/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Kali-chaudas-2024.jpg)
Kali chaudas 2024 : દિવાળીના એક દિવસ પહેલા કાળી ચૌદશનો તહેવાર ઉજવવામાં આવે છે. તેને નરક ચતુર્દશી પણ કહેવાય છે (Pc-Freepik)
Kali chaudas 2024 : દિવાળીના એક દિવસ પહેલા કાળી ચૌદશનો તહેવાર ઉજવવામાં આવે છે. તેને નરક ચતુર્દશી પણ કહેવાય છે. હિન્દુ પંચાંગ મુજબ આસો વદ ચૌદસના દિવસે કાળી ચૌદસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે યમરાજ, ભગવાન શ્રીકૃષ્ણ અને હનુમાનજીની પૂજા કરવાનો પણ નિયમ છે. શાસ્ત્રો અનુસાર હનુમાનજીએ તેમના સમર્પણ અને ભક્તિભાવથી ભગવાન શ્રીરામને પ્રસન્ન કર્યા હતા. આ કારણે તેમને આશીર્વાદ આપ્યા કે સંસારમાં તેમની પૂજા કરતા પહેલા તેમના પરમ ભક્ત હનુમાનજીની પૂજા થશે. આ કારણે દિવાળીના એક દિવસ પહેલા હનુમાનજીની વિધિવત પૂજા કરવામાં આવે છે. આવો જાણીએ શુભ સમય અને પૂજા વિધી …
કાળી ચૌદસ ક્યારે છે?
હિન્દુ પંચાગ પ્રમાણે આ વખતે કાળી ચૌદસ 30 ઓક્ટોબર અને 31 ઓક્ટોબર એમ બે દિવસ પડી રહી છે. ઉદયાતિથિ પ્રમાણે ઘણા લોકો 31મી ઓક્ટોબરે કાળી ચૌદસ મનાવશે ઉજવણી. જોકે તેની રાત્રી પૂજા 30મી ઓક્ટોબરે કરવામાં આવશે.
કેવી રીતે કરશો હનુમાન દાદાની પૂજા
કાળી ચૌદસના દિવસે નિત્ય કાર્યો પુરા કરીને સ્નાન કરવું. આ પછી, સ્વચ્છ કપડાં પહેરો. ત્યારબાદ એક બાજોટ પર લાલ કપડું પાથરીને હનુમાનની તસવીર કે પ્રતિમા રાખો. સૌ પ્રથમ તો ફૂલની મદદથી જળથી આચમન કરો. આ પછી કુમકુમ, ચોથા વગેરે હનુમાનજીને અનામિકા આંગળીથી લગાવો. આ સાથે ફૂલ, માળા વગેરે ચઢાવો. બૂંદીના લાડુ કે અન્ય કોઈ મીઠાઈનો ભોગ લગાવો. ત્યારબાદ ઘી અને અગરબત્તીનો દીવો પ્રગટાવી વિધિવત હનુમાન ચાલીસા, મંત્રનો પાઠ કરો. આ પછી વિધિવત રીતે આરતી કરો.
જાણો ધાર્મિક મહત્વ અને પૌરાણિક કથાઓ
શાસ્ત્રો અનુસાર નરકાસુર નામનો એક રાક્ષસ હતો જે દરરોજ દેવતા અને સાધ-સંતોને ત્રાસ આપતો હતો. જેના કારણે તમામ દેવો અને સંતો ભગવાન શ્રી કૃષ્ણ પાસે મદદ માટે પહોંચ્યા હતા. નરકાસુરને ફક્ત સ્ત્રીના હાથેથી મૃત્યુનું વરદાન મળ્યું હતું. જે બાદ નરકાસુર અને ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચે યુદ્ધ થયું અને પછી શ્રીકૃષ્ણએ પત્ની સત્યભામાની મદદથી નરકાસુરનો વધ કર્યો હતો. તમને જણાવી દઈએ કે નરકાસુરે 16 હજાર બંધક બનાવ્યા હતા, જેમને ભગવાન શ્રીકૃષ્ણએ મુક્ત કરાવ્યા હતા.
જે દિવસે નરકાસુરનો વધ કરવામાં આવ્યો તે દિવસે આસો વદ ચૌદસની તિથિ હતી. ત્યારથી જ નરક ચતુર્દશીનો તહેવાર ઉજવવા લાગ્યો. સાથે જ આ દિવસે મૃત્યુના દેવતા યમરાજની પૂજા કરવામાં આવે છે અને તેથી આ દિવસને યમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ઘર અને પ્રતિષ્ઠાન પર દીવા પ્રગટાવવા જોઈએ.
કાળી ચૌદસના દિવસે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવી જોઈએ. તેમજ આ દિવસે ગાયની સેવા કરવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. માન્યતા અનુસાર આ દિવસે હનુમાનજીને સિંદૂર અને ચમેલીના તેલમાં મિશ્રિત ચોલા ચઢાવવાથી કષ્ટોમાંથી મુક્તિ મળે છે.
ડિસ્ક્લેમર- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us