મહાશિવરાત્રી અને માસિક શિવરાત્રી વચ્ચે શું અંતર છે? અહીં જાણો બન્ને વચ્ચેનો તફાવત અને મહત્વ

Mahashivratri 2025 : આ વર્ષે મહાશિવરાત્રીનો પાવન પર્વ 26 ફેબ્રુઆરી 2025ના રોજ ઉજવવામાં આવશે. લોકો મહાશિવરાત્રી અને શિવરાત્રિને લઈને મુંઝવણમાં મુકાઈ જાય છે. ઘણા લોકો વિચારે છે કે બંને એક જ છે, જ્યારે હકીકતમાં તેઓ અલગ છે

Written by Ashish Goyal
Updated : February 14, 2025 18:51 IST
મહાશિવરાત્રી અને માસિક શિવરાત્રી વચ્ચે શું અંતર છે? અહીં જાણો બન્ને વચ્ચેનો તફાવત અને મહત્વ
Mahashivratri 2025 : આ વર્ષે મહાશિવરાત્રીનો પાવન પર્વ 26 ફેબ્રુઆરી 2025ના રોજ ઉજવવામાં આવશે

Mahashivratri 2025 : આ વર્ષે મહાશિવરાત્રીનો પાવન પર્વ 26 ફેબ્રુઆરી 2025ના રોજ ઉજવવામાં આવશે. આ વખતે મહાશિવરાત્રીનું મહત્વ એટલા માટે વધુ વધી ગયું છે કારણ કે આ દિવસે મહાકુંભનું અંતિમ શાહી સ્નાન પણ થશે. શિવભક્તો માટે આ દિવસ ખૂબ જ ખાસ હોય છે, પરંતુ ઘણી વખત લોકો મહાશિવરાત્રી અને શિવરાત્રિને લઈને મુંઝવણમાં મુકાઈ જાય છે. ઘણા લોકો વિચારે છે કે બંને એક જ છે, જ્યારે હકીકતમાં તેઓ અલગ છે. અમે તમને જણાવીએ કે આ બંને વચ્ચે શું તફાવત છે અને તેમનું મહત્વ શું છે.

મહાશિવરાત્રી શું છે?

તમને જણાવી દઈએ કે મહાશિવરાત્રી વર્ષમાં માત્ર એક જ વાર આવે છે અને તે મહા વદ ચૌદસના દિવસે ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્ન થયા હતા. તેથી આ દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે. મહાશિવરાત્રીના દિવસે શિવ અને શક્તિ એક થયા હતા, તેથી મહાશિવરાત્રીનો દિવસ આધ્યાત્મિક ઉન્નતિ આપનારો માનવામાં આવે છે.

આ અવસરે મંદિરોમાં શિવ-પાર્વતીની વિશેષ પૂજા થાય છે, ભક્તો આ દિવસે વ્રત રાખે છે અને ઘણી જગ્યાએ શિવ સરઘસ પણ કાઢવામાં આવે છે. આ દિવસે શિવની પૂજા કરવાથી આધ્યાત્મિક શક્તિ વધે છે અને કહેવાય છે કે આ રાત મોક્ષ પ્રાપ્તિ માટે સૌથી શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે જે ભક્તો રાત્રે જાગરણ કરે છે અને સાચા દિલથી શિવની પૂજા કરે છે તો ભોલેનાથ પોતાની દરેક મનોકામના પૂર્ણ કરે છે.

શિવરાત્રી એટલે શું?

હવે વાત કરીએ શિવરાત્રીની. શિવરાત્રી દર મહિને આવે છે, તેથી તેને માસિક શિવરાત્રી પણ કહેવામાં આવે છે. તે દર મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ પર થાય છે. આ દિવસે શિવની પૂજા પણ કરવામાં આવે છે, પરંતુ ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો શિવરાત્રી કરતા મહાશિવરાત્રિનું મહત્વ વધારે છે. શિવરાત્રીના દિવસે વ્રત કરવું અને શિવલિંગને જળ ચઢાવવું શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે.

મહાશિવરાત્રી અને શિવરાત્રીનું ધાર્મિક મહત્વ

મહાશિવરાત્રી વર્ષમાં એક વાર આવે છે, અને આ દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્ન થયા હતા. જ્યારે શિવરાત્રી દર મહિને એક વાર આવે છે, જેને માસિક શિવરાત્રી કહેવામાં આવે છે. શિવરાત્રી કરતા મહાશિવરાત્રીનું મહત્વ અનેક ગણું વધારે છે. આ દિવસે વ્રત કરવું, રાત્રે જાગરણ કરવું અને ભગવાન શિવની પૂજા કરવાથી વિવાહિત જીવનની સમસ્યાઓ દૂર થાય છે, પરિવારમાં સુખ-શાંતિ અને જીવનમાં સફળતા મળે છે.

હિંદુ પંચાંગ અનુસાર મહા વદ ચૌદસની તિથિએ દર વર્ષે મહા શિવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. આ વ્રતનું માત્ર ધાર્મિક જ નહીં પરંતુ આધ્યાત્મિક મહત્વ પણ છે.

ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્ર કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ