Mahashivratri 2025: મહાશિવરાત્રી પર આ 5 વસ્તુ ઘરે લાવવી શુભ, ભગવાન શિવના આશીર્વાદ મળશે

Mahashivratri 2025 Astrology Tips : હિન્દુ પંચાગ અનુસાર આ વર્ષે મહાશિવરાત્રી 26 ફેબ્રુઆરી, બુધવારે ઉજવવામાં આવશે. જો તમે ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માંગો છો, તો આ દિવસે ચીજ લાવવી શુભ હોય છે અને ઘરમાં સુખ, શાંતિ અન સમૃદ્ધિનો વાસ થાય છે.

Written by Ajay Saroya
February 08, 2025 12:14 IST
Mahashivratri 2025: મહાશિવરાત્રી પર આ 5 વસ્તુ ઘરે લાવવી શુભ, ભગવાન શિવના આશીર્વાદ મળશે
Mahashivratri 2025 Date Tithi: મહાશિવરાત્રી દર વર્ષે માહ વદ ચૌદશ તિથિ પર ઉજવાય છે. (Photo: Freepik)

Mahashivratri 2025 Date Tithi: હિન્દુ પંચાંગ અનુસાર મહાશિવરાત્રી દર વર્ષે માહ વદ ચૌદશ તિથિ પર ઉજવવામાં આવે છે. આ વર્ષે મહા શિવરાત્રી 26 ફેબ્રુઆરીએ મનાવવામાં આવશે. મહાશિવરાત્રી ભગવાન શિવને સમર્પિત છે. મહાશિવરાત્રીનું મહત્વ એટલું મોટું છે કે આ દિવસે ભગવાન શિવ પૃથ્વી પર હોય છે દરેક શિવલિંગમાં બિરાજમાન હોય છે, તેથી આ દિવસે ભગવાન શંકરની પૂજા કરવાથી અનેક ગણું વધારે ફળ મળે છે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો તમે પણ આ દિવસે ભોલેનાથના આશીર્વાદ મેળવવા માંગો છો તો આ દિવસે અમુક શુભ વસ્તુઓ ખરીદી ઘરે લાવી શકો છો. એવું કહેવામાં આવે છે કે આ વસ્તુઓ ઘરે લાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. આ સાથે જ તમારા જીવનની તમામ મુશ્કેલીઓનો અંત આવી જાય છે. ચાલો આપણે જાણીએ કે મહાશિવરાત્રી પર કઇ ચીજો ઘરે લાવવી શુભ હોય છે.

પારદ શિવલિંગ

મહાશિવરાત્રીના દિવસે પારદ શિવલિંગ ઘરે લાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા મુજબ પારદ શિવલિંગ ઘરમાં રાખવાથી વાસ્તુ દોષ, કાલસર્પ દોષ અને પિત્ર દોષ માંથી મુક્તિ મળે છે. તેનાથી ઘરમાં સુખ-શાંતિ પણ આવે છે અને ભગવાન શિવના વિશેષ આશીર્વાદ મળે છે.

રુદ્રાક્ષ

રુદ્રાક્ષ ભગવાન શિવનું પ્રતિક માનવામાં આવે છે. કહેવાય છે કે જે ઘરમાં રુદ્રાક્ષ મૂકવામાં આવે છે, ત્યાં ભોલેનાથના આશીર્વાદ વરસે છે. આવી સ્થિતિમાં મહાશિવરાત્રિના દિવસે તે ખરીદી ઘરે લાવવું શુભ હોય છે. તે ઘરમાં રાખવાથી રોગ, દુઃખ અને દોષ દૂર થાય છે. આ સાથે જ રુદ્રાક્ષથી ભગવાન શિવના આશીર્વાદ મળે છે અને જીવનમાં સુખ-સંપત્તિ વધે છે.

તાંબાનો કળશ

મહાશિવરાત્રીના દિવસે તાંબાનો કળશ ખરીદીને ઘરે લાવવું શુભ હોય છે. તેનાથી ઘરમાં સુખ શાંતિ અને ખુશીઓ આવે છે. ખાસ કરીને શિવલિંગ પર તાંબાના કળશ વડે જળ ચઢાવવું ખૂબ ફાયદાકારક છે.

શિવ પરિવારની તસવીર

મહાશિવરાત્રિ પર શિવ પરિવારની તસવીર ઘરે લાવવાથી પરિવારમાં ખુશી અને પ્રેમ વધે છે. આ તસવીરમાં ભગવાન શિવ, માતા પાર્વતી, ભગવાન ગણેશ, ભગવાન કાર્તિકેય, નંદી અને વાસુકીની તસવીર હોવી જોઈએ. ઘરમાં શિવ પરિવારની તસવીર રાખવાથી તેની કૃપા પરિવાર પર રહે છે.

વાહનો અને ચાંદી

મહાશિવરાત્રીને અબૂઝ મુહૂર્ત માનવામાં આવે છે, એટલે કે આ દિવસે ભય વગર કોઈ પણ નવું કામ કરી શકાય છે. નવું વાહન કે ચાંદીની કોઈ વસ્તુ ખરીદવી અતિ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્ર કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ