતું. આ જ દિવસે શ્રીનાથજીબાવાનું મુખારવિંદ પ્રાક્ટય જતીપુરામાં ગિરિરાજ (ગોવર્ધન પર્વત) ઉપર વ્રજમાં થયું હતું. પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ શ્રી કૃષ્ણની કૃપા મેળવવાનો સરળ માર્ગ શ્રી વલ્લભે જગતને આપ્યો છે. આજે દેશભરમાં કરોડો વૈષ્ણવો પુષ્ટિ માર્ગમાં છે. શ્રી મહાપ્રભુજીએ આપેલો ”શ્રી કૃષ્ણ: શરણં મમ્”નો મંત્ર આજે ઘરે-ઘરે ગુંજન કરે છે.
શ્રીજી બાવાએ વ્રજમાં (ઠકુરાણી ઘાટ) ગોકુળમાં સાક્ષાત પ્રકટ થઈ દર્શન આપી શ્રી વલલભને વચન આપ્યું કે તમો જીવને બ્રમ સંબંધ આપો. વૈષ્ણવતા નો અમર મંત્ર શ્રીજીબાવાએ શ્રી વલ્લભને આપ્યો હતો. આવો દિવ્ય મંત્રશ્રીજીબાવાએ શ્રી વલ્લભને આપ્યો અને તે દ્વારા આજે પુષ્ટિમાર્ગનો ધ્વજ ચારેબાજુ ફેલાઈ રહ્યો છે.
બ્રહ્મસંબંધ દીક્ષાનો મંત્ર
(અસંખ્ય વર્ષોનો સમય વીતી જતાં થયેલા ભગવાનના વિયોગને લઈ થવા જોઈતા તાપ-ક્લેશ અને આનંદનો જેમાં તિરોભાવ થયો છે એવો હું (આ જીવ) દેહ-ઇંદ્રિય-પ્રાણ-અંત:કરણ અને ધર્મો તેમજ સ્ત્રી-ઘર-પુત્ર-સગાં-સંપત્તિ-ઐહિક અને પારલૌકિક સર્વ કાંઈ આત્માસહિત સમર્પિત કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ, હું આપનો છું.)
બેઠક એ ભારતમાં હિંદુ ધર્મની વૈષ્ણવ પરંપરાના પુષ્ટિ માર્ગ સંપ્રદાયના અનુયાયીઓ માટેનું પવિત્ર યાત્રાસ્થાન ગણાય છે. આ સ્થળો પુષ્ટિ માર્ગનાં સ્થાપક વલ્લભાચાર્ય અને તેના વંશજો સાથે સંલગ્ન છે. આ સ્થાનો આમ તો આખા ભારતમાં ફેલાયેલા છે પણ ઉત્તરપ્રદેશના વ્રજક્ષેત્ર તથા પશ્ચિમી રાજ્ય ગુજરાતમાં વધુ પ્રમાણમાં કેન્દ્રીત થયેલાં છે. ભારતભરમાં વલ્લભાચાર્યજીની 84 અને તેમના પુત્ર વિઠ્ઠલનાથ ગુંસાઈજીની 28 પવિત્ર બેઠકજી બિરાજે છે.





