scorecardresearch

નવરાત્રીના પાંચમાં નોરતે સ્કંદમાતાની થાય છે પૂજા-અર્ચના, માતાની કૃપાથી પુરી થાય છે ભક્તોની મનોકામના

shardiya navratri Day 5 mata skandamata puja: શાસ્ત્રો પ્રમાણે આની કૃપાથી મૂર્ખ પણ જ્ઞાની બની જાય છે. જ્યારે પહાડો ઉપર રહીને સાંસારિક જીવોમાં નવચેતનાનું નિર્ણાણ કરનારી દેવી સ્કંદમાતા છે.

નવરાત્રીના પાંચમાં નોરતે સ્કંદમાતાની થાય છે પૂજા-અર્ચના, માતાની કૃપાથી પુરી થાય છે ભક્તોની મનોકામના
નવરાત્રીના પાંચમા નોરતે સ્કંદ માતાની થાય છે પૂજા

Sardiya Navratri 2022 Day 5 Mata Skandamata: નવરાત્રીના પાંચમાં દિવસે દુર્ગામાતાના સ્વરૂપ એવા સ્કંદમાતાના રૂપની પૂજા – અર્ચના કરવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે આની કૃપાથી મૂર્ખ પણ જ્ઞાની બની જાય છે. જ્યારે પહાડો ઉપર રહીને સાંસારિક જીવોમાં નવચેતનાનું નિર્ણાણ કરનારી દેવી સ્કંદમાતા છે. ઉલ્લેખનીય છે કે સ્કંદ કુમાર કાર્તિકેયની માતાના કારણે તેમને સ્કંદમાતા નામથી પણ ઓળખવામાં આવે છે. માન્યતા છે કે આની ઉપાસનાથી ભક્તોની દરેક મનોકામના પુરી થાય છે. એવી પણ માન્યતા છે કે આની પૂજા કરવાથી સંતાન યોગની પ્રાપ્તિ થાય છે. તો ચાલો જાણીએ નવરાત્રીના પાંચમાં દિવસની પૂજા વિધિ, વ્રત કથા, આરતી, મંત્ર અને મુહૂર્ત અંગે

સ્કંદમાતાની પૂજા આરતી વિધિ સહિતની માહિતી

નવરાત્રીનો તહેવાર સૌથી પાવન અને પવિત્ર માનવામાં આવે છે. એટલા માટે પાંચમના દિવસે સૌથી પહેલા સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો. હવે ઘરના મંદિર અથવા પૂજા સ્થાનમાં ચોકી પર સ્કંદમાતાની તસવીર અથવા પ્રતિમા સ્થાપિત કરો. ત્યારબાદ ચોકીને ગંગાજળથી શુદ્ધિકરણ કરો અને પછી કળશમાં પાણી લઈને તેમાં સિક્કા નાંખો અને તેને ચોકી ઉપર રાખો. હવે પૂજાનો સંકલ્પ લો. ત્યારબાદ સ્કંદમાતાને કંકુ ચોખા લગાવો અને નિવેધ અર્પિત કરો. હવે અગરબત્તી અને દિવાથી માતાની આરતી ઉતારો અને આરતી બાદ ઘરમાં દરેક લોકોને પ્રસાદ વહેંચો. સ્કંદ માતાને સફેદ રંગ પસંદ છે એટલા માટે તમે સફેદ રંગના કપડાં પહેરીને માતાને કેળાનો ભોગ લગાવો. આવું કરવાથી માતા નિરોગી રહેવાના આશિર્વાદ આપે છે.

સ્કંદમાતાનો મંત્ર

सिंहासनगता नित्यं पद्माश्रितकरद्वया

शुभदास्तु सदा देवी स्कन्दमाता यशस्विनी॥

આ મંત્રથી ધરો માતાનું ધ્યાન

वन्दे वांछित कामार्थे चन्द्रार्धकृतशेखराम्।
सिंहरूढ़ा चतुर्भुजा स्कन्दमाता यशस्वनीम्।।
धवलवर्णा विशुध्द चक्रस्थितों पंचम दुर्गा त्रिनेत्रम्।
अभय पद्म युग्म करां दक्षिण उरू पुत्रधराम् भजेम्॥
पटाम्बर परिधानां मृदुहास्या नानांलकार भूषिताम्।
मंजीर, हार, केयूर, किंकिणि रत्नकुण्डल धारिणीम्॥
प्रफुल्ल वंदना पल्ल्वांधरा कांत कपोला पीन पयोधराम्।
कमनीया लावण्या चारू त्रिवली नितम्बनीम्॥

સ્કંદમાતાનો સ્તોત પાઠ

नमामि स्कन्दमाता स्कन्दधारिणीम्।
समग्रतत्वसागररमपारपार गहराम्॥
शिवाप्रभा समुज्वलां स्फुच्छशागशेखराम्।
ललाटरत्नभास्करां जगत्प्रीन्तिभास्कराम्॥
महेन्द्रकश्यपार्चिता सनंतकुमाररसस्तुताम्।
सुरासुरेन्द्रवन्दिता यथार्थनिर्मलादभुताम्॥
अतर्क्यरोचिरूविजां विकार दोषवर्जिताम्।
मुमुक्षुभिर्विचिन्तता विशेषतत्वमुचिताम्॥
नानालंकार भूषितां मृगेन्द्रवाहनाग्रजाम्।
सुशुध्दतत्वतोषणां त्रिवेन्दमारभुषताम्॥
सुधार्मिकौपकारिणी सुरेन्द्रकौरिघातिनीम्।
शुभां पुष्पमालिनी सुकर्णकल्पशाखिनीम्॥
तमोन्धकारयामिनी शिवस्वभाव कामिनीम्।
सहस्त्र्सूर्यराजिका धनज्ज्योगकारिकाम्॥
सुशुध्द काल कन्दला सुभडवृन्दमजुल्लाम्।
प्रजायिनी प्रजावति नमामि मातरं सतीम्॥
स्वकर्मकारिणी गति हरिप्रयाच पार्वतीम्।
अनन्तशक्ति कान्तिदां यशोअर्थभुक्तिमुक्तिदाम्॥
पुनःपुनर्जगद्वितां नमाम्यहं सुरार्चिताम्।
जयेश्वरि त्रिलोचने प्रसीद देवीपाहिमाम्॥

સ્કંદમાતાનું કથા
શાસ્ત્રો અનુસાર કાર્તિકેયએ દેવતાઓના કુમાર સેનાપતિ કહેવામાં આવે છે. સાથે જ કાર્તિકેયને પુરાણોમાં સનત-કુમાર, સ્કંદ કુમાર વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે. માતા પોતાના આ રૂપમાં સિંહ ઉપર સવાર થઈને અત્યાચારી દાનવોનો સંહાર કરે છે. પર્વતરાજની પુત્રી હોવાના કારણે તેમને પાર્વતી પણ કહેવામાં આવે છે. ભગવાન શિવના પત્ની હોવાના કારણે તેમનું એક નામ માહેશ્વરી પણ છે. તેઓ વર્ણે ગૌવર્ણા છે માટે તેમને ગૌરી પણ કહેવામાં આવે છે. માતાને પોતાના પુત્રથી ખૂબ જ પ્રેમ છે એટલા માટે તેમને સ્કંદમાતા કહેવામાં આવે છે. માતા કમળના પુષ્પ ઉપર વિરાજમાન અભય મુદ્રામાં હોય છે. એટલા માટે તેમને પદ્માસના દેવી અને વિદ્યાવાહિની દુર્ગા પણ કહેવામાં આવે છે.

માતા સ્કંદમાતાની આરતી

मां स्कंदमाता की आरती:

जय तेरी हो स्‍कंदमाता

पांचवां नाम तुम्हारा आता

सब के मन की जानन हारी

जग जननी सब की महतारी

तेरी ज्योत जलाता रहूं मैं

हरदम तुम्हें ध्याता रहूं मैं

कई नामो से तुझे पुकारा

मुझे एक है तेरा सहारा

कही पहाड़ों पर है डेरा

कई शहरों में तेरा बसेरा

हर मंदिर में तेरे नजारे

गुण गाये तेरे भगत प्यारे

भगति अपनी मुझे दिला दो

शक्ति मेरी बिगड़ी बना दो

इन्दर आदी देवता मिल सारे

करे पुकार तुम्हारे द्वारे

दुष्ट दत्य जब चढ़ कर आये

तुम ही खंडा हाथ उठाये

दासो को सदा बचाने आई

‘चमन’ की आस पुजाने आई

Web Title: Navratri 2022 day 5 mata skandamata puja vidhi arti

Best of Express