Navratri 2025 : હિન્દુ ધર્મમાં નવરાત્રીના તહેવારનું ઘણું મહત્વ છે. આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. 9 દિવસ સુધી ચાલનારા આ તહેવારમાં માતા રાણીની પૂજા કરવામાં આવે છે. પરંતુ તે વર્ષમાં એકવાર નહીં પરંતુ બે વાર નહી ચાર વાર વે છે. જોકે, ચાર પૈકી બે નવરાત્રીને ઉજવવામાં આવે છે. અહીં જાણીએ ચાર નવરાત્રી વિશે. તેમનું મહત્વ અને તફાવ શું છે.
નવરાત્રીનું મહત્વ શું છે
હિન્દુ ધર્મમાં માતા દુર્ગાને મહાશક્તિનું પ્રતિક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જો તમે 9 દિવસ સાચા મનથી માતાની પૂજા કરો છો તો ભક્તોને તેનો લાભ મળે છે. આ 9 દિવસોમાં લોકો માતાના 9 અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરે છે અને તેમના પર માતાના આશીર્વાદ વરસે છે.
શું તમે જાણો છો કે નવરાત્રી વર્ષમાં 4 વખત આવે છે?
નવરાત્રી વર્ષમાં ચાર વખત આવે છે, જેમાંથી બે મુખ્યત્વે ઉજવવામાં આવે છે અને બેને ગુપ્ત નવરાત્રી કહેવામાં આવે છે.
ગુપ્ત નવરાત્રી
આ નવરાત્રી શુક્લ પક્ષના પૌષ-માઘ (ડિસેમ્બર-જાન્યુઆરી) મહિનામાં ઉજવવામાં આવે છે, જેને ગુપ્ત નવરાત્રી કહેવામાં આવે છે. આ નવરાત્રી તંત્ર-મંત્ર અને ગુપ્ત સિદ્ધિઓની પ્રાપ્તિ માટે જાણીતી છે. ચૈત્ર અને અશ્વિન મહિનાની નવરાત્રિ ગ્રહસ્થ દ્વારા ઉજવવામાં આવે છે, જ્યારે અષાઢ અને પોષ મહિનાની નવરાત્રિ વિશેષ સિદ્ધિઓ માટે ઉજવવામાં આવે છે.
ચૈત્ર નવરાત્રી
શારદીય નવરાત્રિની જેમ, ભક્તો ચૈત્ર નવરાત્રિમાં ઉપવાસ કરે છે અને માતા રાણીની પૂજા કરે છે. ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે અને કલશની સ્થાપના કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રી દર વર્ષે ચૈત્ર શુક્લ પ્રતિપદા તિથિથી શરૂ થાય છે અને નવમી તિથિ સુધી ચાલુ રહે છે. આ નવરાત્રિમાં પણ દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.
અષાઢ નવરાત્રી
અષાઢ નવરાત્રી જૂન-જુલાઈમાં ઉજવવામાં આવે છે. આ નવરાત્રિ અષાઢ માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે. અષાઢ નવરાત્રીને ગુપ્ત નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, તંત્ર મંત્ર શીખનારા સાધકો માટે ગુપ્ત નવરાત્રી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
શારદીય નવરાત્રી
શારદીય નવરાત્રી દર વર્ષે અશ્વિન મહિનામાં આવે છે. શારદીય નવરાત્રિ અશ્વિન મહિનાની પ્રતિપદાથી શરૂ થાય છે અને અશ્વિન મહિનાની નવમીએ સમાપ્ત થાય છે. શારદીય નવરાત્રી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.
શા માટે આપણે શારદીય નવરાત્રી ઉજવીએ છીએ?
શારદીય નવરાત્રી આષો મહિનામાં ઉજવવામાં આવે છે. દર વર્ષે આષો સુદ એકમ તિથિથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થાય છે. જો પૌરાણિક કથાઓનું માનીએ તો શારદીય નવરાત્રિ આષો મહિનામાં શરૂ થાય છે. મહિષાસુર રાક્ષસ સાથે 9 દિવસ સુધી લડ્યા પછી, દેવી દુર્ગાએ દસમા દિવસે તેનો વધ કર્યો. ત્યારથી નવરાત્રી અને વિજયાદશમી ઉજવવાની પરંપરા ચાલી આવે છે. શારદીય નવરાત્રીને ધર્મ પર અધર્મની જીતનું પ્રતિક માનવામાં આવે છે. અશ્વિન મહિનામાં પાનખર શરૂ થાય છે, તેથી તેને શારદીય નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે.
શા માટે આપણે ચૈત્ર નવરાત્રી ઉજવીએ છીએ?
ચૈત્ર નવરાત્રિની વાત કરીએ તો ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી ચૈત્ર નવરાત્રિ શરૂ થાય છે. એવું કહેવાય છે કે જ્યારે માતા પાર્વતીએ મહિષાસુર સામે લડવા માટે તેમના શરીરમાંથી 9 સ્વરૂપો પ્રગટ કર્યા હતા, ત્યારે દેવી-દેવતાઓએ તેમને તેમના શસ્ત્રો આપીને શક્તિ આપી હતી. આ સમગ્ર પ્રક્રિયા 9 દિવસ સુધી ચાલી હતી. ત્યારથી નવરાત્રિ ઉજવવાની પરંપરા શરૂ થઈ.
બંને વચ્ચે શું તફાવત છે?
ચૈત્ર નવરાત્રી અને શારદીય નવરાત્રિમાં ઘણો તફાવત છે. ચૈત્ર નવરાત્રિમાં માતા શક્તિની ઉપાસનાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે જ્યારે શારદીય નવરાત્રિમાં દુર્ગા પૂજા અને ઉજવણીને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ચૈત્ર નવરાત્રિની લોકપ્રિયતા મહારાષ્ટ્ર, તેલંગાણા અને કર્ણાટકમાં વધુ છે, જ્યારે શારદીય નવરાત્રિની લોકપ્રિયતા પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાં વધુ છે.
ચૈત્ર નવરાત્રી 2025 ક્યારથી શરુ થાય છે?
હિંદુ કેલેન્ડર મુજબ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા 29 માર્ચે સાંજે 4:27 કલાકથી શરૂ થઈ રહી છે, જે 30 માર્ચે બપોરે 12:49 કલાકે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં 30 માર્ચથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ રહી છે, જે 6 એપ્રિલ 2025ના રોજ રામનવમી સાથે સમાપ્ત થશે. આ સાથે 7 એપ્રિલે નવરાત્રીની ઉજવણી કરવામાં આવશે.





