Mahavir Jayanti 2025 : જૈન સમાજ માટે મહાવીર જયંતીનો દિવસ ખૂબ જ ખાસ છે. આ દિવસે જૈન મંદિરોમાં કલાશાભિષેક થાય છે. મંદિરોમાં રથયાત્રા કાઢવામાં આવે છે. જૈન અનુયાયીઓ ભક્તિમાં લીન જોવા મળે છે. મંદિરોમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવે છે. મહાવીર સ્વામીએ સમાજ કલ્યાણ માટે સંદેશ આપ્યા હતા. મહાવીર જયંતિ 10 એપ્રિલના રોજ મનાવવામાં આવશે.
તેમણે બતાવેલા 5 સિદ્ધાંતો જો કોઈ પોતાના જીવનમાં ઉતારી લે તો તેમનો જન્મ સફળ થઈ શકે છે. આ સિદ્ધાંતોમાં જેઓ ભટકી ગયા છે તેમને માર્ગદર્શન આપવાની શક્તિ છે. આવો જાણીએ મહાવીર સ્વામીના પાંચ સિદ્ધાંતો શું છે. આ સાથે જ આ દિવસની ઉજવણી પાછળનો ઇતિહાસ અને રસપ્રદ તથ્યો.
ભગવાન મહાવીર સ્વામીના પંચશીલ સિદ્ધાંતો
અહિંસા : ભગવાન મહાવીર સ્વામીએ લોકોને ખરાબ પરિસ્થિતિમાં પણ હિંસાથી દૂર રહેવાનો સંદેશ આપ્યો હતો.
સત્ય : તેમણે કહ્યું હતું કે જે વ્યક્તિ બુદ્ધિમાન અને સત્યવાદી હોય છે તે મૃત્યુ જેવા મુશ્કેલ માર્ગ પણ પાર કરી લે છે.
અસ્તેય : જે લોકો અસ્તેયનું પાલવ કરે છે તે કોઇપણ રૂપમાં કોઇ વસ્તુને પરવાનગી વગર ગ્રહણ કરતા નથી.
બ્રહ્મચર્ય- જૈન લોકોએ પવિત્રતા અને સંયમના ગુણોનું પાલન કરવું પડે છે. જેથી તે કામૂક ગતિવિધિઓથી દૂર રહે.
અપરિગ્રહ – આનો અભ્યાસ કરવાથી જૈન સમાજના લોકોમાં આધ્યાત્મિક ચેતનાનો વિકાસ થાય છે. તેઓ ભોગ-વિલાસથી દૂર રહે છે.
આ પણ વાંચો – હનુમાન જયંતિ ક્યારે છે? જાણો તારીખ, શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ
મહાવીર જયંતિ કેમ ઉજવવામાં આવે છે?
ભગવાન મહાવીર સ્વામીને અંતિમ જૈન તીર્થંકર માનવામાં આવે છે. તેમનો જન્મ લગભગ ઇ.સ. પૂર્વે 599માં વૈશાલીના પ્રાચીન રાજ્યમાં થયો હતો. આ દિવસ તેમના જન્મોત્સવના રુપમાં ઉજવવામાં આવે છે.
મહાવીર જયંતિ સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ ફેક્ટ
- જે સ્થળે ભગવાન મહાવીર સ્વામીનો જન્મ થયો હતો તેને અહલ્યા ભૂમિ પણ કહેવામાં આવે છે.
- અહીં મહાવીરની જ્ઞાન સાધના 12 વર્ષ સુધી ચાલી હતી.
- તેમણે 30 વર્ષની ઉંમરે પોતાનો પરિવાર અને રાજ્ય છોડી દીધું હતું.
- આ પછી તે આધ્યાત્મિકતાના માર્ગ પર ચાલ્યા હતા. તેમણે પોતાના જીવનકાળમાં ઘણા સંદેશા આપ્યા હતા.
- ભારતના કેટલાક પ્રખ્યાત જૈન તીર્થસ્થાનો જ્યાં મહાવીર જયંતિ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે.
- જેમાં પાલીતાણા, રાણકપુર, શ્રવણબેલગોલા, દેલવાડા મંદિર વગેરેનો સમાવેશ થાય છે.





