Mahashivratri 12 jyotirlinga live darshan : મહાશિવરાત્રિનો પવિત્ર દિવસ ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિના દિવસે ઉજવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. આ વર્ષે મહાશિવરાત્રિ 18 ફેબ્રુઆરી ઉજવાય છે. આ દિવસે જે વ્રત રાખીને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે. ગુજરાત સહિત દેશમાં આવેલા 12 જ્યોતિર્લિંગો ધરાવા મંદિરોમાં શિવ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે.
જ્યોતિર્લિંગ સ્થળ
12 જ્યોતિર્લિંગ સ્થળ
- સોમનાથ પ્રભાસપટ્ટન – સોમનાથ, ગુજરાત.
- મલ્લિકાર્જુન – શ્રીશૈલમ, આંધ્ર પ્રદેશ
- મહાકાલ – ઉજ્જૈન, મધ્ય પ્રદેશ
- ઓમકાર / અમલેશ્વર ઓમકાર – માંધાતા, મધ્યપ્રદેશ
- કેદારનાથ – ઉત્તરાખંડ
- ભીમાશંકર – પુણે, મહારાષ્ટ્ર.
- વિશ્વેશ્વર – વારાણસી, ઉત્તર પ્રદેશ
- ત્ર્યંબકેશ્વર – નાસિક, મહારાષ્ટ્ર
- વૈદ્યનાથ – બીડ, મહારાષ્ટ્ર
- નાગેશ – દ્વારકા, ગુજરાત
- રામેશ્વર- તમિલનાડુ.
- ઘૃષ્ણેશ્વર – ઔરંગાબાદ, મહારાષ્ટ્ર.