/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/Surat-Diamond-Bourse-14.jpg)
Money Plant Vastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં મની પ્લાન્ટનું વિશેષ મહત્વ છે.
Money Plant Vastu Tips Home and Bedroom : વાસ્તુશાસ્ત્રમાં મની પ્લાન્ટનું વિશેષ મહત્વ સમજાવવામાં આવ્યું છે. મની પ્લાન્ટ ઘરની સુંદરતામાં વધારો કરવાની સાથે સાથે વાસ્તુ દોષ અને નકારાત્મક ઉર્જાથી મુક્તિ અપાવે છે. મની પ્લાન્ટનો સંબંધ શુક્ર સાથે હોવાનું મનાય છે અને શુક્ર ગ્રહ ભૌતિક સુખ-સુવિધા, સૌભાગ્ય, આકર્ષણનું કારક છે. આથી જો ઘરમાં યોગ્ય દિશા અને સ્થાન પર મની પ્લાન્ટ રાખવામાં આવે તો શુક્રમની યોગ્ય સ્થિતિથી ઘરમાં સુખ-સંપત્તિનો વરસાદ થાય છે. ઘરમાં મની પ્લાન્ટ અલગ-અલગ સ્થળે મૂકી શકાય છે. ઘણા લોકો બેડરૂમમાં પણ મની પ્લાન્ટનો છોડ મૂકે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં મની પ્લાન્ટ લગાવતી વખતે કેટલાક નિયમોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો આ નિયમોનું ધ્યાન રાખવામાં ન આવે તો સંપત્તિમાં વધારો થવાને બદલે તમારે આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. ઉપરાંત લગ્ન જીવનમાં માનસિક તણાવની સાથે સમસ્યાઓ પણ આવી શકે છે. ચાલો જાણીએ કે બેડરૂમમાં મની પ્લાન્ટ લગાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
બેડરૂમમાં મની પ્લાન્ટ લગાવતી વખતે કઇ બાબતો ધ્યાનમાં રાખવી
- વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં મની પ્લાન્ટ રાખવાથી મૂડ સારો રહે છે, દિવસભર સ્ફૂર્તિ અનુભવાય છે.
- બેડરૂમમાં મની પ્લાન્ટ લગાવતી વખતે ધ્યાન રાખો કે બેડની બરાબર બાજુમાં મની પ્લાન્ટ ન રાખો, કારણ કે તે રાત્રે કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન કરે છે. તેથી બેડથી ઓછામાં ઓછું 5 ફૂટ દૂર રાખો.
- મની પ્લાન્ટમાં રેડિયેશન શોષવાની ક્ષમતા હોય છે. તેથી તમે તેને ટેલિવિઝન, કમ્પ્યુટર અથવા વાઇફાઇ રાઉટરની નજીક રાખી શકો છો.
- જો તમારા બેડરૂમમાં એસી છે, તો ધ્યાનમાં રાખો કે લાંબા સમય સુધી એર-કંડિશનરની પાસે રહેવાથી મની પ્લાન્ટ બગડી શકે છે. આથી સમયાંતરે મની પ્લાન્ટને સૂર્યપ્રકાશમાં રાખવો.
- બેડરૂમમાં મની પ્લાન્ટ રાખતી વખતે દિશાનું ધ્યાન રાખો. વાસ્તુ અનુસાર બેડરૂમમાં પૂર્વ, દક્ષિણ, ઉત્તર અથવા દક્ષિણ-પૂર્વ દિશામાં મની પ્લાન્ટ રાખી શકાય છે.
- વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં મની પ્લાન્ટ ક્યારેય પશ્ચિમ કે દક્ષિણ-પશ્ચિમ દિશામાં ન રાખવો. તેનાથી અશુભ પરિણામ મળે છે.
ઘરમાં મની પ્લાન્ટ ક્યાં લગાવવો જોઈએ?
મની પ્લાન્ટ હંમેશા દક્ષિણ-પૂર્વ દિશામાં લગાવવો જોઈએ, કારણ કે આ દિશાને ભગવાન ગણેશની દિશા માનવામાં આવે છે.
આ પણ વાંચો- અધિક માસમાં તુલસીના ચમત્કારી ઉપાય, ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીના આશીર્વાદ મળશે
મની પ્લાન્ટ ચોરી કરીને વાવવું જોઇએ?
વાસ્તુ અનુસાર ચોરી કરીને મની પ્લાન્ટ લગાવવાનું ટાળો, કારણ કે તે તમારા માટે સારું સાબિત નહીં થાય.
કયા દિવસે ઘરે મની પ્લાન્ટ લગાવવો?
વાસ્તુ શાસ્ત્રની રીતે મની પ્લાન્ટ લગાવવા માટે શુક્રવારનો દિવસે શુભ મનાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us