Mata Lakshmi Katha: હિંદુ ધર્મની પૌરાણિક કથાઓમાં અનેક કથાઓ પ્રચલિત છે, જે જીવનનું સત્તા અને દરેક વસ્તુનું મહત્વ સમજાવે છે. આવી જ એક કથા વિષ્ણુ પુરાણમાં જોવા મળે છે. વિષ્ણુ પુરાણ અનુસાર દેવી લક્ષ્મીને એક નાની ભૂલના કારણે ધરતી પર જન્મ લેવો પડ્યો હતો. હકીકતમાં ભગવાન વિષ્ણુના શ્રાપ બાદ માતા લક્ષ્મીએ માળીના ઘરે તેમની પુત્રી તરીકે રહેવું પડ્યું. આવો જાણીએ કેમ ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને આ રીતે શ્રાપ આપ્યો હતો. જાણો તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા.
ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મી ધરતી પર ભ્રમણ કરવા નીકળ્યા
વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખિત કથા અનુસાર, એક વખત ભગવાન વિષ્ણુને ધરતી પર જવાની ઈચ્છા થઈ જેથી તેઓ સામેથી પોતાના ભક્તોનું જીવન જોઈ શકે. જ્યારે વિષ્ણુએ આ વાત દેવી લક્ષ્મીને કહી તો તેઓ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા અને તેમણે પૃથ્વી પર જવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. ધરતી પર જતા પહેલા ભગવાન વિષ્ણુએ દેવી સામે એક શરત મૂકી કે તે ધરતી પરની કોઈ વસ્તુને હાથ પણ નહીં લગાવે. લક્ષ્મીજી તેમની વાત સ્વીકારી લીધી અને બન્ને પૃથ્વી પર આવ્યા.
માતા લક્ષ્મી ધરતીની હરિયાળી જોઇ મંત્રમુગ્ધ થઈ ગયા
દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુ સાથે પૃથ્વી પર પહોંચ્યા ત્યારે વરસાદની ઋતુ શરૂ થઇ ગઇ હતી અને ચારે બાજુ હરિયાળી હતી. લક્ષ્મીજી અહીંની હરિયાળી અને સુંદરતા જોઈને ખૂબ જ ખુશ થયા. ચાલતા ચાલતા તેઓ એક બગીચામાં પહોંચ્યા જ્યાં તેમણે ખીલેલાં ગુલાબ જોયા. દેવી લક્ષ્મી તે ફૂલોની સુંદરતામાં ખોવાઈ ગયા અને પોતાને રોકી ન શક્યા, તેમણે એક ગુલાબ તોડ્યું. ગુલાબ તોડી તેની સુગંધનો આનંદ માણવા લાગ્યો.
આ કારણે ભગવાન વિષ્ણુજી એ દેવી લક્ષ્મીને શ્રાપ આપ્યો
ભગવાન વિષ્ણુ એ જ્યારે આ જોયું તો તેમણે માતા લક્ષ્મી યાદ અપાવ્યું કે તેમણે વચન આપ્યું હતું કે, તેઓ કોઈ પણ વસ્તુને હાથ પણ નહીં લગાડે. ભગવાને તેમને એમ પણ કહ્યું કે આ બગીચો તેમના એક ભક્તનો છે, જેની આજીવિકા તેના પર નિર્ભર છે. પરંતુ દેવી લક્ષ્મીએ તેને એક નાની વાત માની કહેવા લાગ્યા કે, તેમની માટે આ બાગ બગીચાની કોઇ કિંમત નથી, કારણ કે તેઓ પોતે ધન અને વૈભવની દેવી છે. માતા લક્ષ્મીનો અહંકાર જોઇ ભગવાન વિષ્ણુ નારાજ થયા. તેમણે માતા લક્ષ્મીને શ્રાપ આપ્યો કે તેમને એક ગરીબ માળીના ઘરમાં તેની પુત્રી તરીકે રહેવું પડશે અને પૈસાની તંગી જોવી પડશે. શ્રાપને કારણે લક્ષ્મીજી એક નાની છોકરી બની ગઈ અને રડવા લાગી. માળીએ જ્યારે બાળકને જોયું તો તેમને તેની દયા આવી ગઈ અને તેને પોતાની દીકરી બનાવી દીધી.
માળીના ઘરમાં રહી દેવી લક્ષ્મી ને મહેનત અને સંપત્તિનો સાચો અર્થ સમજાયો. માળીની મહેનત અને લક્ષ્મીજીના ભાગ્યથી તેની કિસ્મત સુધરવા લાગી અને તેનું જીવન સુખમય બની ગયું. શ્રાપનો સમય સમાપ્ત થયો ત્યારે ભગવાન વિષ્ણુએ આવીને માળીને સાચી વાત જણાવી. એ પછી દેવી લક્ષ્મી પોતાના સાચા સ્વરૂપમાં પાછાં ફર્યાં અને ભગવાન વિષ્ણુ સાથે વૈકુંઠ પરત આવ્યા.
ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેના સાચા અને સાબિત થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.