મકરસંક્રાંતિ 2024 : આ રીતથી ઘરે જ કરો ગંગા સ્નાન, પવિત્ર નદીમાં સ્નાન કરવા જેટલું જ મળશે પુણ્ય

Makar Sankranti 2024 : મકર સંક્રાંતિ 2024 ક્યારે છે, ઘરે સ્નાન કરવાની વિધી શું છે? ક્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે? તો જાણીએ શુભ મુહૂર્ત, દાન, પૂજા નું મહત્ત્વ.

Makar Sankranti 2024 : મકર સંક્રાંતિ 2024 ક્યારે છે, ઘરે સ્નાન કરવાની વિધી શું છે? ક્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે? તો જાણીએ શુભ મુહૂર્ત, દાન, પૂજા નું મહત્ત્વ.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Makar Sankranti 2024

મકર સંક્રાંતિ પૂજા શુભ મુહૂર્ત

મકરસંક્રાંતિ 2024 સ્નાન : હિંદુ ધર્મમાં મકરસંક્રાંતિનું વિશેષ મહત્વ છે. મકરસંક્રાંતિનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે સ્નાન અને દાનની સાથે સૂર્યદેવની પૂજા કરવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી શુભ ફળ મળે છે. પરંતુ જો કોઈ કારણસર તમે ગંગા નદી કે અન્ય કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવા ન જઈ શકતા હોવ તો, ઘરે આવી રીતે સ્નાન કરવાથી તમને ગંગા સ્નાન કરવા જેવું જ પુણ્ય મળશે. ચાલો જાણીએ ઘરે કેવી રીતે સ્નાન કરવું.

Advertisment

હિંદુ શાસ્ત્રો અનુસાર જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, આ વર્ષે સૂર્ય 15 જાન્યુઆરીએ સવારે મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. તેથી આ દિવસે આ તહેવાર ઉજવવામાં આવશે.

મકરસંક્રાંતિ 2024નો શુભ સમય

હિંદુ કેલેન્ડર મુજબ 15 જાન્યુઆરીએ પુણ્યકાળ સવારે 7:15 થી સાંજના 5:44 સુધી રહેશે. આ સાથે, મહા પુણ્યકાલ સવારે 07.15 થી 09 વાગ્યા સુધી છે. આ સાથે મકરસંક્રાંતિનું મુહૂર્ત બપોરે 02.55 વાગ્યા સુધી છે.

ઘરે આવું કરવાથી પુણ્ય મળી શકે છે

જ્યોતિષોના મતે મકરસંક્રાંતિના દિવસે નદીમાં સ્નાન કરવાથી અને દાન કરવાથી પુણ્ય મળે છે. જો કોઈ કારણસર તમે પવિત્ર નદીમાં સ્નાન કરવા માટે નદી પર ન જઈ શકો તો તમે ઘરે આ પદ્ધતિથી સ્નાન કરીને પુણ્ય પ્રાપ્ત કરી શકો છો.

Advertisment

ઘરમાં નહાવા માટે નહાવાના પાણીમાં થોડું ગંગાજળ અને તલ નાખી દો. આ પછી તમારા હાથમાંથી પાણી છોડતી વખતે સાત વખત ગંગા-ગંગા (સપ્ત મોક્ષદાયિની) બોલો. આ પછી તેનાથી સ્નાન કરો. કહેવાય છે કે, આ રીતે સ્નાન કરવાથી ગંગા સ્નાન સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે.

મકરસંક્રાંતિ પર આ વસ્તુઓનું દાન કરો

મકરસંક્રાંતિના દિવસે સ્નાન કર્યા પછી વિધિ પ્રમાણે સૂર્યદેવની પૂજા કરો. તેની સાથે ગોળ, ચોખા, તલ, ખીચડી વગેરેનું દાન કરો. આ સાથે તમે તમારી ક્ષમતા મુજબ કપડાં, અનાજ, પૈસા વગેરેનું દાન પણ કરી શકો છો. એવું માનવામાં આવે છે કે, આ દિવસે દાન કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે.

Disclaimer- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

મકર સંક્રાંતિ ગુજરાતી ન્યૂઝ ધર્મ ભક્તિ