Navratri 2023 : નવરાત્રી એ હિન્દુ ધર્મનો ખૂબ જ વિશિષ્ટ તહેવાર છે. નવરાત્રીમાં રંગોનું વિશેષ મહત્વ છે. આ વર્ષે શારદીય નવરાત્રીની (Navratri 2023) શરૂઆત 15 ઓક્ટોબરના રોજથી થશે અને સમાપન 23 સપ્ટેમ્બરે નવમીના હવન સાથે થશે. એવું માનવામાં આવે છે કે દેવી દુર્ગાના નવ સ્વરૂપોની વિવિધ રંગોથી પૂજા કરવાથી દેવીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ રંગોને ધ્યાનમાં રાખીને પૂજા વિધિનું પાલન કરવાથી પરિવારમાં સમૃદ્ધિ અને ખુશીઓ આવે છે.
દેશના અલગ-અલગ ભાગોમાં નવરાત્રીની ઉજવણી અલગ-અલગ રીતે કરવામાં આવે છે. જો કે, આ તહેવાર ઉજવવાનું સૌથી મહત્વનું કારણ દેવી કાલી અથવા દુર્ગાના વિજયની ઉજવણી છે. નવરાત્રી પર, સ્ત્રીઓ નવ દિવસ માટે ઉપવાસ કરે છે. અહીં અમે 2023માં નવરાત્રિના 9 રંગો વિશે જણાવ્યું છે, જે તમારે જાણવું જોઈએ.
તહેવાર પૂરો થાય ત્યાં સુધી દરરોજ આમાંથી કોઈ એક રંગમાં સજ્જ થવું ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ નવરાત્રી પર દિવસ પ્રમાણે રંગોના કપડાં પહેરવા ખૂબ જ વિશેષ માનવામાં આવે છે.

નવરાત્રીનો પ્રથમ દિવસ – નારંગી રંગ

નવરાત્રીનો બીજો દિવસ – સફેદ રંગ

નવરાત્રીનો ત્રીજો દિવસ – લાલ રંગ

નવરાત્રીનો ચોથો દિવસ – રોયલ બ્લુ રંગ

નવરાત્રીનો પાંચમો દિવસ – પીળો રંગ

નવરાત્રીનો છઠ્ઠો દિવસ – લીલો રંગ

નવરાત્રીનો સાતમો દિવસ – બ્રાઉન રંગ
નવરાત્રીનો આઠમો દિવસ – જાંબલી રંગ

નવરાત્રીનો નવમો દિવસ – પીકોક ગ્રીન રંગ





