Mundan Sanskar: મુંડન સંસ્કાર કેમ અને ક્યારે કરાવવું જોઇએ? હિંદુ શાસ્ત્રમાં ચૌલક્રિયાનું શું મહત્વપૂર્ણ છે જાણો

Mundan Sanskar Importance: હિંદુ શાસ્ત્રમાં કુલ 16 સંસ્કારોનું વર્ણન છે, જેમાં મુંડન સંસ્કાર 8માં ક્રમનો સંસ્કાર છે.

Mundan Sanskar Importance: હિંદુ શાસ્ત્રમાં કુલ 16 સંસ્કારોનું વર્ણન છે, જેમાં મુંડન સંસ્કાર 8માં ક્રમનો સંસ્કાર છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
mundan sanskar | mundan ceremony | mundan sanskar importance | 16 sanskar name and Benefit

Mundan Sanskar: મુંડન સંસ્કારની પ્રતિકાત્મક તસ્વીર (એક્સપ્રેસ ફોટો)

16 Sanskar Name and Benefit : હિંદુ શાસ્ત્રમાં કુલ 16 સંસ્કારોનું વર્ણન છે. જેમાંથી એક મુખ્ય છે મુંડન સંસ્કાર. મુંડન સંસ્કાર જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે કરવામાં આવે છે. તે 16 સંસ્કારોમાં આઠમાં ક્રમનો સંસ્કાર છે. આને ચૂડાકર્મ સંસ્કાર કે ચૌલક્રિયા પણ કહેવાય છે. શાસ્ત્રો અનુસાર મુંડન સંસ્કાર કરવાથી બાળકનો માનસિક વિકાસ થાય છે. હકીકતમાં ગર્ભમાં બાળકના માથા પર જે વાળ હોય છે તેને અપવિત્ર માનવામાં આવે છે અને મુંડન સંસ્કાર દ્વારા બાળકના જન્મના વાળને દૂર કરવામાં આવે છે. ઉપરાંત મુંડન સંસ્કારથી બાળક દીર્ઘાયુ થાય છે. ચાલો જામીયે મુંડન સંસ્કાર ક્યારે કરાવવું જોઇએ અને તેનું મહત્વ

Advertisment

જન્મના કેટલા સમય બાદ મુંડન સંસ્કાર કરાવવું જોઈએ?

બાળકના જન્મના એક વર્ષના અંતે અથવા ત્રીજા, પાંચમા કે સાતમા વર્ષે મુંડન સંસ્કાર કરાવવું જોઈએ. તેમજ વૈદિક પંચાંગમાં મુંડન સંસ્કાર માટે વિશેષ મુહૂર્તોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમા મુંડન સંસ્કાર માટે નક્ષત્ર અને તિથિ મુખ્યત્વે જોવા મળે છે. ઉદાહરણ તરીકે, બીજ, ત્રીજ અથવા, પંચમી, સપ્તમી, દશમી, એકાદશી અને તેરસની તિથિ મુંડન સંસ્કાર માટે શુભ માનવામાં આવે છે.

ઉપરાંત અશ્વિની, મૃગશિરા, પુષ્ય, હસ્ત, પુનર્વસુ, ચિત્ર, સ્વાતિ, જ્યેષ્ઠ, શ્રવણ, ધનિષ્ઠા અને શતભિષા નક્ષત્રમાં ચૂડાકર્મ સંસ્કાર કરવુ ઉત્તમ મનાય છે. મુંડન સંસ્કાર આ તિથિઓ અને નક્ષત્રો પર જ કરવા જોઈએ. કેટલાક લોકો શુભ મુહૂર્ત જોયા વગર પોતાના બાળકનું મુંડન કરાવે છે જે ખોટું છે. આમ કરવાથી બાળકનો માનસિક વિકાસ અટકી શકે છે.

શાસ્ત્રો અનુસાર ગર્ભના વાળનું વર્સનજ કરવાથી બાળકને પૂર્વ જન્મના શ્રાપમાંથી મુક્તિ મળે છે. તમને જણાવી દઈએ કે જ્યારે બાળક ગર્ભમાં હોય છે ત્યારે તેના માથા પર થોડાંક વાળ હોય છે જેમાં ઘણા કીટાણુઓ અને બેક્ટેરિયા હોય છે અને મુંડન કરવાથી માથામાંથી કીટાણુઓ અને બેક્ટેરિયા દૂર થઇ જાય છે. તેમજ મુંડન કરાવ્યા બાદ માથામાંથી સૂર્યપ્રકાશ સીધો શરીરમાં જાય છે, જેના કારણે વિટામિન ડી પણ મળે છે અને તેનાથીબાળકનો યોગ્ય વિકાસ થાય છે. બીજી તરફ બાળકની શક્તિ, તીક્ષ્ણતા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે મુંડન સંસ્કારને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

Advertisment
જીવનશૈલી astrology ધર્મ ભક્તિ