નવરાત્રીનું છઠ્ઠું નોરતુંઃ કેવી રીતે થાય છે કાત્યાયની માતાની પૂજા? શું છે વિધિ, મંત્ર અને કથા?

Navratri 2022 katyayani mata puja vidhi: માન્યતા છે કે કાત્યાયની માતાની પૂજા કરવાથી લગ્નમાં આવતી બાધાઓ દૂર થાય છે. ભગવાન બૃહસ્પતિ પ્રસન્ન થઈને લગ્નનો યોગ બનાવે છે. કહેવામાં આવે છે કે જો સાચા મનથી માતાની પૂજા કરવામાં આવે તો લગ્નજીવનમાં સુખ-શાંતિ બની રહે છે.

Written by Ankit Patel
October 01, 2022 10:27 IST
નવરાત્રીનું છઠ્ઠું નોરતુંઃ કેવી રીતે થાય છે કાત્યાયની માતાની પૂજા? શું છે વિધિ, મંત્ર અને કથા?
નવરાત્રીના છઠ્ઠા નોતરે થાય છે માતા કાત્યાયનીની પૂજા

Navratri 2022 day 6 Katyayani mata: નવરાત્રીના છઠ્ઠા દિવસે કાત્યાયની માતાની પૂજા – અર્ચના કરવામાં આવે છે. કાત્યાયની માતાની ઉપાસના અને આરાધનાથી ભક્તોને ખૂબ જ સરળતાથી અર્થ, ધર્મ, કામ અને મોક્ષ ચારે ફળોની પ્રાપ્તિ થાય છે. આનાથી રોગ, શોક, સંતાપ અને ભય નષ્ટ થઈ જાય છે. માન્યતા છે કે કાત્યાયની માતાની પૂજા કરવાથી લગ્નમાં આવતી બાધાઓ દૂર થાય છે. ભગવાન બૃહસ્પતિ પ્રસન્ન થઈને લગ્નનો યોગ બનાવે છે. કહેવામાં આવે છે કે જો સાચા મનથી માતાની પૂજા કરવામાં આવે તો લગ્નજીવનમાં સુખ-શાંતિ બની રહે છે. તો ચાલો નવરાત્રીના છઠઠા દિવસે પૂજા વિધિ, વ્રત કથા, આરતી, મંત્ર, મુહૂર્ત અંગે માહિતી.

પૂજા વિધિ

નવરાત્રીના છઠ્ઠા દિવસે સ્નાન કરીને લાલ કે પીળા રંગના વસ્ત્રો પહેરો. સૌથી પહેલા ઘરના પૂજા સ્થાન અથવા મંદિરમાં દેવી કાત્યાયનીની મૂર્તિ અથવા તસવીર સ્થાપિત કરો. હવે ગંગાજળ છાંટીને શુદ્ધિકરણ કરો અને માતાની પ્રતિમા આગળ દીવો રાખો. હવે હાથમાં ફૂલ લઈને માતાને પ્રમાણ કરો અને તેમનું ધ્યાન કરો. ત્યારબાદ તેમને પીળા ફૂલો, આખી હળદળની ગાંઠ અને મદ અર્પણ કરો. અગરબત્તી-દીપકથી માતાની આરતી ઉતારો. આરતીના બાદ દરેકને પ્રસાદી આપો અને સ્વયં પણ ગ્રહણ કરો.

ધ્યાન

वन्दे वांछित मनोरथार्थ चन्द्रार्घकृत शेखराम्।सिंहरूढ़ा चतुर्भुजा कात्यायनी यशस्वनीम्॥स्वर्णाआज्ञा चक्र स्थितां षष्टम दुर्गा त्रिनेत्राम्।वराभीत करां षगपदधरां कात्यायनसुतां भजामि॥पटाम्बर परिधानां स्मेरमुखी नानालंकार भूषिताम्।मंजीर, हार, केयूर, किंकिणि रत्नकुण्डल मण्डिताम्॥प्रसन्नवदना पञ्वाधरां कांतकपोला तुंग कुचाम्।कमनीयां लावण्यां त्रिवलीविभूषित निम्न नाभिम॥

સ્તોત્ર પાઠ

कंचनाभा वराभयं पद्मधरा मुकटोज्जवलां।स्मेरमुखीं शिवपत्नी कात्यायनेसुते नमोअस्तुते॥पटाम्बर परिधानां नानालंकार भूषितां।सिंहस्थितां पदमहस्तां कात्यायनसुते नमोअस्तुते॥परमांवदमयी देवि परब्रह्म परमात्मा।परमशक्ति, परमभक्ति,कात्यायनसुते नमोअस्तुते॥

માતા કાત્યાયનીની કથા

કત નામના એક પ્રસિદ્ધ મહર્ષી હતા તેમના પુત્ર ઋષિ કાત્ય થયા. એ કાત્યના ગોત્રમાં વિશ્વપ્રસિદ્ધ મહર્ષી કાત્યાયન ઉત્પન્ન થયા હતા. તેમણે માતા પરામ્બાની ઉપાસના કરતા અનેક વર્ષો સુધી કઠીન તપસ્યા કરી હતી. તેમની ઈચ્છા હતી કે માતા ભગવતી તેમના ઘરે પુત્રીના સ્વરૂપે જન્મ લે. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને માતા ભગવતીએ તેમની આ પ્રાર્થના સ્વીકાર કરી લીધી. કેટલાક સમય પછી જ્યારે દાનવ મહિષાસુરનો અત્યાચર ધરતી પર વધી ગયો ત્યારે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણે પોત-પોતાના તેજનો અંશ આપીને મહિષાસુરના વિનાશ માટે એક દેવીને ઉત્પન્ન કરી હતી. મહર્ષિ કાત્યાયને સૌ પહેલા તેમની પૂજા કરી હતી. જેના કારણે તેઓ કાત્યાયની નામથી ઓળખાયા. પૌરાણિક માન્યતાઓ અનુસાર ગોપીઓએ શ્રીકૃષ્ણને પતિ સ્વરૂપ મેળવવા માટે યમુના નદીના તટ ઉપર કાત્યાયનીની કરી હતી.

માતા કાત્યાયનીની આરતી

जय कात्यायनि मां, मैया जय कात्यायनि मां।उपमा रहित भवानी, दूं किसकी उपमा॥मैया जय कात्यायनि, गिरजापति शिव का तप, असुर रम्भ कीन्हां।वर-फल जन्म रम्भ गृह, महिषासुर लीन्हां॥मैया जय कात्यायनि, कर शशांक-शेखर तप, महिषासुर भारी।शासन कियो सुरन पर, बन अत्याचारी॥मैया जय कात्यायनि, त्रिनयन ब्रह्म शचीपति, पहुंचे, अच्युत गृह।महिषासुर बध हेतु, सुर कीन्हौं आग्रह॥मैया जय कात्यायनि, सुन पुकार देवन मुख, तेज हुआ मुखरित।जन्म लियो कात्यायनि, सुर-नर-मुनि के हित॥मैया जय कात्यायनि, अश्विन कृष्ण-चौथ पर, प्रकटी भवभामिनि,पूजे ऋषि कात्यायन, नाम काऽऽत्यायिनि॥मैया जय कात्यायनि, अश्विन शुक्ल-दशी को, महिषासुर मारा।।

માતા કાત્યાયનીનો મંત્ર

चंद्रहासोज्ज्वलकरा शार्दूलवरवाहना।कात्यायनी शुभं दद्याद्देवी दानवघातिनी॥

कात्यायनी महामाये , महायोगिन्यधीश्वरी।नन्दगोपसुतं देवी, पति मे कुरु ते नमः॥

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ