Samudrik Shastra: શરીરના આ 5 અંગ પર તલ હોવું ભાગ્યશાળી, વ્યક્તિને મળે છે અપાર ધન અને સન્માન

Samudrik Shastra Lucky Moles On Your Body: સામુદ્રીક શાસ્ત્ર મુજબ શરીરના અમુક અંગ પર તલ હોવું શુભ માનવામાં આવે છે. આવા વ્યક્તિઓ જીવનમાં અઢળક ધન - સંપત્તિ અને માન - સન્માન મેળવે છે તેમજ ખુબ જ પ્રગતિ કરે છે.

Written by Ajay Saroya
May 30, 2024 22:08 IST
Samudrik Shastra: શરીરના આ 5 અંગ પર તલ હોવું ભાગ્યશાળી, વ્યક્તિને મળે છે અપાર ધન અને સન્માન
Moles On Face : સામુદ્રીક શાસ્ત્ર અનુસાર ચહેરાની જમણી બાજુ તલ હોવું શુભ માનવામાં આવે છે. (Photo - Freepik)

Lucky Moles On Your Body: વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં વ્યક્તિની કુંડળીમાં સ્થિત ગ્રહોનું વિશ્લેષણ કરીને ભવિષ્યવાણી કરવામાં આવે છે. તેવી જ રીતે સામુદ્રીક શાસ્ત્રમાં વ્યક્તિના શરીરના અંગોના આકાર અને તલનું વિશ્લેષણ કરવામાં આવે છે અને તેના આધારે ભવિષ્યવાણી કરવામાં આવે છે. અહીં અમે શરીરના અમુક અંગ પર તલ વિશે વાત કરવાના છીએ જેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમજ જે લોકોના શરીરના અંગ પર આ તલ હોય છે. તે લોકો અઢળક સંપત્તિના માલિક હોય છે. આવો જાણીએ કે શરીરના કયા ભાગ પર તલ હોવું રાજયોગની નિશાની છે.

જમણા ગાલ પર તલ

સામુદ્રીક શાસ્ત્ર અનુસાર વ્યક્તિના જમણા ગાલ પર તલ હોવું ખૂબ જ શુભ હોય છે. વળી, આવા લોકોને ખૂબ જ ઓછા પ્રયાસે પણ મોટી સફળતા મળે છે. વળી, આવી વ્યક્તિની આર્થિક સ્થિતિ મજબૂત રહે છે. સાથે જ તે પોતાના પાર્ટનર પ્રત્યે ખૂબ જ વફાદાર રહે છે. વળી, તેનો પોતાના પાર્ટનર સાથે સારો મનમેળ હોય છે.

હથેળીની મધ્યમાં તલ

હથેળીની વચ્ચે તલ હોવું ખૂબ શુભ હોય છે. આવા લોકોને હંમેશા ભાગ્યનો સાથ મળી શકે છે. વળી, આવા લોકો પોતાની મહેનતથી સમાજમાં પોતાની અલગ ઓળખ બનાવે છે. બીજી તરફ મુઠ્ઠી બંધ થાય ત્યારે હથેળીમાં તલ આવે તો આવા લોકો જીવનભર ઘણું કમાય છે.

શરીરના આ ભાગ પર તલ શુભ ગણાય છે

જે લોકોના કપાળની જમણી બાજુ તલ હોય છે, તો આવા લોકોને જીવનમાં તમામ ભૌતિક સુખો મળે છે. સાથે જ આવા લોકો ખૂબ મહેનતુ હોય છે અને મહેનતથી દરેક પદને પ્રાપ્ત કરે છે. કપાળ પર ડાબી બાજુનો તલ હોય તો જીવનમાં અનેક સંકટોનો સામનો કરવો પડે છે.

નાક પર તલ

સામુદ્રીક વિજ્ઞાન અનુસાર જે લોકોના નાક પર તલ હોય છે તે લોકો ભાગ્યશાળી હોય છે. સાથે જ આવા લોકો સ્વપ્નદ્રષ્ટા હોય છે. વળી, જે લોકોના નાકના આગળના ભાગે તલ હોય છે, તેમને જીવનમાં તમામ સુખ-સુવિધાઓ મળી જાય છે.

આ પણ વાંચો | હાથમાં આ રેખા કરાવે છે લગ્ન અને સંબંધમાં બ્રેકઅપ, જીવનમાં નથી મળતો સાચો પ્રેમ, જોઈલો તમારો હાથ

કમર પર તલ

જો કોઈ વ્યક્તિની કમર પર તલ અત્યંત શુભ માનવામાં આવે છે. બીજી તરફ ખાસ કરીને જો કોઇ મહિલાની ડાબી કમર પર તલ હોય તો તે ખૂબ જ ધનવાન હોવાની સાથે તેનું વ્યક્તિત્વ પણ ખૂબ જ આકર્ષક હોય છે. સાથે જ તે પરિવાર અને સમાજમાં પોતાની અલગ ઓળખ બનાવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ