Mahashivratri 2025 Date, History : હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીનું વિશેષ મહત્વ છે. આ તહેવાર ભગવાન શિવને સમર્પિત છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે શિવજી પ્રાગટ્ય થયા હતા. સાથે જ આ દિવસે શિવજીના લગ્ન થયા હોવાનું પણ માનવામાં આવે છે. સાથે જ એવી માન્યતા છે કે જે વ્યક્તિ આ દિવસે વ્રત કરીને ભગવાન શિવની પૂજા કરે છે, ભોલેનાથ તેના તમામ કષ્ટો દૂર કરી દે છે.
આ વર્ષે મહાશિવરાત્રિનો તહેવાર 26 માર્ચને બુધવારના રોજ ઉજવવામાં આવશે. આમ તો દર મહિને શિવરાત્રી હોય છે, પરંતુ મહાશિવરાત્રી વર્ષમાં એક વાર આવે છે અને તેને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આવો જાણીએ મહાશિવરાત્રી સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ.
મહાશિવરાત્રી 2025 તારીખ અને શુભ સમય
હિન્દુ કેલેન્ડર મુજબ મહા વદ ચૌદસ 26 ફેબ્રુઆરીએ સવારે 11:08 વાગ્યે શરૂ થશે અને 27 ફેબ્રુઆરીએ સવારે 8:53 વાગ્યે સમાપ્ત થશે. શાસ્ત્રો મુજબ મહાશિવરાત્રીની પૂજામાં રાતની પૂજાને ખાસ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવશે.
જ્યારે ભોલેનાથ જ્યોતિર્લિંગના રૂપમાં પ્રગટ થયા હતા
શાસ્ત્રોમાં મહાશિવરાત્રિની ઉજવણીની અનેક કથાઓ છે. એક કથા અનુસાર મહા વદ ચૌદસની તિથિ પર ભોલેનાથ પ્રથમ વખત જ્યોતિર્લિંગમાં પ્રગટ થયા હતા. તેઓ એક વિશાળ અગ્નિસ્તંભ (જ્યોતિર્લિંગ) ના રૂપમાં આવ્યા, જેનો કોઈ આદી અને અંત ન હતો. તેને મહાશિવરાત્રી તરીકે ઉજવવામાં આવી હતી.
આ પણ વાંચો – મહાશિવરાત્રી પર ભૂલીને પણ ના કરો આ 7 કામ, ભગવાન શિવને ખુશ કરવા માટે કરો આ ઉપાય
ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન
શિવપુરાણ અનુસાર ભોલેનાથ અને માતા પાર્વતીના લગ્ન મહાશિવરાત્રીના દિવસે ધામધૂમથી કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે માતા પાર્વતીએ ભોલેનાથને પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભોલેનાથે મહા વદ ચૌદસની તિથિ તેમની સાથે લગ્ન કર્યા હતા. આવી સ્થિતિમાં ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્નની યાદમાં મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે તંત્ર શાસ્ત્ર મુજબ કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે ચાર રાતને મુખ્ય માનવામાં આવે છે. જેમાં હોળી, દિવાળી, જન્માષ્ટમી અને મહાશિવરાત્રીનો સમાવેશ થાય છે. જેમાં મહાશિવરાત્રીને પ્રમુખ માનવામાં આવે છે. આ દિવસે ચાર પહરની પૂજાનું વિધાન વર્ણવામાં આવ્યું છે.
ડિસ્ક્લેમર- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી.





