Mahashivratri 2025 Upay: મહાશિવરાત્રિ ભગવાન શંકરનો સૌથી મોટો તહેવાર છે. વૈદિક પંચાંગ અનુસાર, મહાશિવરાત્રિ મહા વદ તેરસ તિથિ પર ઉજવવામાં આવે છે. આ વખતે 26 ફેબ્રુઆરી, 2025 બુધવારના રોજ મહાશિવરાત્રિ ઉજવાશે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. સાથે જ એવું પણ માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ દિવસે વ્રત કરીને ભગવાન શિવની પૂજા કરે છે. તેમની બધી જ ઈચ્છાઓ પૂરી થાય છે. મહાશિવરાત્રિ પર ભગવાન શંકરની પૂજા કરતી વધુ અમુક ઉપાય કરવાથી ધન, સંપત્તિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થયા છે અને સંતાન પ્રાપ્તિનું ફળ મળી શકે છે.
આર્થિક સ્થિતિ મજબૂત કરવા
જો તમારી આર્થિક સ્થિતિ સારી ન હોય તો મહાશિવરાત્રિ પર ગંગા જળ અને કાળા તલ મિક્સ કરીને શિવલિંગ પર અભિષેક કરવો જોઈએ. આમ કરવાથી કુંડળીમાં હાજર શનિ દોષ માંથી છુટકારો મળે છે. સાથે જ આર્થિક સ્થિતિ સુધરે છે.
દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા
જો તમારા જીવનમાં દરિદ્રતા હોય અને જીવનમાં સુખ-સમૃદ્ધિનો અભાવ હોય તો તમારે મહાશિવરાત્રિ પર નાનું પારદ (પારા) શિવલિંગ લાવીને ઘરના મંદિરમાં સ્થાપિત કરવું જોઈએ. શિવરાત્રીથી શરૂ કરીને દરરોજ તેની પૂજા કરો. આમ કરવાથી તમને દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થશે. સાથે જ ગરીબી દૂર થશે.
ઈચ્છાપૂર્તિ માટે
જો તમે કોઈ કામ નથી થઇ રહ્યા તો તમારે લાલ કપડામાં ચોખા રાખી શિવલિંગને અર્પિત કરવા જોઈએ. આમ કરવાથી ધનમાં વધારો થાય છે. તેમજ તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. પરંતુ ધ્યાન રાખો કે ભગવાન શિવની પૂજામાં તૂટેલા ચોખાનો ઉપયોગ કરવો નહીં.
ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે
જો તમારા જીવનમાં ભૌતિક સુખનો અભાવ હોય તો મહાશિવરાત્રિ પર શિવલિંગ પર જળમાં જવ મિક્સ કરી અભિષેક કરો. આમ કરવાથી ભૌતિક સુવિધાઓ વધે છે અને પિૃતઓ પણ પ્રસન્ન થાય છે.
આ પણ વાંચો | શિવલિંગ પર બીલીપત્ર કેવી રીતે અર્પણ કરવું? જાણો મહાશિવરાત્રીની પૂજા વિધિ
સારા આરોગ્ય માટે
મહાશિવરાત્રિના દિવસે શિવલિંગની સામે બેસીને મહામૃત્યુંજય મંત્ર – ૐ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવબંધનાન મૃત્યોર્મુક્ષીય મામૃતાત – 108 વખત જાપ કરો.





