Budh planet uday : વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ સમય – સમય ઉપર અસ્ત અને ઉદય થાય છે. જેનો પ્રભાવ માનવ જીવન અને પૃથ્વી પર જોવા મળે છે. સાથે જ આ પરિવર્તન કોઈ માટે શુભ રહે છે તો કોઈ માટે અશુભ રહે છે. ઉલ્લેખનીય છે કે વેપાર અને બુદ્ધિના દાતા બુધ ગ્રહ 12 સપ્ટેમ્બરે ઉદય થવા જઈ રહ્યો છે. જેનાથી 3 રાશિના જાતકોને આક્સમિક ધનની પ્રાપ્તિ થઈ શકે છે. સાથે જ દરેક મનોકામના પુરી થઈ શકે છે. તો ચાલો જાણીએ કે આ કઈ રાશિઓ છે.
વૃષભ રાશિ (Taurus Zodiacs)
આ રાશિના જાતકો માટે બુધ ગ્રહનો ઉદય થવું લાભકારી સાબિત થશે. કારણ કે બુધ ગ્રહ તમારી રાશિના ચોથા ભાવમાં ઉદિત થવા જઈ રહ્યો છે. એટલા માટે આ સમયે તમને સંતાન પક્ષથી કોઈ સારા સમાચાર મળી શકે છે. જ્યારે તમાને પ્રોપર્ટી અને વાહનની પ્રાપ્તિ થઈ શકે છે. સાથે જ બુધ ગ્રહ તમારી રાશિના ધન અને પંચમ ભાવના સ્વામી છે. એટલા માટે આ સમય તમને આકસ્મિક ધનની પ્રાપ્તિ થઈ શકે છે. સાથે જ તમે જે પણ નવો પ્રોજેક્ટ શરુ કરનાર છો તો એમાં તમને ચોક્કસ સફળતા મળી શકે છે. આ સમયે કોઈ લગ્ઝરી આયટમ ખરીદી શકો છો.
કર્ક રાશિ (cancer zodiac)
બુધ ગ્રહનો ઉદિત થવું કર્ક રાશિના જાતકો માટે શુભ ફળદાયી સિદ્ધ થશે. કારણ કે બુધ ગ્રહ તમારી રાશિના ધન અને વાણીના સ્થાને ઉદિત થઇ રહ્યો છે આ સમયે તમારે આકસ્મિક ધનની પ્રાપ્તિ થઇ શકે છે. સાથે જ આર્થિક સ્થિતિ પહેલા કરતા મજબૂત હતી. વાણીમાં પ્રભાવ આવશે. જેનાથી લોક પ્રભાવિત થશે. તેમ જ તમારે એકથી વધારે સ્ત્રોતથી ધન પ્રાપ્તિ થશે. બુધ ગ્રહની કૃપાથી તમારા ધનમાં વધારો થશે. સાથે જ બુધ ગ્રહ તમારી રાશિના 12માં ભાવના સ્વામી છે. એટલા માટે આ સમયે તમારે સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. આ સમયે તમે સેવિંગ કરવામાં સફળ રહેશો.
કુંભ રાશિ (Kumbh Zodiac)
તમારા લોકોના બુધ ગ્રહના સિંહ રાશિમાં ઉદિત થનારા લાભકારી સાબિત થઇ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી રાશિના સાતમા ભાવમાં ઉદિત થશે. એટલા માટે આ સમયે તમારા જીવનસાથીનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. સાથે જ જીવનસાથીની તરક્કી થઈ શકે છે. સાથે જ જે લોકો પરિણીત છે તેમનું લગ્નજીવન ખુશહાલ રહેશે. સાથે જ જે લોકો પાર્ટનરશિપનો વેપાર કરે છે. તેમને આ સમેય સારો લાભ થશે. બુધ ગ્રહ તમારી રાશિના પાંચમ અને અષ્ટમ ભાવનો સ્વામી છે. એટલા માટે આ સમયે તમારી સંતાનની તરક્કી થશે. સાથે જ આક્સમિક ધન પ્રાપ્તિ થઇ શકે છે.
ડિસક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી જાણકારીની સટીકતા અથવા વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિભિન્ન માધ્યમો જેવા કે જ્યોતિષિયો, પંચાગ, માન્યતાઓ અથવા ધર્મગ્રંથોથી સંગ્રહિત કરીને આ જાણકારીઓ તમારા સુધી પહોંચાડાઈ છે. અમારો ઉદ્દેશ માત્ર સૂચના પહોંચાડવાનો છે. આ સાચું અને સિદ્ધ થવાની પ્રામાણિકતા આપતા નથી. આના કોઈ પણ પ્રકારના ઉપયોગ કરતા પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.





