Mangal Gochar In tula Rashi : ગ્રહોના સેનાપતિ અને ભૂમિપુત્ર મંગળ એક સમય બાદ રાશિ પરિવર્તન કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ણ ઓક્ટોબરની સાંજે 5.12 વાગ્યે તુલા રાશિમાં ગોચર કરી ગયા હતા. જ્યાં તેઓ 16 નવેમ્બરે સવારે 11.4 વાગ્યા સુધી રહેશે. મંગળના ગોચરથી અનેક રાશિના જાતકોના જીવન પર શુભ અથવા તો અશુભ પ્રભાવ પડે છે. તો ચાલો જાણિએ કે મંગળના તુલા રાશિમાં પ્રવેસથી કઈ કઈ રાશિઓના જાતકોને લાભ જ લાભ મળશે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલા રાશિ ન્યાય, સુંદરતા, સૌહાર્દને દર્શાવે છે. આવી સ્થિતિમાં મગંળનો આ રાશિમાં પ્રવેશ કરવાથી અનેક રાશિના જાતકોના જીવનમાં બદલાવ લાવી શકે છે. સામાન્ય રીતે આ વૈવાહિક જીવન, કાયદાની ભાગીદારી, વેપાર વગેરે વધારે બદલાવ લાવશે. આ સાથે જ લક્ષ્યો સુધઈ પહોંચવામાં ઝડપથી મદદ કરશે. તુલા રાશિમાં મંગળ હોવાથી વ્યક્તિ પરિવાર અને દોસ્તોની ખુશી માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે.
વૃષભ રાશિ (Vrushabh rashi)
આ રાશિમાં મંગળ છઠ્ઠા ભાવમાં વિરાજમાન છે. આનાથી આ રાશિના જાતકોને લાભ ળવાની સંપૂર્ણ આશા દેખાઈ રહી ચે. આ રાશિના જાતકોને વેપાર અને નોકરીમાં લાભ મળી શકે છે. કામના સંબંધમાં વિદેશ યાત્રાની મક મળી શકે છે. પરંતુ કારણ વગરનું સર્ચ ઓપરેશન થઇ શકે છે. કાર્યસ્થળમાં કેટલાક ફેરફાર થઈ શકે છે. ઉચ્ચ શિક્ષા મેળવવામાં સફળ થઇ શકો છો. આધ્યાત્મ તરફથી તમે વધારે નજીક જશો.
કર્ક રાશિ (kark rashifal)
આ રાશિમાં મંગળ યોગકારક ગ્રહ છે. આ સાથે જ મંગળ તુલા રાશિમાં પ્રવેશ કરીને ચોથા ભાવમાં રહેશે. આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને ભાગ્યનો પુરો સાથ મળી શકે છે. આ સમય અપાર ઘર, વાહન, સંપત્તિ વગેરે ખરીદી શકો છો. જેનાથી ભવિષ્યમાં તમને ખુબ જ લાભ મળવાના આસાર છે. વેપારમાં પણ લાભ મળશે. વધારે નફાના કારણે તમારી કંપનીને લાભ જ લાભ મળવાના આસાર દેખાઈ રહ્યા છે. વ્યવસાયીક જીવનમાં તરક્કી મળવાના આસાર છે. તમે સખત મહેનતથી દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો. આર્થિક સ્થિતિ મજબૂત થવાની સાથે પાર્ટનરશિપમાં કરવામાં આવેલા બિઝનેસમાં પણ અપાર સફળતા અને લાભ મળશે. લવ લાઇફની વાત કરીએ તો પાર્ટનરની સાથે સારો સમય વિતશે.
આ પણ વાંચોઃ- Shukra Ketu Yuti : શુક્ર કેતુ યુતી, આ 2 રાશિઓની શરુ થશે લક્ઝરી લાઈફ, ખૂબ પૈસા અને કીર્તિ કમાવાના યોગ
તુલા રાશિ (Tula Rashi)
આ રાશમાં મંગળ પહેલા ભાવમાં ગોચર કરી રહ્યો છે. જેમાં આ રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે. મંગળ તમને આત્મવિશ્વાસથી ભરી દેશે. આ સાથે જ સકારાત્મક ઉર્જાથી તમે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવશો. મંગળના ચોથા ભાવમાં દ્રષ્ટી પડી રહી છે. આવી સ્થિતિમાં સંપત્તિ, વાહન ખરીદવાની તક મળી શકે છે. જે લોકો સિંગલ છે તેમને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. જ્યારે પરિણીત લોકોને પોતાના પાર્ટનરનો સંપૂર્ણ સહયોગ મળી શકે છે.
ડિસ્ક્લેમર :- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.





