scorecardresearch

69 દિવસ સુધી મેષ રાશિમાં વિરાજમાન રહેશે બુધ દેવ, આ ત્રણ રાશિઓની ધન-સંપત્તીમાં અપાર વૃદ્ધિના યોગ

mercry transit in aries : વેપાર અને બુદ્ધિના દાતા બુધ ગ્રહ મેષ રાશિમાં ગોચર કરશે. તેઓ 69 દિવસ સુધી મેષ રાશિમાં રહેશે. આમ બુધ અને રાહુની સાથે યુતિ બનશે.

budh gochar 2023, mercry transit in aries, mercury transit 2023
બુધ ગ્રહનું મેષ રાશિમાં ગોચર

Budh Gochar 2023: પંચાગ અનુસાર ગ્રહ સમય સમય પર એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે. જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ-દુનિયામાં પડે છે. ઉલ્લેખનીય છે કે વેપાર અને બુદ્ધિના દાતા બુધ ગ્રહ મેષ રાશિમાં ગોચર કરશે. તેઓ 69 દિવસ સુધી મેષ રાશિમાં રહેશે. આમ બુધ અને રાહુની સાથે યુતિ બનશે. એટલા માટે અચાનક ફેરફાર થઇ શકે છે. શેર બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળશે. ત્રણ રાશિઓ માટે ધનલાભ અને ભાગ્યોદયના યોગ બની રહ્યા છે.

મિથુન રાશિ

આ રાશિના જાતકો માટે બુધ ગ્રહનું ગોચર લાભદાયક સાબિત થશે. કારણ કે આ ગોચર તમારી રાશિમાં આવકના ભાવમાં થવા જઇ રહ્યું છે. સાથે જ બુધ ગ્રહ તમારા લગ્ન અને ચતુર્થ ભાવના સ્વામી છે. એટલા માટે 69 દિવસ વચ્ચે તમે કોઈ પ્રોપર્ટી અથવા વાહન ખરીદી શખો છો.આ સાથે બધા ભૌતિક સુખોની તમને પ્રાપ્તી થઇ શકે છે. જો તમે જનસંચાર, લેખન અને કોઈપણ ભાષાના ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો આ સમય ઉત્તમ રહેશે. આ સમયે તમારી આવકમાં વધારો થઇ શકે છે. સાથે જ નવા નવા માધ્યમ બની શકે છે.

કર્ક રાશિ

બુધનું ગોચર કર્ક રાશિના જાતકો માટે અનુકૂળ સિદ્ધ થઇ શકે છે. કારણ કે આ ગોચર તમારી ગોચર કુંડળીના કર્મ ભાવમાં બની શકે છે. એટલા માટે આ રાશિના નોકરિયાત જાતકો કોઈ એમએનસી કંપનીમાં કાર્યરથ છે તો તેમના માટે આ ગોચર ખુબ જ શુભ રહેનારું છે. જે લોકો બેરોજગાર છે. તેમને નવી નોકરીનો પ્રસ્તાવ આવી શકે છે. સાથે જ આ સમયે તમારે સામાજીક સીમા પણ વધશે. જે લોકો વેપારી છે તેમને સારા ઓર્ડર આવવાથી લાભ થઇ શકે છે. આ સમયે તમે કારોબારનો વિસ્તાર કરી શકો છો. પરંતુ તમારા પર શનિની પનોતી ચાલી રહી છે એટલા માટે તમારે શનિદેવની પૂજા કરવી જોઈએ.

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકો માટે બુધ ગ્રહનું ગોચર લાભકારી સિદ્ધ થઇ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી ગોચર કુંડળીના નવમા ભાવમાં સંચરણ કરી રહ્યા છે. સાથે જ તે ધન અને આવક ભાવના સ્વામી છે એટલા માટે આ સમયે તમારી કિસ્મતનો સાથ મળશે. સાથે જ આ દરમિયાન તમારા વાતચીત કરવાની રીતથી પ્રભાવિત હશે.

Web Title: Mercury transit in aries budh grah gochar mesh rashi zodiac signs effect

Best of Express