/indian-express-gujarati/media/media_files/2026/01/12/makar-sankranti-khichdo-uttarayan-food-2026-01-12-17-14-42.jpg)
Khichdo on Makar Sankranti 2026 : મકર સંક્રાંતિ ખીચડો ખાવાની પરંપરા છે. Photograph: (Freepik)
Khichdo Significance On Makar Sankranti 2026 : મકર સંક્રાતિ એટલે કે ઉત્તરાયણ તહેવારનો ધાર્મિક, વૈજ્ઞાનિક અને સામાજીક મહત્વ છે. આ તહેવાર હિન્દુઓના મુખ્ય તહેવારો પૈકીનો એક છે. મકરસંક્રાંતિ પર સ્નાન દાન અને પૂજા જેવી વિવિધ ધાર્મિક વિધિ કરવાનું ખાસ મહત્વ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે સ્નાન દાન કરવાથી વ્યક્તિ પાપ માંથી મુક્તિ મેળવે છે અને પુણ્ય પ્રાપ્ત કરે છે.
મકરસંક્રાંતિનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ
પંચાંગ અનુસાર, દર વર્ષે 14 જાન્યુઆરી પર મકર સંક્રાતિ ઉજવાય છે. આ દિવસે સૂર્ય પૂજાનું વિશેષ મહત્વ છે. આ દિવસે સૂર્ય ધન રાશી માંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે, આથી તેને મકર સંક્રાતિ કહેવામાં આવે છે. ઉપરાંત આ દિવસથી ધીમે ધીમે દિવસ લાંબા અને રાત ટુંકી થવા લાગે છે. પૌરાણિક માન્યતા મુજબ દ્વાપરયુગમાં પિતામહ ભષ્મે જે દિવસે દેહત્યાગ કર્યો હતો, તે મકર સંક્રાતિનો દિવસ હતો.
મકરસંક્રાતિ પર ખીચડો કેમ ખાવામાં આવે છે?
મકરસંક્રાતિના તહેવાર પર સ્નાન - દાન કરવાની સાથે સાથે ખીચડો ખાવાની પરંપરા છે. તમને જણાવી દઈએ કે આ પરંપરા સદીઓથી ચાલી આવી રહી છે અને આજે પણ લોકો તેને અનુસરે છે. પરંતુ શું તમે જાણો છો કે આ દિવસે ખીચડો ખાવાની પરંપરા કેવી રીતે શરૂ થઈ હતી? ચાલો જાણીયે
ઉત્તરાયણ પર ખીચડો ખાવાની પરંપરા કેવી રીતે શરૂ થઇ?
હવે સવાલ એ ઉભો થાય છે કે મકરસંક્રાંતિ પર ખીચડો કેમ બનાવવામાં આવે છે? હકીકતમાં, તેની પાછળ એક રસપ્રદ વાર્તા છે. એક દંતકથા અનુસાર, જ્યારે ખિલજી એ ભારત પર આક્રમણ કર્યું હતું, ત્યારે યુદ્ધને કારણે લોકો સારી રીતે ભોજન કરી શકતા ન હતા. લોકો ધીમે ધીમે કમજોર થવા લાગ્યા, પછી ગુરુ ગોરખનાથે એક ઉપાય સૂચવ્યો. તેમણે કહ્યું કે દાળ, ચોખા અને શાકભાજી ભેળવી એક ભોજન રાંધવું જોઈએ, જેથી દરેકનું પેટ ભરાઈ જાય અને તે રાંધવામાં પણ સરળતા રહે. જ્યારે યુદ્ધ સમાપ્ત થયું, ત્યારે ગુરુ ગોરખનાથ અને તેમના સાથીઓએ મકરસંક્રાંતિના દિવસે આ ખીચડો તૈયાર કર્યો, તેનું વિતરણ કર્યું અને તેનું નામ ખીચડો રાખ્યું. ત્યારથી મકરસંક્રાંતિ પર ખીચડો બનાવવાની પરંપરા બની ગઈ છે.
ઉત્તરાયણ પર ખીચડો ખાવાનું અને વિતરણ કરવાનું મહત્વ
ખીચડો માત્ર એક સરળ ભોજન નથી, પરંતુ તે સૂર્ય અને શનિ સાથે પણ સંકળાયેલું માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે મકરસંક્રાંતિના દિવસે ખીચડો ખાવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ ખોરાક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે કારણ કે તેમાં દાળ, ચોખા અને શાકભાજી હોય છે, જે શરીર માટે જરૂરી પોષક તત્વો પ્રદાન કરે છે. ખીચડોનું સેવન કરવાથી શરીરને શક્તિ મળે છે, પરંતુ તેનાથી માનસિક શાંતિ અને સંતુલન પણ આવે છે.
મકરસંક્રાતિ પર દાનનું મહત્વ
મકરસંક્રાંતિ પર દાનનું પણ વિશેષ મહત્વ છે. આ દિવસે ખીચડીનું દાન કરવું ખૂબ જ પુણ્ય માનવામાં આવે છે. દાન વ્યક્તિને માત્ર પુણ્ય જ નથી આપતું, પરંતુ સમાજમાં એકતા અને ભાઈચારો પણ વધે છે. મકરસંક્રાંતિના દિવસે દાન કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. તેથી આ દિવસે ખીચડી ખાવાની સાથે ગોળ, ચોખા, તલ વગેરેનું પણ દાન કરવું જોઈએ.
આ પણ વાંચો | ઉત્તરાયણ સ્પેશિયલ કાઠિયાવાડી ઊંધિયું રેસીપી, બજારથી વધુ સ્વાદિષ્ટ બનશે
Disclaimer : આ લેખમાં પૂરી પાડવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંયધરી આપવામાં આવતી નથી. જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ અથવા શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરીને આ માહિતી તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. તેને સત્ય અને પ્રામાણિક સાબિત કરવાનો નથી. કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us