Navratri 2025 : નવરાત્રીના પાંચમાં નોરતે સ્કંદમાતાની પૂજાથી સંતાન સુખ મળે છે. જાણો પૂજા વિધિ મંત્ર પ્રસાદ અને આરતી

Navratri 5h Day, Maa Skandamata Puja Vidhi, Aarti In Gujarati : નવરાત્રીના પાંચમાં દિવસે સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે, નવદુર્ગાના પાંચમા સ્વરૂપ સ્કંદમાતાની પૂજાથી વ્યક્તિને સંતાન સુખ મળે છે અને બાળકનું આયુષ્ય વધે છે.

Written by Ajay Saroya
September 26, 2025 14:36 IST
Navratri 2025 : નવરાત્રીના પાંચમાં નોરતે સ્કંદમાતાની પૂજાથી સંતાન સુખ મળે છે. જાણો પૂજા વિધિ મંત્ર પ્રસાદ અને આરતી
Navratri Skandamata Puja Vidhi : નવરાત્રીના પાંચમાં નોરતે નવ દુર્ગાના 5માં સ્વરૂપ સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે.

Shardiya Navratri 5h Day, Maa Skandamata Puja Vidhi, Aarti In Gujarati : નવરાત્રીના પાંચમા દિવસે દેવી સ્કંદ માતાની પૂજા કરવામાં આવે છે. સ્કંદમાતા નવ દુર્ગાનું પાંચમું સ્વરૂપ છે. તેજસ્વી વસ્ત્રોમાં સુભોશિત સ્કંદમાતાના ખોળામાં પુત્ર સ્કંદ એટલે કે કાર્તિકેટ બિરાજમાન છે. આથી તેમને સ્કંદમાતા કહેવા છે. સ્કંદ માતાની પૂજા કરવાથી વ્યક્તિની સંતાન સુખ પ્રાપ્ત થાય છે. નવરાત્રીના પાંચમા દિવસે સ્કંદમાતાની પૂજા વિધિ, મંત્રી, આરતી, પ્રસાદ ભોગ અને મહાત્મય જાણો

Maa Skandamata : સ્કંદમાતા સ્વરૂપ

સ્કંદમાતા નવ દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ છે. સંપૂર્ણપણે શ્વેત રંગવાળા સ્કંદમાતા સિંહ ઉપર સવારી કરે છે. ઉપરાંત માતાજી કમળના ફુલ પર પણ બેઠેલા હોય છે, આથી તેમને પદ્માસના પણ કહેવામાં આવે છે. સ્કંદમાતાને ચાર ભુજા છે. ઉપરના જમણા હાથમાં તેમના પુત્ર સ્કંદને પકડી રાખ્યો છે અને તેમના જમણા હાથના નીચેના હાથમાં કમળનું ફૂલ અને ડાબા હાથમાં કમળનું ફૂલ છે, જ્યારે માતાજીનો બીજો ડાબો હાથ અભયની મુદ્રામાં છે. આવો જાણીએ સ્કંદમાતા, પૂજા મંત્ર, આરતી અને ભોજનો શુભ મુહૂર્ત

સ્કંદમાતાની પૂજાથી સંતાન સુખ પ્રાપ્ત થાય છે

નવરાત્રીમાં સ્કંદમાતાની પૂજા કરવાથી વ્યક્તિને સંતાન સુખ પ્રાપ્ થાય છે. માતાજી બાળકોને દીર્ઘાયુષ્ય પ્રદાન કરે છે. સ્કંદમાતા એ સ્કંદકુમાર એટલે કે કાર્તિકેયના માતાને છે. આથી જ તેમને સ્કંદમાતા કહેવામાં આવે છે.

Skandamata Prasad Bhog : સ્કંદમાતાને પ્રસાદમાં આ ચીજ ધરાવો

શાસ્ત્રો અનુસાર, સ્કંદમાતાને પીળા રંગની વસ્તુ પ્રિય છે. તેથી, તેમને પીળી મીઠાઈનો પ્રસાદમાં ભોગ ધરાવી શકાય છો. ઉપરાંત માતાજીને કેસરવાળી ખીર પણ ધરાવી શકાય છે. આમ કરવાથી માતાજી ખુશ થઇ સાધાકને આશીર્વાદ આપશે.

Skandamata Puja Mantra : મા સ્કંદમાતા પૂજા મંત્ર

सिंहासना गता नित्यं पद्माश्रि तकरद्वया।शुभदास्तु सदा देवी स्कन्दमाता यशस्विनी।।

या देवी सर्वभू‍तेषु मां स्कंदमाता रूपेण संस्थिता।नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।

આ પણ વાંચો | નવરાત્રી 9 નહીં 10 દિવસ ઉજવાશે, તો આઠમ નોમના નૈવેધ ક્યારે કરવા? જાણો તારીખ

Skandamata Aarti : સ્કંદમાતા ની આરતી

जय तेरी हो स्कंद माता। पांचवा नाम तुम्हारा आता।।सब के मन की जानन हारी। जग जननी सब की महतारी।।तेरी ज्योत जलाता रहूं मैं। हरदम तुम्हें ध्याता रहूं मैं।।कई नामों से तुझे पुकारा। मुझे एक है तेरा सहारा।।कही पहाड़ो पर हैं डेरा। कई शहरों में तेरा बसेरा।।हर मंदिर में तेरे नजारे। गुण गाये तेरे भगत प्यारे।।भगति अपनी मुझे दिला दो। शक्ति मेरी बिगड़ी बना दो।।इंद्र आदी देवता मिल सारे। करे पुकार तुम्हारे द्वारे।।दुष्ट दत्य जब चढ़ कर आएं। तुम ही खंडा हाथ उठाएं।।दासो को सदा बचाने आई। ‘चमन’ की आस पुजाने आई।।

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ