મહાશિવરાત્રી : ધનમાં વૃદ્ધિ અને સુખ માટે કરો આ મહાઉપાય, ભોલેનાથની રહેશે અસીમ કૃપા

Mahashivratri 2024 : મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે જે વ્યક્તિ આ દિવસે વ્રત કરીને ભગવાન શિવની પૂજા કરે છે તેમની બધી જ ઈચ્છાઓ પૂરી થાય છે.

Written by Ashish Goyal
March 06, 2024 21:34 IST
મહાશિવરાત્રી : ધનમાં વૃદ્ધિ અને સુખ માટે કરો આ મહાઉપાય, ભોલેનાથની રહેશે અસીમ કૃપા
મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે

Mahashivratri 2024 : વૈદિક પંચાંગ અનુસાર મહા વદ પક્ષના ચૌદસના રોજ મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે, જે આ વર્ષે 8 માર્ચના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે જે વ્યક્તિ આ દિવસે વ્રત કરીને ભગવાન શિવની પૂજા કરે છે તેમની બધી જ ઈચ્છાઓ પૂરી થાય છે. આ સાથે જ મહાશિવરાત્રિ પર શિવયોગ, સિદ્ધ યોગ, ગજકેસરી યોગ, ધન યોગ અને સર્વાર્થ સિદ્ધિ નામના શુભ યોગ પણ બની રહ્યા છે, જેમાં ઉપાયો સિદ્ધ થાય છે. આવી સ્થિતિમાં અમે અહીં જણાવવા જઈ રહ્યા છીએ કે એવા કયા ઉપાયો છે કે જે કરવાથી ભોલેનાથ ખુશ થઈ શકે છે. સાથે જ ધનલાભ પણ મેળવી શકો છો. આવો જાણીએ કયા કયા છે આ ઉપાયો.

આર્થિક સ્થિતિ થાય છે મજબૂત

જો તમારી આર્થિક સ્થિતિ સારી ન હોય તો મહાશિવરાત્રિ પર ગંગા જળ અને કાળા તલને મિક્સ કરીને શિવલિંગનો અભિષેક કરવો જોઈએ. આમ કરવાથી કુંડળીમાં હાજર શનિ દોષથી મુક્તિ મળે છે. સાથે આર્થિક સ્થિતિમાં સુધરો થાય છે.

મા લક્ષ્મી થાય છે પ્રસન્ન

જો તમારા જીવનમાં દરિદ્રતા રહી હોય અને જીવનમાં સુખ-સમૃદ્ધિનો અભાવ રહેતો હોય તો તમારે મહાશિવરાત્રીએ નાનું પારદ (પારા) શિવલિંગ લાવીને ઘરના મંદિરમાં સ્થાપિત કરવું જોઈએ. શિવરાત્રીથી શરૂ કરીને દરરોજ તેની પૂજા કરો. આમ કરવાથી તમને મા લક્ષ્મીના આશીર્વાદ મળશે. સાથે જ ગરીબી દૂર થશે.

આ પણ વાંચો – મહાશિવરાત્રિ પર ભસ્મ લગાવવાથી ભોલેનાથ થાય છે પ્રસન્ન, ઘરે શિવ ભસ્મ બનાવાની રીત

મનોકામના પૂર્તિ માટે

જો તમારા કોઈ કામ બની રહ્યા નથી તો તમારે એક લાલ કપડામાં ચોખા નાખીને શિવલિંગને અર્પિત કરવા જોઈએ. આમ કરવાથી ધનમાં વધારો થાય છે. તેમજ તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. પરંતુ ધ્યાન રાખો કે ભગવાન શિવની પૂજા તુટેલા અક્ષત પ્રયોગથી ના કરવી જોઈએ.

ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે

જો તમારા જીવનમાં ભૌતિક સુખોનો અભાવ હોય તો તમે લોકો મહાશિવરાત્રિ પર શિવલિંગ પર જળમાં જવ મિશ્રિત કરીને ચઢાવો. આમ કરવાથી ભૌતિક સુવિધાઓ વધે છે અને પૂર્વજો પણ ખુશ રહે છે.

આરોગ્યની પ્રાપ્તિ માટે

મહાશિવરાત્રીના દિવસે શિવલિંગની સામે બેસીને મહામૃત્યુંજય મંત્રના 108 વખત જાપ કરો.

(Disclaimer : આ લેખમાં આપેલી કોઈપણ માહિતી સાચી હવાની અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેની સાચી કે સત્ય સાબિત કરવાનો નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી.)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ