Chandra Dosh 2024 : વૈદિક જ્યોતિષ મુજબ છાયા ગ્રહ રાહુ કેતુ લગભગ દોઢ વર્ષ સુધી કોઈ એક રાશિમાં રહે છે. પાપી ગ્રહ કેતુની વાત કરીએ તો ગત વર્ષે એટલે કે 30 ઓક્ટોબર 30 ઓક્ટોબર તેમણે કન્યા રાશિમાં પ્રવેશ કર્યો હતો અને હવે વર્ષ 2025માં તે રાશિ પરિવર્તન કરશે, આવી સ્થિતિમાં કેતુ વર્ષ 2024માં કોઈ ગ્રહ સાથે યુતિ કરશે, જેનાથી અનેક પ્રકારના શુભ અને અશુભ યોગનું નિર્માણ થશે.
બીજી તરફ ચંદ્રને સૌથી ઝડપથી ગતિ કરતો ગ્રહ માનવામાં આવે છે. તે લગભગ અઢી દિવસ સુધી એક રાશિમાં રહે છે. તેવી જ રીતે 24 માર્ચે કન્યા રાશિમાં કેતુ અને ચંદ્રનું મિલન થશે, જેના કારણે ગ્રહણ દોષ નામનો યોગ બની રહ્યો છે. આ યોગને એકદમ અશુભ માનવામાં આવે છે. આ યોગ લાંબુ આયુષ્ય, સ્વાસ્થ્ય પર વધુ ખરાબ કરે છે. આવો જાણીએ કઈ રાશિને સાવધાન રહેવાની જરૂર છે.
વૈદિક જ્યોતિષ મુજબ ચંદ્ર ગ્રહ 24 માર્ચે બપોરે 2:20 વાગ્યે સિંહ રાશિમાંથી નીકળી કન્યા રાશિમાં પ્રવેશ કરશે. કન્યા રાશિમાં કેતુ અને ચંદ્રની યુતિ લગભગ અઢી દિવસ સુધી રહેશે.
મિથુન રાશિ (Mithun Zodiac)
આ રાશિના ચોથા ભાવમાં ગ્રહણ દોષ બની રહ્યો છે. આવી સ્થિતિમાં, તે આ રાશિના લોકો માટે સારી બાબત નથી. આ રાશિના જાતકોની સુખ-સુવિધામાં ઘટાડો થશે. આ સાથે દરેક કામમાં કોઈને કોઈ પ્રકારની અડચણ આવશે. પરિવારમાં કોઈ વાતને લઈને અણબનાવ થઈ શકે છે. આવી સ્થિતિમાં તમારે ઘરેલું સમસ્યા અને માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. આ સાથે કાયદાકીય બાબતોથી દૂર રહેવાની જરૂર છે. બિનજરૂરી રોકાણથી બચવું જોઈએ, કારણ કે ધન હાનિ થવાના યોગ છે. આ સાથે સ્વાસ્થ્યને લઈને પણ થોડી સાવધાની રાખવાની જરૂર છે.
કન્યા રાશિ (Kanya Zodiac)
આ રાશિના લગ્ન ઘરમાં ગ્રહણ દોષ બની રહ્યો છે. આવી સ્થિતિમાં, આ રાશિના લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. સ્વાસ્થ્યને લઈને તમે ખૂબ ચિંતિત રહી શકો છો. આ સાથે નાણાંની તંગી થઇ શકે છે. કોઈ ને કોઈ રીતે કામમાં વિઘ્નો આવી શકે છે. આ સાથે જ ભૌતિક સુખોમાં પણ ઘટાડો થઈ શકે છે. તમારે કોઈ કારણસર થોડી મુસાફરી કરવી પડી શકે છે. બિનજરૂરી ચિંતા સતાવી શકે છે.
મકર રાશિ (Makar Zodiac)
ગ્રહણ દોષ મકર રાશિના જાતકો માટે પણ શુભ સાબિત થશે નહીં. આ રાશિના નવમાં ભાવમાં આ યોગ બની રહ્યા છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોના સ્વાસ્થ્ય પર અસર પડશે. આ સાથે જ પિતા અને પરિવારના અન્ય સભ્યો પણ બીમાર પડી શકે છે. બિનજરૂરી ખર્ચથી પરેશાન થઈ શકો છો. આ સાથે પરિવારમાં કોઈ વાતને લઈને અણબનાવ થઈ શકે છે. આ સાથે નોકરીયાત લોકોએ પણ થોડી સાવધાની રાખવાની જરૂર છે. તમારે દરેક ક્ષેત્રમાં નિષ્ફળતાઓનો સામનો કરવો પડી શકે છે. આ સાથે જ પરિવારમાં શાંતિ ભંગ થશે, જેનાથી તણાવ થઈ શકે છે. અધ્યાત્મિકતા તરફ ઝુકાવ રહેશે.
આ પણ વાંચો | હોળીના દિવસે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ, રાહુ-શનિ આ 1 રાશિની સમસ્યાઓમાં કરશે વધારો
(Disclaimer : આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતી સત્ય અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી રજૂ કરવાનો છે. અમે તે સાચી હોવાની ખાતરી આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ રીતે ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી.)