Navratri 2025 Nav Durga Mata Kushmanda Puja Vidhi : નવરાત્રીમાં દુર્ગા માતાના પૂજા આરાધના થાય છે. નવરાત્રીના નવ અલગ અલગ દિવસે નવ દુર્ગાના નવ સ્વરૂપની પૂજા કરવાનું વિધાન છે. જેમાં નવરાત્રીનું ચોથું નોરતું નવ દુર્ગાના ચોથા સ્વરૂપ માતા કુષ્માંડાને સમર્પિત છે. આ વખતે 26 સપ્ટેમ્બરે નવરાત્રીનું ચોથું નોરતું છે. માન્યતા મુજબ કુષ્માંડા દેવી પૂજા કરવાથી તમામ પ્રકારના દુ:ખ અને ગરીબીથી મુક્તિ મેળવે છે. આ સાથે દીર્ઘાયુષ્ય, કીર્તિ, શક્તિ, આરોગ્ય અને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. પૂજાના અંતે મા કુષ્માંડાના મંત્ર અને આરતીનો પાઠ કરવો બહુ ફળદાયી માનવામાં આવે છે. ત્યાર બાદ જ પૂજા પૂર્ણ માનવામાં આવે છે.
માતા કુષ્માંડાનું સ્વરૂપ
નવરાત્રીના ચોથા દિવસે કુષ્માંડા દેવીના રૂપમાં પૂજા માતા દુર્ગાની પૂજા કરવામાં આવે છે. મા કુષ્માંડાના આઠ ભુજા છે. તેથી જ તેમને અષ્ટભુજા પણ કહેવામાં આવે છે. કુષ્માંડા દેવીના એક હાથમાં માળા હોય છે અને અન્ય સાત હાથોમાં ધનુષ, તીર, કમંડલ, કમળ, અમૃત કલશ, ચક્ર અને ગદા ધારણ કરેલા છે. કુષ્માંડા એક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે કુમ્હડા એટલે કે કોળાનું બલિદાન આપવું.
કુષ્માંડા દેવીની પૂજાનું ફળ
માતા કુષ્માંડાની પૂજા કરવાથી વ્યક્તિ તમામ પ્રકારના દુ:ખ અને ગરીબીથી મુક્તિ મેળવે છે. એવું માનવામાં આવે છે કે માતા કુષ્માંડા એ બ્રહ્માંડની રચના કરી છે. જ્યોતિષ શાસ્ત્રમાં કુષ્માંડા દેવીનો સંબંધ બુધ ગ્રહ સાથે છે. તેથી, માતાનું આ સ્વરૂપ બુદ્ધિનું વરદાન આપે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે મા દુર્ગાના આ સ્વરૂપની પૂજા કરવાથી, કુંડળીમાં બુધ ગ્રહ સકારાત્મક બને છે. ઉપરાંત, વિચાર સકારાત્મક રહે છે.
માતા કુષ્માંડા માટે પ્રસાદ
માતા કુષ્માંડાની પૂજામાં પીળા કેસર વાળા પેઠાનો પ્રસાદમાં ધરાવવો શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત માલપુઆ અને પતાશા પણ પ્રસાદમાં ધરાવી શકાય છે.
કુષ્માંડા દેવીનો સ્તુતિમંત્ર
या देवी सर्वभूतेषु माँ कूष्माण्डा रूपेण संस्थिता।नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥
આ પણ વાંચો | નવરાત્રી 9 નહીં 10 દિવસ ઉજવાશે, તો આઠમ નોમના નૈવેધ ક્યારે કરવા? જાણો તારીખ
માતા કુષ્માંડાની પ્રાર્થના
सुरासम्पूर्ण कलशं रुधिराप्लुतमेव च।दधाना हस्तपद्माभ्यां कूष्माण्डा शुभदास्तु मे॥
મા કુષ્માંડા બીજ મંત્ર
ऐं ह्री देव्यै नम: