Merry Christmas 2024 : ક્રિસમસ ફેસ્ટિવલ નજીક આવતાની સાથે જ દરેક જગ્યાએ ‘ક્રિસમસ ટ્રી’ દેખાવા લાગે છે. ક્રિસમસ ટ્રી ને સજાવવામાં આવે છે. પરંતુ ક્રિસમસ ટ્રી રાખવાની પરંપરા બાઈબલની નથી. તે એક આધુનિક શોધ છે જેનો ઉદભવ જર્મનીમાં થયો હતો. આવો જાણીએ કેવી રીતે ક્રિસમસ ટ્રી ક્રિસમસનું અભિન્ન અંગ બની ગયું છે.
ક્રિસમસ ટ્રી ની પરંપરા કેવી રીતે શરૂ થઈ?
ક્રિસમસ ટ્રી ની પરંપરા કેવી રીતે શરૂ થઈ તે વિશે ઘણી દંતકથાઓ પ્રચલિત છે. સૌથી લોકપ્રિય કહેવત એ છે કે 16મી સદીના પ્રોટેસ્ટન્ટ (ખ્રિસ્તીઓનો એક સંપ્રદાય) સુધારક માર્ટિન લ્યુથરે રજાઓમાં દેવદારના વૃક્ષને સજાવનાર પહેલા વ્યક્તિ હતા. જોકે આ સાચું નથી કારણ કે તેમના સમકાલીન લોકો દ્વારા તેમના પત્રો અથવા જીવન સંબંધી અહેવાલોમાં આવી કોઈ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
ક્રિસમસ ટ્રીની ઉત્પત્તિ 17મી સદીમાં અલ્સેસના સ્ટ્રાસબર્ગમાં દક્ષિણ-પશ્ચિમ જર્મન સરહદ પર થઈ હતી. જે તે સમયે રાઇનલેન્ડનો ભાગ હતો અને હાલમાં તે ફ્રાન્સમાં છે.
ક્વીન્સલેન્ડ યુનિવર્સિટી લેક્ચરર જેમ્સ એ. ટી. લેન્કેસ્ટરે ધ કન્વર્સેશનમાં એક લેખમાં લખ્યું હતું કે સ્ટ્રાસબોર્ગના જર્મન નાગરિકોએ નાતાલના દિવસે જજમેન્ટ ટ્રેડિશનના ભાગ રૂપે એક વૃક્ષનો સમાવેશ કર્યો હતો. આ પરંપરામાં બાળકોને તેમના માતાપિતા દ્વારા જજ કરવામાં આવતા હતા. તેમાં માતાપિતા પેડની નીચે એક બોનબોન (એક પ્રકારનો ચોકલેટ બોલ) છોડી દેતા હતા.
1770ના દાયકામાં આ પરંપરા ધીમે ધીમે જર્મનીના અન્ય ભાગોમાં પણ ફેલાઈ હતી. પરંતુ તે 1830 ના દાયકા સુધી દેશમાં વ્યાપકપણે અપનાવવામાં આવ્યું ન હતું. તે જ સમયે તે યુનાઇટેડ કિંગડમ પહોંચ્યું હતું અને અમેરિકામાં પણ પ્રચલિત થવા લાગ્યું હતું.
ક્રિસમસ ટ્રી ની પરંપરા દુનિયાભરમાં કેવી રીતે ફેલાઈ?
માન્ચેસ્ટરમાં જર્મન વેપારીઓને કારણે ક્રિસમસ ટ્રી બ્રિટન પહોંચ્યું હતું. એટલું જ નહીં લેન્કેસ્ટરના જણાવ્યા અનુસાર લગભગ તે જ સમયે જ્યોર્જ ત્રીજા અને વિલિયમ ચોથાના દરબારે આ પરંપરાને બ્રિટીશ ઉમરાવવર્ગમાં રજૂ કરી હતી. જ્યોર્જ ત્રીજા અને વિલિયમ ચોથા આ બંને જર્મન મૂળના હતા.
આ પરંપરા બ્રિટનમાં મહારાણી વિક્ટોરિયા અને તેમના પતિ પ્રિન્સ આલ્બર્ટ દ્વારા પણ પ્રચલિત કરવામાં આવી હતી. મહારાણી વિક્ટોરિયાનું શાસન 1837થી 1901 સુધી હતું. 1840માં પ્રથમ ક્રિસમસ ટ્રીને હાઉસ ઓફ વિન્ડસરમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો – નાતાલ ઉજવણી માટેના બેસ્ટ મેરી ક્રિસમસ શુભેચ્છા સંદેશ
બીબીસીએ એક અહેવાલમાં જણાવ્યું હતું કે પહેલા લોકો તેમના ઝાડને ટેબલ પર મૂકતા હતા, કારણ કે તે નાના હતા. પરંતુ જ્યારે નોર્વેથી મોટા મોટા વૃક્ષો લાવવાનું શક્ય બન્યું, ત્યારે લોકોએ જમીન પર વૃક્ષો વાવીને તેની નીચે ભેટો રોપવાનું શરૂ કર્યું હતું
ક્રિસમસ ટ્રી 19 મી સદીની શરૂઆતમાં અમેરિકા આવ્યા હતા. તેને રજૂ કરવા પાછળનું કારણ માત્ર તહેવારની ઉજવણી કરવાનું ન હતું, પરંતુ તે ક્રિસમસ દરમિયાન થતા ઉપદ્રવને રોકવા માટે હતું. 1800ના દાયકામાં યુનાઇટેડ સ્ટેટ્સમાં લોકોએ નાતાલને ડ્રગના દુરૂપયોગ, તોડફોડ અને પોર્નોગ્રાફી સાથે સંકળાયેલા કાર્નિવલ તરીકે ઉજવ્યું હતું. આને પહોંચી વળવા માટે ઇન્ડોર ક્રિસમસ ટ્રીની પરંપરા શરૂ કરવામાં આવી હતી, જેથી બાળકો ત્યાં રોકાયેલા રહે.
બુક પબ્લિસરે ક્રિસમસ ટ્રી ને માર્કેટિંગ સાથે જોડ્યુ
ક્રિસમસ ટ્રી ની નીચે ભેટ મૂકવાની પરંપરા 1840ના દાયકામાં યુ.એસ.માં શરૂ થઈ હતી. આ વિચાર જર્મન વસાહતીઓ તરફથી નહીં પણ બુક પબ્લિસર તરફથી આવ્યો હતો. પ્રકાશકે ભેટ આપવાને પોતાની માર્કેટ સ્ટ્રેટજી સાથે જોડ્યું હતું.
લેન્કેસ્ટરના જણાવ્યા અનુસાર બુકસેલર્સે ક્રિસ ક્રિંગલનું ક્રિસમસ ટ્રી (1845) જેવી ટૂંકી વાર્તાઓ અને કવિતાઓનો સંગ્રહ પ્રકાશિત કર્યો હતો, જેમાં બાળકોને પુસ્તકો તેમજ ડ્રમ્સ અથવા ઢીંગલીઓ મળતી હતી. બાળકોને ભેટો આપવી એ તેમને ઘરની અંદર અને બહાર થતી ગુંડાગીરીથી દૂર રાખવાના માર્ગ તરીકે અપનાવવામાં આવી હતી.
આ પુસ્તકોથી માતાપિતા માને છે કે ક્રિસમસ ટ્રી ની નીચે ભેટો મૂકવી એ બાઈબલની ધાર્મિક વિધિ છે અને નાતાલની ઉજવણીનો આવશ્યક ભાગ છે.
નાતાલના દિવસે આપણે ક્રિસમસ ટ્રી ને શા માટે શણગારીએ છીએ?
ક્રિસમસના દિવસે આ પેડને વધુ સારી રીતે સજાવવામાં આવે છે. આ વૃક્ષને યીશુ મસીહના જન્મની ખુશી મનાવવામાં માટે સજાવવામાં આવે છે. જે જીવન, આશા અને પ્રેમનું પ્રતીક છે. આ વૃક્ષને તારાઓ, રોશની અને ગિફ્ટથી સજાવવામાં આવે છે, જે જીવનમાં પ્રકાશનું પ્રતીક છે. ક્રિસમસ ટ્રી ને સજાવવા માટે તમે તેને રંગબેરંગી લાઇટથી લપેટી શકો છો. તમે તેના પર બોલ, રિબન અથવા ઘંટડીઓ પણ બાંધી શકો છો. તમે ઝાડની નીચે ગિફ્ટ બોક્સ પણ મૂકી શકો છો.





